મંગળવાર, 14 ઑગસ્ટ, 2018


નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય મૂળના લેખક વી એસ નાયપોલનું 85 વર્ષની વયે નિધન
 Image result for vs naipaul
૧૯૭૧માં બૂકર પ્રાઇઝ અને ૨૦૦૧માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરાયા હતાં

ટ્રિનિદાદમાં જન્મેલા ભારતીય મૂળના નોબેલ પારિતોષિક વિજેતા લેખક વી એસ નાયપોલનું ૮૫ વર્ષની વયે નિધન થયું છે. નાયપોલે લંડનસ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. 

વી એસ નાયપોલનું પૂરું નામ વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ હતું. તેમનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૯૩૨માં ત્રિનિદાદના ચગવાનસમાં થયો હતો. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું હતું. તેમની પ્રથમ નવલકથા 'ધ મિસ્ટિક મેસર' ૧૯૫૧માં પ્રકાશિત થઇ હતી. 

'
ઇન અ ફ્રી સ્ટેટ' નામના પુસ્તક માટે નાયપોલને ૧૯૭૧માં બુકર પ્રાઇઝ મળ્યું હતું.
૧૯૯૦માં ક્વિન એલિઝાબેથે નાઇટહૂડથી સન્માનિત કર્યા હતાં.
૨૦૦૧માં સાહિત્યનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. 

તેમણે ઇસ્લામિક ફન્ડામેન્ટાલિઝમ અંગે ૧૯૮૧માં 'એમોન્ગ ધ બિલિવર્સ' અને ૧૯૯૮માં 'બિયોન્ડ બિલિફ' નામના પુસ્તકો લખ્યા હતાં. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો