સોમવાર, 20 ઑગસ્ટ, 2018




વિસ્ફોટકો અને સુરંગને શોધનાર બે લાબ્રાડોર શ્વાનને શૌર્ય પુરસ્કાર
Image result for labrador dog police training india
- સુંઘવાની ક્ષમતાથી અનેકના જીવ બચાવ્યા
- છ વર્ષની ગ્રેસી અને આઠ વર્ષના ડાન્ફીને એક ઘોડા 'પરમવીર' સાથે સન્માનીત કરાયા
સેનાના જવાનોની સાથે સાથે તેમને સાથ આપનાર  અને  બહાદૂરી પૂર્વક કામગીરી કરનાર તેમને નાકનો ઉપયોગ કરીને  વિસ્ફોટકો અને સુરંગને  શોધનાર બે શ્વાન અને ઘોડસવારીની રમતમાં અનેક સિધ્ધીઓ મેળવનાર એક ઘોડાને પણ સ્વતંત્રતા દિવસે સેનાના વડા દ્વારા સન્માનીત કરાયા હતા. આ પુરસ્કાર મળ્યા પછી તેમને વધારાનું ભોજન મળશે અને આરામના દિવસોમાં વધારો થશે.

ઇમ્ફાલને મોરેહથી જોડતા નેશનલ હાઇવે ૧૦૨ પર ઘાતક વિસ્ફોટકોને શોધવા બદલ ગ્રેસીને અને જમ્મુ-કાશ્મીરમાં ડ્રાસ સેકટરમાં  રોકેટ પ્રોપેલર ગ્રેનેડ તેમજ વિસ્ફોટકો પકડવા બદલ ડાન્ફીને સન્માનીત કરાયા હતા.તેમને આપવામાં આવેલા પ્રશસ્તી પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તેમની શુરવિરતાના કારણે  અનેક લોકોના જીવ બચ્યા હતા. હવે બંનેના ગળામાં  તેમના કોમેડેશન કાર્ડ લટકતા જોવા મળશે.

આર્મી ડોગ યુનિટ ૧૬માં કાર્યરત ગ્રેસી છેલ્લા ચાર વર્ષથી પૂર્વોત્તર રાજ્યોમાં ફરજ બજાવતી હતી. ૨૦૧૭માં તેને  મણીપુરમાં ઓપરેશન હિફાઝત માટે આસામ રાઇફલ્સની ટીમમાં જોડવામાં આવી હતી.

ગ્રેસીની સાથે ટીમે ત્વરિત કામગીરી શરૂ કરી હતી અને જોતજોતામાં૧૭ નવેમ્બરે હાઇવે પર વિસ્ફોટકોની જાણકારી સેનાને આપી હતી. ત્યાર પછી સેનાની બોમ્બને નિષ્ક્રિય કરનાર  ટુકડીને બોલાવવામાં આવી હતી.

જ્યારે  આર્મી ડોગ યુનિટ ૨૯ સાથે સંકળાયેલા ડાન્ફીએ ડ્રાસ સેકટરમાં ફરજ બજાવતા જવાનો માટે અનેક કામગીરી બજાવી હતી અને તેમના જીવ પણ બચાવ્યા હતા.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો