સોમવાર, 10 એપ્રિલ, 2017

વિશ્વનાં પાંચ હાઇસ્પીડ વિમાન

9th April 2017


૧.) ફાલ્કન એચટીવી-૨ : કલાક્ના ૨૦૦૦ કિલોમીટર કરતાં ય વધુ ઝડપથી ઊડતાં હાયપરસોનિક ટેકનોલોજી વ્હિકલ ૨૦૧૦માં બન્યાં હતા. વિશ્વના સૌથી ઉત્તમ મનાતાં આ વિમાન આતંકવાદના હુમલા ખાળવા ઉપયોગી થાય તે માટે બનાવ્યા છે. જો કે હજી સુધી આ વિમાને સમાનવ ઉડાન ભરી નથી.

૨.) એક્સ-૪૩ એ સ્ક્રેમજેટ : અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ બનાવેલા સ્ક્રેમજેટ્ક ૯૦૦૦ કિલોમીટર કરતાં વધુ ઝડપી ઊડે છે. આ વિમાન ઊડાની ૧૦ સેંકડમાં જ આ ઝડપ મેળવી લે છે. વજનમાં હળવા આ સુપરસોનિક કોમ્બુશન રેમજેટે હજી સમાનવ ઉડાન ભરી નથી.

૩.) એક્સ- ૧૫ : દક્ષિણ અમેરિકાનું એક્સ- ૧૫ વિમાન જુનું છે.નિલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર જતાં આગાઉ આ વિમાનનું પરીકક્ષણ કર્યું હતું. આ વિમાનનું ૭૨૭૪ કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે ઊડે છે. અને પાયલટને અંતરિક્ષયાત્રી બનાવે છે.

૪.) એસ આર-૭૧ બ્લેડબર્ડ : અમેરિકની લોકહીડ કંપનીએ એકલા ટાઇટેનિયમમાંથી બનાવેલું આ વિમાન તેના જમાનામાં સૌથી ઝડપી હતું.જો કે આજે તે રિટાયર થઇ ગયું છે.


૫.) મિગ-૨૫ ફોકસ્બેટ : સૌથી વધુ ઝડપ માટે જાણીતા જેટ મિગ-૨૫ ફોક્સબેટ ૧૯૬૦માં બનેલાં. અમેરિકાની સેના માટેનાં આ વિમાન ૧૦ મિસાઇલ સાથે ઉડાન ભરવા સક્ષમ હતા.

તેજસ્વિની ચેસમાં ‘વુમન ઇન્ટરનેશનલ માસ્ટર’ : ગુજરાતની બીજી જ ખેલાડી.


9th April 2017

Image result for tejaswini sagar

ગુજરાતની મહિલા ચેસ ખેલાડી તેજસ્વિની સાગરને વલ્ડૅ ચેસ ફેડરેશન દ્વારા તેના લગાતાર જોરદાર 

પરફોર્મન્સના આધારે વુમન ઇન્ટરનેશનલ માસ્ટર નોર્મ આપવામાં આવ્યો છે.ધ્યાના દવે પછી આવી 

સિધ્ધી મેળવનાર તે બીજી ગુજરાતી મહિલા ચેસ ખેલાડી છે. વલ્ડૅ અંડર – ૧૫ ચેમ્પિયન ૧૭ વર્ષીય 

તેજસ્વિની વિશ્વમાં ૭૦મો, એશિયામાં ૧૪મો અને ભારતમાં અંડર – ૧૮માં ચોથો રેંક ધરાવે છે.

શુક્રવાર, 7 એપ્રિલ, 2017

સ્વતંત્ર રેલવે વિકાસ સત્તામંડળની રચનાને મંજૂરી.

Image result for indian railway

સત્તામંડળને નૂરભાડા નક્કી કરવાની સત્તા મળશે ઉપરાંત રેલવેમાં રોકાણ કરવા ઇચ્છીત ખાનગી એજન્સીઓની દરખાસ્તોનું પણ નિયમન કરશે. 

રેલવે સેક્ટરમાં થયેલો આ સૌથી મોટો સુધારો છે. પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓને બહેતર કરવા,રોકાણકારો માટે હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા તેમજ પારદર્શકતા વધારવાના હેતુ સાથે તેની રચના થઈ રહી છે.

WHO

Image result for WHO

સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થય વિષયોની એજન્સી વિશ્વ સ્વાસ્થય સંગઠનની(WHO) સ્થાપના ૭ એપ્રિલ ૧૯૪૮ નાં દિવસે કરવામાં આવી હતી. તેથી આજનો દિવસ વિશ્વ સ્વાસ્થય દિવસ તરીકે માનાવવામાં આવે છે.
WHOનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડ્નાં જિનીવા શહેરમાં આવેલ છે.તેની સ્થાપના માટે ૨૨ જુલાઈ ૧૯૪૬ના દિવસે સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન તમામ ૬૧ દેશોએ સર્વસંમતિ દર્શાવી હતી. હાલમાં ૧૯૪ દેશ વિશ્વ સ્વાસ્થય સંગઠનનાં સદસ્ય છે.

ગુરુવાર, 6 એપ્રિલ, 2017

૬ એપ્રિલ ૧૮૬૯માં પ્રથમ વાર એથેન્સ્માં ખેલના મહાકુંભ ઓલિમ્પિક્નું આયોજન.

૧૮૬૯માં પ્રથમ વાર એથેન્સ્માં ખેલના મહાકુંભ ઓલિમ્પિક્નું આયોજન.


આ રમતોની શરૂઆત ૬ એપ્રિલથી થઈ હતી. ઓલિમ્પિક રમતોનું આધુનિક સ્વરૂપે આયોજન પહેલી વાર ૧૮૬૯માં એથેન્સમાં થયું હતું.

સુરતના હરમિતે ઈતિહાસ રચ્યો

સુરતના હરમિતે ઈતિહાસ રચ્યો: વલ્ડૅ રેન્કિંગમાં ૧૦૦મા ક્ર્મે પહોંચનાર પ્રથમ ગુજરાતી.

આમ, ગુજરાતની ટેબલ ટેનિસ દુનિયામાં આ પ્રથમ ઘટના હતી.

૬ એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ

૬ એપ્રિલ ભાજપનો ૩૮મો સ્થાપના દિવસ. વર્ષ ૧૯૮૦માં જનસંઘમાંથી ભારતીય જનતા પર્ટીનો ઉદય થયો છે.

વર્ષ ૧૯૮૦માં જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો છે.ભાજપની રાજકીય ઉંમર ૩૮ વર્ષની થઈ છે.
Flag of the Bharatiya Janata Party.png