સોમવાર, 1 જાન્યુઆરી, 2018

વિશ્વનાથન આનંદે વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

- આનંદે બે દિવસ અગાઉ જ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી

- બ્લિટ્ઝમાં કાર્લસનને ગોલ્ડ, કાર્જાકિનને સિલ્વર આનંદે ૨૧ માંથી ૯ બાજી જીતી, ૧ હાર્યો, ૧૧ ડ્રો

બે દિવસ અગાઉ જ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચનારા ભારતના લેજન્ડરી ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતા નોર્વેના યુવા સ્ટાર મેગ્નસ કાર્લસને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતાં ચેમ્પિયનશીપ મેળવી હતી.


રેપિડ ચેસના કિંગ તરીકે ફરી વિશ્વમાં પ્રસ્થાપિત થઈ ચૂકેલા ૪૮ વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી છે. આ ઉપરાંત તે ૨૦૦૩ અને ૨૦૧૭માં વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન પણ બની ચૂક્યો છે. બ્લિટ્ઝ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં આનંદની શરૃઆત સારી રહી નહતી અને તેને પહેલા જ દિવસે રશિયાના ઈયાન નેપોમનિયાચ્ચી સામે હારનો સામનો કરવો પડયો હતો.


ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ

- કવોન્ટમ થિયરીના પ્રણેતા છે પ્રોફેસર એસ.એન બોઝ

- આજે તેમની 125મી જન્મજયંતી અમદાવાદ


 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોફેસર એસ.એન બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકત્તામાં યોજાનારલ ઈવેન્ટને સંબોધન કરશે. ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝ 1લી જાન્યુઆરી 1894માં કોલકત્તામાં જન્મ્યા હત. 

તે "ક્વોન્ટમ થિયરી" ના પ્રણેતા ગણાય છે. 

ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝે 1920 માં ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, ત્યારથી અત્યાર સુધી તેમની થિયરી ઉપર ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવ્યો છે. બોસ-આઈન્સ્ટાઈન આંકડાઓ અને બોસ-આઈન્સ્ટાઈન કન્ડેન્સેટના સિદ્ધાંત માટે ક્વોન્ટમ મિકેનિક્સ પર તેમના કામ માટે તેઓ ખૂબ જાણીતા છે.


Happy New Year To All Of You from PCI


જાણો છો "ક્વોન્ટમ થિયરી" ના પ્રણેતા સત્યેન્દ્રનાથ બોઝ કોણ હતા?

- આજે તેમની 125મી જન્મજયંતી અમદાવાદ

 ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝ 1લી જાન્યુઆરી 1894માં કોલકત્તામાં જન્મ્યા હતા. તે "ક્વોન્ટમ થિયરી" ના પ્રણેતા ગણાય છે. આજે તેમની 125મી જન્મજયંતી છે. સત્યેન્દ્રનાથ બોઝનો જન્મ  પહેલી જાન્યુઆરી  1894 ના રોજ  પર કલકત્તામાં થયો હતો. તેમના પિતા સુરેન્દ્રનાથ બોઝ પૂર્વ ભારત રેલવેના એન્જીનિયરિંગ વિભાગ માં નોકરી કરતા હતા. સત્યેન્દ્ર નાથ બોઝ તેમના સાત બાળકોમાં સૌથી મોટા હતા. અભ્યાસમાં તેઓ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા.

સત્યેન્દ્રનાથ બોઝ હિન્દૂ હાઇસ્કુલ, કલકત્તામાં માધ્યમિક શિક્ષણ લીધું. હતા. ત્યારબાદ તેમણે ઉચ્ચ અભ્યાસ માટે 1911માં કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થયા. ગણિત અને ભૌતિક્શાસ્ત્ર તેમના મનગમતા વિષયો હતા. 1913માં તેમણે કલકતત્તા યુનિવર્સિટીની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી. કૉલેજમાં મેઘનાથ સહા તેમના સહાધ્યાયી  હતા. સત્યેન્દ્રનાથ બોઝે 1915માં મિશ્ર ગણિત સાથે અનુસ્નાતક કક્ષાએ પ્રથમ આવ્યા. ત્યારબાદ જર્મન ભાષાનો અભ્યાસ કરી જર્મન વિજ્ઞાની બૂલ સાથે જર્મન પુસ્તકોનો અભ્યાસ કર્યો.   
    
1916માં, કલકત્તા યુનિવર્સિટી ના ઉપકુલપતિ આશુતોષ મુખરજીએ અનુસ્નાતક કક્ષાએ આધુનિક ગણિત અને ફિઝિક્સ વર્ગો માટે કલકત્તા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાન  લેક્ચરર તરીકે નિયુક્તિ આપી. તેમણે 1916થી 1921 દરમિયાન અહીં સેવા આપી હતી. તેમણે 1921માં ફિઝિક્સ વિભાગ માં રીડર તરીકે નવી સ્થપાયેલ  ઢાકા યુનિવર્સિટીમાં જોડાયા હતા. ઢાકામાં કરેલા સંશોધનની કમગીરીને વિજ્ઞાન જગતે બોઝ સ્ટેટિસ્ટિક્સતરીકે માન્યતા આપી. જેનો હાલ ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ઇ.સ. 1924માં સત્યેન્દ્ર નાથ બોઝ પૅરિસ ગયા અને ત્યાં માદામ ક્યૂરીની પ્રયોગશાળામાં સંશોધન કાર્ય કર્યું. 1924માં, સત્યેન્દ્ર નાથ બોઝે એક મેક્સ પ્લેન્ક નિયમ’  અને લાઇટ ક્વોન્ટમ પૂર્વધારણાશીર્ષક પર લેખ પ્રકાશિત કર્યો. આ લેખ આલ્બર્ટ આઈન્સ્ટાઈનને  મોકલવામાં આવ્યો હતો. આ પૂર્વધારણાએ એક મહાન વ્યક્તિનું ધ્યાન ખેંચ્યું હતું અને બધા વૈજ્ઞાનિકોએ પ્રશંસા કરી હતી. તે 'બોસ-આઈન્સ્ટાઈન સિદ્ધાંત' તરીકે પ્રખ્યાત બની હતી.    
     
1926માં, સત્યેન્દ્રનાથ બોઝ ઢાકા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાન એક પ્રોફેસર બન્યા હતા. જોકે તેમણે તે પછી સુધી તેમની ડોક્ટરેટની પૂર્ણ ન હતી, તેમણે આઈન્સ્ટાઈનના ભલામણ પર પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1929માં સત્યેન્દ્ નાથ બોઝ બોસ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ ઓફ ફિઝીક્સ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને 1944 માં કોંગ્રેસ સંપૂર્ણ ચેરમેન તરીકે ચૂંટાયા.

1945માં, તેમની ખૈરા  કલકત્તા યુનિવર્સિટી ઓફ ફિઝીક્સ પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 1956માં કલકત્તા યુનિવર્સિટીમાંથી  નિવૃત્તિ લીધી. આ યુનિવર્સિટીએ તેમને ભાષાવિજ્ઞાનના પ્રતિષ્ઠિત પ્રોફેસર તરીકે  તેમની નિવૃત્તિ પર સન્માનિત કર્યા. બાદમાં તેમણે વિશ્વભારતી યુનિવર્સિટી ઓફ વાઇસ ચાન્સેલર બન્યા હતા. 1958માં, તેમની રોયલ સોસાયટી, લંડનમાં ફેલો તરીકે નિમણૂક કરવામાં આવી હતી.          


1954સત્યેન્દ્રનાથ બોઝને ઉત્કૃષ્ટ પ્રદાન બદલ માન્યતા ભારતીય સરકાર દ્વારા 'પદ્મભૂષણ ' થી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે 4 ફેબ્રુઆરી, 1974ના રોજ કોલકાતામાં મૃત્યુ પામ્યા હતા. તેમના સંશોધન ક્વોન્ટમ ફિઝિક્સમાટે વિશ્વ તેમને સદાય યાદ રાખશે.


શુક્રવાર, 29 ડિસેમ્બર, 2017

ભારતે સ્વદેશી સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું


- ઓછી ઊંચાઇએ આવતી કોઇપણ બેલાસ્ટિક મિસાઇલને તોડી પાડવાની ક્ષમતા

ભારતે આજે ઓઢિશામાં એક  પરીક્ષણ રેંજમાંથી ઓછી ઉંચાઇએ આવતી કોઇપણ મિસાઇલને તોડી શકવાની ક્ષમતા ધરાવતી ભારતીય બનાવટની એક એડવાન્સ્ડ એર ડીફેન્સ સુપર સોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતે ચાલુ વર્ષે આ ત્રીજુ સુપરસોનિક ઇન્ટરસેપ્ટર પરીક્ષણ કર્યું હતું જેમાં આવી રહેલી મિસાઇલને સફળતાપૂર્વક આંતરવામાં આવી હતી. એક ઇન્ટરસેપ્ટર દ્વારા જમીનના વાતાવરણમાં ૩૦ કિમીની અંદર મિસાઇલને આંતરવામાં આવેલી.


પૃથ્વી મિસાઇલ પણ અત્રેના ચંદ્રપુર ખાતે લોન્ચ કોમ્પ્લેક્ષ-૩ ખાતેથી કરવામાં આવ્યું હતું.ટ્રેકીંગ રાડારમાંથી સિગ્નલ મળતાં અબ્દુલ કલામ આઇલેન્ડ પર મૂકેલું એએડી ઇન્ટરસેપ્ટર બંગાળના આખાતમાં છોડવામાં આવ્યું હતું.હવામાં નિશાન કરેલી હુમલાખોર મિસાઇલને નાશ કરી દેવામાં આવી હતી,એમ સંરક્ષણ સૂત્રોએ કહ્યું હતું. આ ઇન્ટરસેપ્ટર સાડા સાત મીટર લાંબુ અને સિંગલ સ્ટેજ સોલિડ રોકેટ  છે જેમાં નેવિગેશન સીસ્ટમ પણ ફિટ કરેલી છે.


મંત્રીઓને ખાતાની ફાળવણી


વિજય રૃપાણી : સામાન્ય વહિવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનીજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ્,

(મુખ્યમંત્રી) ક્લાઇમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, તમામ નીતિઓ અને કોઇ મંત્રીઓને નહીં ફાળવાયેલ તેવી તમામ બાબત.

નિતીન પટેલ : માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર (નાયબ મુખ્યમંત્રી) કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના.

આર.સી. ફળદુ : કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, વાહનવ્યવહાર.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ સંવર્ધન, નાગરિક ઉડ્ડયન.

કૌશીક જે. પટેલ : મહેસૂલ.

સૌરભ પટેલ : નાણા, ઉર્જા. ગણપત વસાવા : આદિવાસી વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્યાણ.

જયેશ રાદડિયા : અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ, છાપ કામ અને લેખન સામગ્રી.

દિલીપ ઠાકોર : શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ.

ઇશ્વર પરમાર : સામાજીક ન્યાય અને અધિકારીતા (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત).

રાજ્ય કક્ષાના મંત્રી

પ્રદીપસિંહ જાડેજા : ગૃહ, ઉર્જા, વૈદ્યાનિક અને સંસદીય બાબત, કાયદો, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યુરિટી, સિવીલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વચ્છીક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાત પ્રભાગ પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો).

પરબત પટેલ : સિંચાઇ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો).

પરષોત્તમ સોલંકી : મત્સ્ય ઉદ્યોગ.

બચુ ખાબડ : ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન.

જયદ્રથસિંહ પરમાર : કૃષિ વિભાગ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો).

ઇશ્વરસિંહ પટેલ : સહકાર, રમત-ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર (રાજ્યકક્ષા).

વાસણ આહિર : સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ.

વિભાવરી દવે : મહિલા બાળ કલ્યાણ વિભાગ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ) અને યાત્રાધામ.

રમણ પાટકર : વન અને આદિજાતી વિભાગ.


કિશોર કાનાણી (કુમાર) : આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ.


ગુરુવાર, 28 ડિસેમ્બર, 2017

અમેરીકાના સુરક્ષાનાં ધોરણોને અનુસરણ કરતી ભારતની પ્રથમ પોડ ટેક્સી

ભારતની પ્રથમ પોડ ટેક્સી પ્રોજેક્ટ અથવા પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ (Personal Rapid Transit-PRT) ની ટેક્નિકલ અને સલામતીના ધોરણો માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.
કી હકીકતો
પાયલોટ પ્રોજેકટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (design, build, finance, operate and transfer -DBFOT) આધારિત એટલે કે PPP (public-private partnership) આધાર પર લેવામાં આવશે. જે 12.3 કિ.મી. ઉંચાઇ થી NH-8, દિલ્હી-હરિયાણા સરહદ(Ambience Mall નજીક)  થી બાદશાહપૂર વાયા રાજીવ ચોક, IFFCO અને સોહના રોડ શરૂ થશે. ભારતના રાષ્ટ્રીય ધોરી માર્ગો ઓથોરિટી (National Highways Authority of India - NHAI) આ પ્રોજેક્ટ ચલાવવા આવશે.આ મોડેલ લંડનના હીથ્રો એરપોર્ટ, મોર્ગનટાઉન અને મસ્દાર શહેરમાં સ્થાન ધરાવે છે. પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ (PRT)

PRT અથવા પોડ ટેક્સી અદ્યતન સાર્વજનિક પરિવહન છે જે સ્વચાલિત ઇલેક્ટ્રિક પોડ કારનો ઉપયોગ કરે છે, જે પ્રવાસીઓના નાના સમુહ માટે ટેક્સી જેવી સેવાઓ પૂરી પાડે છે. તે અવિરત પરિવહનનું ગ્રીન મોડ છે.