મંગળવાર, 14 ઑગસ્ટ, 2018


નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય મૂળના લેખક વી એસ નાયપોલનું 85 વર્ષની વયે નિધન
 Image result for vs naipaul
૧૯૭૧માં બૂકર પ્રાઇઝ અને ૨૦૦૧માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરાયા હતાં

ટ્રિનિદાદમાં જન્મેલા ભારતીય મૂળના નોબેલ પારિતોષિક વિજેતા લેખક વી એસ નાયપોલનું ૮૫ વર્ષની વયે નિધન થયું છે. નાયપોલે લંડનસ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. 

વી એસ નાયપોલનું પૂરું નામ વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ હતું. તેમનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૯૩૨માં ત્રિનિદાદના ચગવાનસમાં થયો હતો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું હતું. તેમની પ્રથમ નવલકથા 'ધ મિસ્ટિક મેસર' ૧૯૫૧માં પ્રકાશિત થઇ હતી. 

'
ઇન અ ફ્રી સ્ટેટ' નામના પુસ્તક માટે નાયપોલને ૧૯૭૧માં બુકર પ્રાઇઝ મળ્યું હતું.
૧૯૯૦માં ક્વિન એલિઝાબેથે નાઇટહૂડથી સન્માનિત કર્યા હતાં.
૨૦૦૧માં સાહિત્યનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. 

તેમણે ઇસ્લામિક ફન્ડામેન્ટાલિઝમ અંગે ૧૯૮૧માં 'એમોન્ગ ધ બિલિવર્સ' અને ૧૯૯૮માં 'બિયોન્ડ બિલિફ' નામના પુસ્તકો લખ્યા હતાં. 

સોમવાર, 13 ઑગસ્ટ, 2018

Organ Donation Day




એક અહેવાલ મુજબ, ઓછામાં ઓછા 5 લાખ ભારતીયો દર વર્ષે મૃત્યુ પામે છે કારણ કે કોઈ પણ સમયે વ્યક્તિના ક્રિયાશીલ અંગ ખરાબ થઇ શકે છે. તેઓ હજી પણ જીવે છે કારણ કે તેઓ તેમના જીવનથી સંતુષ્ટ નથી પણ કુદરતી આપત્તિને કારણે તેઓ તે કરી શકતા નથી. આશા કરતાં વધુ જીવવાનો સમય વધારીને અંગ પ્રત્યારોપણ તેના સુંદર જીવનમાં એક મોટી ભૂમિકા ભજવી શકે છે. ટ્રાન્સપ્લાન્ટ વ્યક્તિના જીવનમાં અંગ દાતા ભગવાનની ભૂમિકા ભજવે છે. તમારા સારા અંગોને  દાન કરીને, એક અંગ દાતા 8 કરતાં વધુ જીવન બચાવી શકે છે. 

અંગ દાન એ તબીબી સંશોધકોની ઉત્કટ અને સખત મહેનત છે, જેમણે માનવ જીવનમાં અંગ ટ્રાન્સપ્લાન્ટ સાથે સફળ પરિણામો પ્રાપ્ત કરવા માટે ઘણા નિષ્ફળતાઓ સાથે પ્રયોગ કર્યો છે. આખરે, તેમણે અંગ પ્રત્યારોપણની મહત્વપૂર્ણ પ્રક્રિયા પર સફળ થયા.
કયા અંગ દાન કરી શકાય?
  • કિડની
  • ફેફસા
  • હૃદય
  • આંખ
  • યકૃત
  • પાચન ગ્રંથી
  • આંતરડા
  • ત્વચા પેશી
  • નસ
  • કોર્નિયા


રવિવાર, 12 ઑગસ્ટ, 2018

શુક્રવાર, 10 ઑગસ્ટ, 2018


ભુજમાં ત્રિરંગાયાત્રા



- હમીરસર કાંઠે સર્જાશે દેશભક્તિનો માહોલ

- સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમનું આયોજન

- પોલીસ બેન્ડ તેમજ 72 બાઇક ઉપર 144 યુવાનો ત્રિરંગાયાત્રામાં જોડાશે

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે આગામી ૭૨માં સ્વાતંર્ત્ય પર્વની પૂર્વ સંધ્યાને ૧૪મી ઓગષ્ટે ભુજમાં ત્રિરંગાયાત્રા સાથે ભુજની શાનસમા હમીરસર તળાવના કાંઠે સમાપન સ્થળે દેશભક્તિનો માહોલ સર્જનારા સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિના ગીતોનો 'યાદ કરો કુરબાનીદ કાર્યક્રમ યોજાશે.


આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા 100 કરોડનું મ્યુઝિયમ બનશે


-નિઝરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આદિવાસી દિનની ઉજવણી
તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકા મથકે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઝાદી સમયે બલિદાન આપનારા આદિવાસી વિરોને યાદ કર્યા હતા. વિશાળ કાર્યક્રમમાં તેમણે ટુંકુ ભાષણ આપ્યું હતું અને નવી કોઇ જાહેરાત કરી નથી.
નિઝર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રથમવાર આદિવાસી વિસ્તારમાં ઉપસ્થિત રહી આદિવાસી સમાજના લોકો સાથે કાર્યક્રમની ઉજવણી કરી હતી. કાર્યક્રમ પૂર્વે નિઝર તાલુકા મથકે રેલીનું આયોજન થયું હતું. જેમાં આદિવાસી સમાજના દેવી-દેવોના વેશભૂષામાં સવાર ઘોડેસવારોએ અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.

કાર્યક્રમમાં માત્ર ૧૨ મીનીટના ટુંકા પ્રવચન દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી વિર સપૂતોને યાદ કર્યા હતા:
સોમનાથની રક્ષા માટે વેગડા ભીલ
રજવાડાઓની રક્ષા માટે તાત્યાભીલ
રૂપા નાયક બિરસામુંડા
જેવા ક્રાંતિકારોએ શહિદી વહોરી હતી. સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી દિને આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
સરકાર રાજપીપળા ખાતે ૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવશે.
તથા ૪૦ એકર વિસ્તારમાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટીનું નિર્માણ કરશે.



આજે વિશ્વસિંહ દિવસ-10th August



- આજે વિશ્વસિંહ દિવસ:સિંહ એક ખાનદાન પ્રાણી

- દેશની શાન ગિરનાં સિંહોનાં સંરક્ષણ માટે વિશેષ કાળજી દાખવવાની જરૂર
સિંહને જંગલનો રાજા અને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ સિંહોએ કરેલા હુમલાઓથી જેટલા માનવમૃત્યુ નિપજયા છે. તેના કરતા મનુષ્યએ વધારે સિંહોની હત્યાઓ કરી હોવાનું વનવિભાગના તારણમાં બહાર આવ્યું છે.

સિંહ ખુંખારની સાથે એક ખાનદાન પ્રાણી પણ છે. કારણ કે સિંહ કયારેય માનવ પર હુમલો કરતો નથી. પરંતુ જ્યારે સિંહને પોતાનાં જીવનુ જોખમ લાગે અથવા તેને ડર લાગે કે મનુષ્ય પોતાના પર હુમલો કરશે તેવા સંજોગોમાં સિંહ માનવ પર હુમલો કરતો હોય છે.


ગુરુવાર, 9 ઑગસ્ટ, 2018


વનબંધુ સશકિતકરણ માટેનાં નક્કર પગલા



  • વનબંધુ કલ્યાણ યોજના :  આદિજાતિ વિકાસ માટે રૂ. ૮૨,૦૦૦ કરોડની ફાળવણી.
  • પેસા એકટની જોગવાઈઓનો સઘન અમલ :  આદિજાતિ સમાજને જંગલની જળ-જમીન અને ગૌણ વનપેદાશોના એકત્રીકરણના અધિકારો આપી આર્થિક સશકિતકરણની પહેલ.
  • આદિવાસીઓના બંધરણીય અધિકારોનું રક્ષણ કરતા જાતિ પ્રમાણપત્ર માટેનો કાયદો તા. ૨૮-૦૩-૨૦૧૮ના રોજ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો.
  • ગુણવાત્તાસભર શિક્ષણ માટે ૯૧ એકલવ્ય શાળાઓ : ૩૦,૧૭૨ વિધાર્થીઓને શિક્ષણની સુવિધાઓ 
  • આદિજાતિ વિધાર્થીઓને  ઉચ્ચાશિક્ષણની તક પુરી પાડવા અને તેને વધારે ગુણવત્તાયુકત બનાવવા રાજય સરકાર દ્વારા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની (રાજપીપળા ખાતે) સ્થાપના કરી છે.
  • આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ લેનાર આદિવાસી વિશેના બલિદાનને ઉજાગર કરતું રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાયબલ મ્યુઝિયમ ગરૂડેશ્વર, રાજપીપળા ખાતે ૪૦ એકર જમીનમાં કરોડો ના ખર્ચે આકાર લેશે.
  • સમરસ હોસ્ટેલ :    મહાનગરોમાં કોલેજકક્ષાએ ભણતા આદિજાતિના વિધાર્થીઓ માટે ૧૦,૫૦૦ વિધાર્થીઓની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ.
  • મેડીકલ/ ઈજનેર અભ્યાસ માટે આદિજાતિના ૫૮૬૬ વિધાર્થીઓને ખાસ કોચિંગ : ચાલુ વર્ષમાં ,૮૮૧ વિધાર્થીઓ મેડીકલ પ્રવેશ માટે પાત્ર