સોમવાર, 26 ફેબ્રુઆરી, 2018


અમ્મા ટુ-વ્હીલર સ્કીમ




વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની 70મી જન્મજયંતિના પ્રસંગે કામ કરતી મહિલાઓ માટેના સબસીડી સ્વરૂપે “અમ્મા ટુ-વ્હીલર” યોજનાની શરૂઆત કરી હતી. 

આ યોજના હેઠળ, દરેક લાભાર્થીને દ્વિચક્રી વાહનો માટે 50% અથવા રૂ. 25,000 ની સહાયતા મળશે. આમાં દર વર્ષે એક લાખ કામ કરતી સ્ત્રીઓને આવરી લેશે. કામ કરતી સ્ત્રીઓ માટે સહાયિત સ્કૂટર યોજના ભૂતપૂર્વ તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું વચન હતુ. 2016 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન, તેમણે દ્વિચક્રી વાહનો ખરીદવા મહિલાઓ માટે 50% સબસિડીનો વાયદો કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો