સોમવાર, 20 ઑગસ્ટ, 2018


પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતી
 


 
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944માં થયો હતો. તેઓ દેશના સૌથી નાની ઉમરના PM બન્યા હતા.  
રાજીવ ગાંધીને રાજકારણમાં કોઈ રસ ન હતો. તેઓ એક એરલાઈન પાયલટની નોકરી કરતા હતા તેમા ખુશ હતા. કટોકટી સમયે ઈન્દિરા ગાંધીને સત્તા છોડવી પડી. 1980માં નાના ભાઇ સંજય ગાંધીનું હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થવાથી અને બાદમાં માતા ઇન્દિરા ગાંધીને સાથ આપવા માટે તેઓ રાજનીતિ આવ્યા હતા. 
- રાજીવ ગાંધી સંજય ગાંધીની લોકસભા સીટ પરથી સાંસદ બન્યા હતા. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ વડાપ્રધાન બન્યા હતા.
- રાજીવ ગાંધી 1984થી 1989 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. પંચાયત રાજને મજબૂત કરવા, દૂર સંચાર, કોમ્પ્યુટરમાં ક્રાંતિ અને યુવાઓને 18 વર્ષે મત આપવાનો અધિકાર રાજીવ ગાંધીએ શરૂ કર્યો હતો.
- રાજીવ ગાંધી વર્ષ 1966માં બ્રિટનમાં પ્રોફેશનલ પાયલટ બની ભારત આવ્યા. તેઓ દિલ્હી- જયપુર-આગરા રૂટ પર વિમાન ચલાવતા હતા. જયારે તેઓ PM બન્યા ત્યારે તેમની ઉંમર 40 વર્ષ અને 72 દિવસ હતી. MTNL, BSNL અને PCO તેમના કાર્યકાળમાં મેળવ્યુ હતુ. દેશમાં ટેલિકોમ ક્રાંતિ તેમના સમયમાં આવી હતી.
- રાજીવ ગાંધી 1991માં ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રીપેરુમબુદુરમાં આત્મઘાતી હુમલાના શિકાર બન્યા હતા. ધનુ નામની મહિલા હુમલાખોરે રાજીવ ગાંધીને પગે લાગ્યા પછી પોતાને બોમ્બથી ઉડાવી દીધી હતી. આ મામલે રાજીવ ગાંધી સિવાય 14 લોકોના મોત થયા હતા.
- ભારતમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી. તમિલનાડુના શ્રીપેરુમબુદુરમાં 21 મે 1991માં ચૂંટણી પ્રચાર દરમિયાન LTTEએ આત્મઘાતી હુમલાખોરે તેમની હત્યા કરી હતી.
- દુનિયામાં પ્રથમ કોમ્પ્યુટર 1940માં આવ્યુ હતુ. ભારતે પહેલીવાર 1956માં ખરીદ્યુ હતુ ત્યારે તેની કિંમત 10 લાખ રૂપિયા હતી અને તેનુ નામ HEC-2M હતુ. રાજીવ ગાંધી વડાપ્રધાન બનતા 1984માં માઈક્રો કોમ્પ્યુટર પોલિસીનો પાયો નંખાયો હતો. આ હેઠળ પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને 32 બીટ કોમ્પ્યુટર બનાવવાનો અધિકાર મળ્યા હતો.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો