સોમવાર, 26 ફેબ્રુઆરી, 2018


જાણવા જેવુ- ગુજરાત

1. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારે કોણ ગણાય છે ? નરસિંહરાવ દિવેટિયા

2. ભકત કવિયત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીંમાં વિતાવ્યો હતો ? દ્વારિકા

3. કવિ પ્રેમાનદ મૂળ કયાંના વતની હતી ? વડોદરા

4. ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? કવિ ભાલણ

5. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ? અંબિકા

6. ‘યંગ ઈન્ડિયા’, ‘હરિજન બંધ્રુ’ અને નવજીવન સામયિકો કોણે શરુ કરેલા?  મોહનદાસ ક.ગાંઘી

7. વર્ષ ૨૦૧૦ માં થયેલી મતગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે ? ૪૧૧

8. ગુજરાતી સાહિત્યમાં ‘મ!ણભટ્ટ’ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળાય છે ? પ્રેમાનંદ

9. સહજાનંદસ્વામી કયાંના વતની હતા ? છપૈયા

10. નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? શામળશા શેઠ(શ્રીકૃષ્ણ)

11. સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ?... સહજાનંદ સ્વામીએ


12. ‘અખિલ બ્રહ્માંડમાં એકતુશ્રી હરિ...’ આ પદ કોનું છે ? નરસિંહ મહેતા


13. પ્રેમાનંદના નળાખ્યાન - માં આવતો નળ કયા દૈશનો રાજા છે ? ઠેર્નેષધ

14. ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે ? લક્ષ્મી સ્ટુડિયો, વડોદરા

15. ‘રામ!યણ’નું શુટીંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું ? વૃંદ!વન સ્ટુડિયો

16. ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો કયાં આવેલો છે ? હાલોલ

17. ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો કયાં આવેલો છે ? વૃંદ!વન

18. અમદાવાદ જિલ્લામાં આવેલી હડપ્પીયા સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ નામનો અર્થ શો થાય છે ? ...મરૅલાઓનો ટેકરો

19. દેશ-વિદૈશમાંથી લોકો જે મેળામાં મ્હ!લવા આવે તેવો તરણેતરનો મેળો કોનું સ્થાનક છે ? શિવ

20. ગુજરાતનું સૌથી મોટુ…અત્મ્યારણ્ય કયુંછે ? ૨૧ અભ્યારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો

21. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે ? ગુજરાત

22. ઔશયાટીક લાયનનુંઆયુષ્ય આશરૅકેટલા વર્ષનુંહોય છે ? ૧૨ થી ૧૫ વર્ષ

23. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટીક લાયનને સાચવવા ગીર અભ્યારણ્યનો વિસ્તાર કેટલો છે ? ૧૧૫૩ ચો.કિ.મી.

24. ગુજરાતનું કયું પક્ષી માથુ ઉ…ધ્રુ રાખીને ખાય છે ? ફલેગિંગો

25. ગુજરાતમાં સરીસપોંની અંદાજે કેટલી જાતિ નોંધાઈ છે ? ૧૦૭




અરિના રેડ્ડીએ જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ કપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો


અરુણા રેડ્ડીએ 24 મી ફેબ્રુઆરી, 2018 ના રોજ જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ કપમાં સિંગલ મેડલ જીતીને ઇતિહાસ બનાવ્યો હતો. અરુણા રેડ્ડીએ જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ કપમાં કાંસ્ય પદક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા 
મેલબોર્નમાં યોજાયેલી વર્લ્ડ કપમાં રેડ્ડીએ કાંસ્ય ચંદ્રકનું નામ જીત્યો છે. વોલ્ટર્સમાં, 22 વર્ષીય રેડ્ડી 13.649 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહી હતી. એક તરફ, ભારતીય ખેલાડી પ્રણતિ નાયકે 13.416 પોઈન્ટ સાથે છઠુ સ્થાન મેળવ્યું હતું. 

અરુણા રેડ્ડી

• અરુણા રેડ્ડી કરાટેના ભૂતપૂર્વ બ્લેક બેલ્ટ અને ટ્રેનર પણ રહી ચુક્યા છે. 

• રેડ્ડીએ 2005 માં પ્રથમ રાષ્ટ્રીય મેડલ જીત્યો હતો.

• કોમનવેલ્થ ગેમ્સમાં વોલ્ટ ઇવેન્ટના 2014 ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેમને 14 મા ક્રમ અપાયો હતો. એશિયન રમતોમાં, તે નવમા સ્થાન પર રહી ચૂકી હતી.

• અરુણાએ ધીમે ધીમે તેની કામગીરીમાં સુધારો કર્યો અને 2017 એશિયન ચેમ્પિયનશિપ્સમાં વોલ્ટમાં છઠ્ઠો સ્થાને રહ્યો. જિમ્નેસ્ટિક્સમાં ભારતીય પડકારો 2010 થી વિશ્વમાં જોવા મળે છે.



અમ્મા ટુ-વ્હીલર સ્કીમ




વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની 70મી જન્મજયંતિના પ્રસંગે કામ કરતી મહિલાઓ માટેના સબસીડી સ્વરૂપે “અમ્મા ટુ-વ્હીલર” યોજનાની શરૂઆત કરી હતી. 

આ યોજના હેઠળ, દરેક લાભાર્થીને દ્વિચક્રી વાહનો માટે 50% અથવા રૂ. 25,000 ની સહાયતા મળશે. આમાં દર વર્ષે એક લાખ કામ કરતી સ્ત્રીઓને આવરી લેશે. કામ કરતી સ્ત્રીઓ માટે સહાયિત સ્કૂટર યોજના ભૂતપૂર્વ તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું વચન હતુ. 2016 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન, તેમણે દ્વિચક્રી વાહનો ખરીદવા મહિલાઓ માટે 50% સબસિડીનો વાયદો કર્યો હતો.

હેપી બર્થ ડે અમદાવાદ...26 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદશાહે વસાવ્યુ'તુ શહેર

- માણેક બુર્જ એટલે માણેક ચોકમાં નંખાયો હતો અમદાવાદનો પાયો

- જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા


 હેપી બર્થ ડે અમદાવાદ...26 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદશાહે વસાવ્યુ'તુ શહેર 


આજે આપણા શહેર અમદાવાદ 607 વર્ષનું થયુ.  હાલના હેરીટેજ સીટી અમદાવાદનો પાયો અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411ના રોજ માણેક બુર્જ  પાસે  નાખ્યો હતો.  અમદવાદને 4થી માર્ચ 1411માં ગુજરાતની નવી રાજધાની નક્કી કરવામાં આવી હતી.

અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેના મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

સોલંકીનું રાજ 13મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન 1411માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું.

દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા

શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2018


જયપુરનું ગાંધીનગર રેલ્વે સ્ટેશન પ્રથમ સંપૂર્ણપણે મહિલા સંચાલિત બિન ઉપનગરીય સ્ટેશન



જયપુરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન, રાજસ્થાન દેશની પ્રથમ મુખ્ય બિન-ઉપનગરીય રેલ્વે સ્ટેશન બન્યુ છે જે મહિલાઓ દ્વારા સંપૂર્ણ રીતે સંચાલિત થાય છે. 

તે મહિલાઓમાં સંપૂર્ણપણે સંચાલિત થવા માટેનું બીજું સ્થાન છે - પ્રથમ મુંબઈમાં માટુંગા છે. 

તે સ્ત્રીઓને સશક્તિકરણ અને દેશભરમાં મહિલાઓ માટે ઉદાહરણરૂપ દાખવવા તરફનું પગલું છે કે તેઓ મુખ્યત્વે એક મુખ્ય રેલવે સ્ટેશનનું સંચાલન કરી શકે છે.

ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2018


લાલા લજપતરાયે 1895માં લાહોરમાં પંજાબ બેંકની સ્થાપના કરી હતી



- ગરીબોને સરળતાથી લોન મળે તે માટે સ્વાતંત્રસેનાની

- લાલા લજપતરાય અને સહયોગીઓએે બે લાખ રુપિયાથી બેંકની શરુઆત કરી હતી



શાહુકારોના શોષણમાંથી ગરીબોને મુકિત અપાવવા સ્વાતંત્ર સેનાની લાલા લજપતરાયે પંજાબ બેંકની સ્થાપના કરી હતી. તેની પ્રથમ શાખા 12 એપ્રિલ 1895ના રોજ પાકિસ્તાનના લાહોર શહેરના ગણપતરાય રોડ પર શરુ થઇ હતી. આ લાહોર બેંકમાં કુલ ૯ કર્મચારીઓ કામ કરતા હતા. આ બેંકનું ૧૮ મેં ૧8૯૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની એકટ ૧૮૮૨ અધિનિયમ ૬ હેઠળ રજીસ્ટ્રેશન થયું હતું. આ બેંકમાં પ્રથમ એકાઉન્ટ પણ લાલા લજપતરાયે જ ખોલાવ્યું હતું. આ ઉપરાંત જવાહરલાલ નેહરુ સહિત અનેક મોટા સ્વાતંત્ર સેનાનીઓના એકાઉન્ટ પણ હતા.

અંગ્રેજ શાસનમાં શાહુકારો દ્વારા ખેડૂતો અને ગરીબ લોકોનું ખૂબજ શોષણ થતું હતું. મોટા ભાગના શાહુકારો અંગ્રેજોના પીઠ હોવાથી શોષિતોને કોર્ટ કચેરીમાં પણ ન્યાય મળતો ન હતો. ભારતીય મૂડીનો ઉપયોગ અંગ્રેજો પોતાની બેંકો અને કંપનીઓ ચલાવવા માટે કરે છે એવી એક માન્યતા લોકોમાં બંધાઇ હતી. આથી આઝાદીના આંદોલનમાં સ્વદેશી બેંકની જરુર ઉભી થઇ હતી. આર્યસમાજના નેતા રાયમૂલ રાજે આ વાત લાલા લજપતરાયને જણાવી હતી. સ્વાતંત્રસેનાની લાલા લજપતરાયે હરકિશનલાલ, દયાલસિંહ મજીઠિયા,શ્રી કાલી પ્રસન્ના રોય, શ્રી પ્રભુદયાલ લાલા ઢોલનદાસ જેવા વિશ્વાસપાત્ર લોકોને બેંક શરુ કરવા સમજાવ્યા હતા.

છેવટે લાલાજી અને તેમના મિત્રોની મહેનતથી ૨ લાખ રુપિયા એકત્ર થતા બેંક શરુ થઇ હતી.  પ્રાપ્ત માહિતી મુજબ આ બેંકની સ્થાપના સાથે સંકળાયેલાઓ મોટા ભાગના આર્યસમાજી અને રાષ્ટ્રવાદીઓ હોવાથી અંગ્રેજ સરકારે રાતિ પાઇની પણ મદદ કરી ન હતી. તેવા સમયે આઝાદીના લડવૈયા લાલા લજપતરાયે સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે બેંકની સ્થાપનામાં રસ લીધો હતો.

ઇતિહાસમાં એ વાત જાણીતી છે કે આઝાદીની ચળવળ દરમિયાન અંગ્રેજો પોલીસના લાઠીચાર્જથી ગંભીર રીતે ઘાયલ થવાથી લાલા લજપતરાયનું  મુત્યુ થયું હતું, પરંતુ જો તેમના સામાજિક અને આર્થિક ઉત્થાનના આ પ્રયત્નનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.લાલા લજપતરાયનો વિચાર સફળ થયો અને બેંકની વધુ શાખાઓ ખૂલી હતી. ૧૯૪૦માં એ સમયની ભગવાનદાસ બેંક પંજાબ બેંકમાં મર્જ થઇ હતી. ૩૧ માર્ચ ૧૯૪૭માં પંજાબ બેંકને લાહોર હાઇકોર્ટ દ્વારા દિલ્હીમાં રજીસ્ટ્રેશન કરાવવાની મંજૂરી મળી હતી. ૧૯૬૯માં ૧૩ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું જેમાં પંજાબ બેંક પણ હતી.




ગાંધીજીને 'મોહન'માંથી 'મહાત્મા' બનાવવામાં કસ્તુરબાનો સિંહફાળો


TET-1 Exam DATE.....Click Here!

GSSB.....Click Here!

 

-આજે રાષ્ટ્રમાતા કસ્તુરબાનો ૭૪મો નિર્વાણદિન


તા. ૨૨મી ફેબુ્રઆરી, રાષ્ટ્રમાતા કસ્તુરબાનો આજે ૭૪મો નિર્વાણદિન છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે બાપુને મહાન બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન આપનાર અને ભારતની આઝાદીની લડતમાં ગાંધીબાપુ સાથે ખભેખભા મિલાવનાર રાષ્ટ્રમાતા કસ્તુરબા ભાગ્યે જ કોઈને સાંભરે છે.


ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરે આવતા પ્રવાસીઓમાં ૧૦ ટકા પ્રવાસીઓ પણ કસ્તુરબાના ઘરે આવતા નહીં હોવાનું જાણવા મળ્યું છે.


ગાંધીજીને મહાત્મા બનાવવામાં અનેક લોકોનો ફાળો હતો. જેમાં સૌથી મહત્વનો સિંહફાળો તેમના ધર્મપત્નિ કસ્તુરબાનો હતો. કસ્તુરબાનાં જીવનનાં કેટલાક પ્રસંગો આજની મહિલાઓને પણ રાહ ચીંધે તેવા છે. ઈ.સ. ૧૮૬૯ની ૧૧મી એપ્રિલે ગોકુલદાસ કાપડીયાને ત્યાં જન્મેલા કસ્તુરબા સમૃદ્ધ પરિવારમાં ઉછરેલા છે.


પરંતુ તેમ છતાં સાદગીભર્યુ જીવન જીવીને ગાંધીજીએ ચીંધેલા માર્ગે ચુપચાપ સ્વેચ્છાએ ચાલેલા કસ્તુરબા વિષે ગાંધીબાપુએ તેમની આત્મકથામાં નિખાલતાથી સ્વીકાર કરીને પોતાની ખામી રજુ કરી છે, જે નાની-નાની બાબતમાં ઝઘડતા અને છુડાછેડા લઈ લેતા યુગલો માટે પણ પ્રેરણાદાયી છે.


ગાંધીજી તેમની આત્મકથા 'સત્યનાં પ્રયોગો'માં જણાવે છે કે પોતે હંમેશા કસ્તુરબા ઉપર ધણીપણું દાખવતા. પોતાની રજા વિના ક્યાંય જવું નહીં. છતાં કસ્તુરબા ક્યારેક ક્યાંક જાય ત્યારે ઝઘડો થતો અને કસ્તુરબા પણ આદર્શ ગૃહિણીની માફક ચુપચાપ સ્વીકારી લેતા હતા.


ગાંધીજીનો પડછાયો બનીને આજીવન સાથ નિભાવનાર કસ્તુરબો જીવનભર તેમના સૂરમાં સૂર પુરાવ્યો હતો. માત્ર ૩૭ વર્ષની વયે જ ગાંધીજીએ બ્રહ્મચર્યનું પાલન કરવાનો આજીવન સંકલ્પ લીધો અને તેને પુરેપુરો સહકાર કસ્તુરબાએ આપ્યો એ કેમ ભુલી શકાય? એટલું જ નહીં, પરંતુ આઝાદીની લડતમાં પણ પૂરતો સહકાર આપ્યો હતો.


૧૯૪૨માં ગાંધીજીની મુંબઈમાં શિવાજીપાર્કમાં ધરપકડ થઈ ત્યારે સંઘર્ષ અટકે નહીં તે માટે કસ્તુરબાએ લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું. કસ્તુરબાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. આર્થરરોડ જેલમાં રખાયા બાદ તેમની તબિયત કથળી જતાં આગાખાન પેલેસ- ઉનામાં લઈ જવાયા હતા અને ત્યાં તા. ૨૨મી ફેબુ્રઆરી ૧૯૪૪માં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે ગાંધીજીએ મજબુત સાથી ગુમાવ્યાની વેદના ઓછી ન હતી!


આમ બાપુને મહાન બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન આપનાર કસ્તુરબાનું જીવન સંઘર્ષમય હોવા છતાં તેમના યોગદાનને ભાગ્યે જ કોઈ યાદ કરે છે.