સોમવાર, 20 ઑગસ્ટ, 2018

પોખરણમાં વધુ એક સફળતા, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું સફળ પરીક્ષણ

 https://www.gujaratsamachar.com/content_image/content_image_9f7bec43-b4aa-4edb-b280-bbab584027fb.jpeg
 
- મિસાઈલ હેલિના સૌથી એડવાન્સ એન્ટી ટેન્ક સિસ્ટમ છે
 
ભારતે રવિવારે સ્વદેશી ગાઈડેડ બોમ્બ-SAAW અને એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું રાજસ્થાનના પોખરણમાં જુદી-જુદી ફાયરીંગ રેન્જમાં સફળ પરીક્ષણ કર્યું. રક્ષા મંત્રાલય અનુસાર ચાંધણ રેન્જમાં વાયુ સેનાના વિમાનથી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વીપનનું સફળ પરીક્ષણ થયુ. 
 
હેલિનાનું પરીક્ષણ તેની સમગ્ર રેન્જમાં કરવામાં આવ્યુ. આ પરીક્ષણ સમગ્ર રીતે સફળ રહ્યુ અને ટેસ્ટ દરમિયાન પોતાના ટારગેટને પ્રાપ્ત કર્યુ. તમામ પેરામીટરને ટેલિમેટરી સ્ટેશન, ટ્રેકિંગ સિસ્ટમ અને હેલિકોપ્ટર દ્વારા માપવામાં આવ્યુ.

મિસાઈલને લોન્ચ કર્યા પહેલા ઈનફ્રેયર્ડ ઈમેજિંગ સીકર દ્વારા ઓપરેટ કરાયુ. આ સૌથી એડવાન્સ એન્ટી ટેન્ક સિસ્ટમ છે. મિશનના લોન્ચ દરમિયાન DRDO, ભારતીય સેનાના અધિકારી હાજર હતા. 
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો