સોમવાર, 20 ઑગસ્ટ, 2018


એશિયન ગેમ્સ 2018: પહેલવાન બજરંગ પૂનિયાએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ

https://www.gujaratsamachar.com/content_image/content_image_9f83a075-6f24-461a-9ce3-8731e0db781f.jpeg

 
18માં એશિયન ગેમ્સમાં પહેલવાન બજરંગ પુનિયાએ ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

આજે ગેમ્સના પહેલા દિવસે તેમણે પુરુષોના 65 કિલોગ્રામ ભારવર્ગ ફ્રિ સ્ટાઇલ સ્પર્ધાની ફાઇનલમાં જાપાનના તાકાતાની દાયચીને માત આપી.

સેમીફાઇનલમાં બજરંગે મંગોલિયાના બાટમગનાઇ બૈટચુલુનને 10-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ અગાઉ એશિયન ગેમ્સ 2018માં ભારતે પોતાનો પહેલો મેડલ શૂટિંગમાં હાસિલ કર્યો છે. 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતની અપૂર્વી ચંદેલા અને રવિ કુમારની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો