એશિયન ગેમ્સમાં ભારતનો શુભારંભ કુસ્તીમાં ગોલ્ડ, શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ
- બજરંગ પુનિયાએ જાપાનના
તાકાતાનીને ૧૧-૮થી હરાવીને સુવર્ણ સફળતા મેળવી
- અપૂર્વી ચંદેલા અને રવિ
કુમારે મિક્સ પેર શૂટિંગમાં કાંસ્ય સફળતા મેળવી
ઈન્ડોનેશિયામાં
શરૃ થયેલી એશિયન ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતે કુસ્તીમાં ગોલ્ડ અને શૂટિંગમાં
બ્રોન્ઝ મેડલની સાથે શુભારંભ કર્યો હતો. ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શાનદાર
દેખાવ કરતાં ૬૫ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી
હતી.
જોકે
ભારતનો પવન કુમાર ૮૬ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઈલ રિપેચાર્જમાં મોંગોલિયાના
ફહરીન્શાય સામે બ્રોન્ઝ મેડલ બાઉટ હારી ગયો હતો.જ્યારે શૂટિંગમાં ભારતની અપૂર્વી
ચંદેલા અને રવિ કુમારની જોડીએ ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો
અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બ્રોન્ઝથી ભારતે ૧૮મી એશિયન ગેમ્સની મેડલ ટેબલમાં
ખાતુ ખોલાવ્યું હતુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો