શુક્રવાર, 11 ઑગસ્ટ, 2017


શેરબજાર માં એન્ટ્રી માટે ' આધાર કાર્ડ' ફરજીયાત



શેરબજારના માધ્યમ મારફત કાળા નાણાંને ધોળા કરવાની કથિત પ્રવૃતિને ડામવા શેર તથા મ્યુચ્યુઅલ ફન્ડસમાં રોકાણ માટે આધાર કાર્ડ નંબર ફરજિયાત બનાવવા સરકાર વિચારી રહી છે. 

સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની સાથે મળીને સરકાર દેશની નાણાં બજારોમાં થતાં કામકાજને આધાર સાથે જોડી દેવા વિચારી રહી છે એમ નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. મૂડી બજારમાં થતા કામકાજ મારફતની આવક પર થતી કથિત કરચોરીને અટકાવવા પાન કાર્ડ પર્યાપ્ત નહીં હોવાનું સરકાર માની રહી છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો