દક્ષિણ ભારતમાં 'સૌરાષ્ટ્રીયન'
ભાષા બોલાય છે!!!

- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દક્ષિણ ભારતના
તજજ્ઞોને સૌરાષ્ટ્રીયન ભાષાની ડિક્શનરી તૈયાર કરી આપશે
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ
ભારતનુ આ કનેક્શન કદાચ તમે નહી જાણતા હોય ......
સૌરાષ્ટ્રના જુદા
જુદા વિસ્તારોમાંથી સ્થળાંતરિત થઈને દક્ષિણભારતમાં ૨૨ લાખ ગુજરાતીઓ વસવાટ કરી
રહ્યાં છે. જેમની અલગ ભાષા અને અલગ પરીવેશ હોવા છતાં તેઓ ગુજરાતીઓની નજીક સૌથી વધુ
રહ્યાં છે.
મદુરાઈથી આવેલા 'સૌરાષ્ટ્રી' ભાષાના ૧૫
તજજ્ઞની ઉપસ્થિતિમાં યુનિ.ના અંગ્રેજી ભવન ખાતે એક અઠવાડીયાની કાર્યશાળાનો પ્રારંભ
થયો હતો તેઓ આઠ દિવસ દરમિયાન દક્ષિણભારતમાં પ્રચલિત એવી સૌરાષ્ટ્રીયન ભાષાના
ગુજરાતી અને અંગ્રેજીના સમાનાર્થી શબ્દો સાથેની એક ડિકશનેરી તૈયાર કરશે.
સૌરાષ્ટ્ર
યુનિ.ના અંગ્રેજી ભવન ખાતે સાત દિવસની શબ્દભંડોળ કાર્યશાળાનો પ પ્રારંભ થયો હતો.
સૌરાષ્ટ્ર હેરીટેજ ચેર, મદુરાઈ તેમજ મૈસુરસ્થિત
સેન્ટ્રલ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયન લેંગવેજીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં
આવેલી આ કાર્યશાળામાં તામિલનાડુંમાં પ્રચલિત એવી
સૌરાષ્ટ્રીયન ભાષા વિશેની સમજ આપવામાં આવી હતી.
તજજ્ઞાોએ
જણાવ્યું હતું કે, તામિલનાડુમાં સૌરાષ્ટ્રીયન
ભાષાને લઘુમતિનો દરજ્જો મળ્યો છે. ૧૧મી સદીમાં સમનાથ આક્રમણ થયા બાદ વિસ્થાપિત થયેલા લોકો દક્ષિણ ભારતમાં થઈને વસ્યા હતા જેની સખ્યા આજે
૨૨ લાખનો આંબી ગઈ છે.
મદુરાઈથી આવેલા
તજજ્ઞાોએ જણાવ્યું હતુ કે, ગુજરાતી અને સૌરાષ્ટ્રીયન
ભાષાના સમાનાર્થી શબ્દો માટેની ૧૩૦૦ શબ્દોની એક ડીકશનેરી અલગ તૈયાર કરવામાં આવી
છે. હવે સૌરાષ્ટ્રીયન ગુજરાતી અને અંગ્રેજી ભાષાની ૫ હજાર શબ્દોની એક ડીકશનેરી
તૈયાર કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર
ચેરની સ્થાપના સાથે સંકળાયેલા પ્રો. કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રીયન ભાષા ગુજરાતીઓ શીખી શકે તે માટેનો એક પ્રયત્ન અહી શરૃ કરાયો
છે. આ ભાષાની સાથે ત્યાંની સંસ્કૃતિ, કલા સંગીતને પણ
ગુજરાતીઓ સાથે નજીકનો નાતો છે. અહી જેમ નરસિંહ મહેતાના ભજનો લોકપ્રિય છે. તેમ
દક્ષિણ ગુજરાતના સુપ્રસિધ્ધ કવિ નટનગોપાલ નાયકીનાં ભજનો સુપ્રસિધ્ધ છે તે ભજનોને
સમજવા માટે સેમિનાર થશે. તેલુગુ, તામિલ દેવનાગરી, મરાઠી અને ગુજરાતીમાંથી તૈયાર થયેલી સૌરાષ્ટ્રીયન ભાષાના વૈવિધ્યને
જાણવાની કાર્યશાળામાં ગુજરાતના ૧૦થી ૧૫ વિદ્વાનો જોડાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો