શનિવાર, 16 ડિસેમ્બર, 2017

 

- 16 ડિસેમ્બરને મનાવાય છે વિજય દિવસ તરીકે

- આજના દિવસે જ 1971માં ભારતે પાકિસ્તાનને યુદ્ધના મેદાનમાં ધૂળ ચાંટતું કર્યુ હતુ


ભારતીય સેનાના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે સમ્માન મેળવનાર અરૂણ ખેત્રપાલ 


સમગ્ર દેશમાં 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવ છે. આજના દિવસે જ 1971માં ભારતે પાકિસ્તાનને યુદ્ધના મેદાનમાં ધૂળ ચાંટતું કરી દીધું હતું. આ યુદ્ઘમાં અપ્રતિમ શૌર્ય દાખવનાર સેકન્ટ લેફ્ટનેન્ટ અરુણ ખેત્રપાલ એ સમયે માત્ર 21 વર્ષના હતા અને તેમણે યુદ્ધમાં એકલા હાથે 10 દુશ્મન ટેંકના ખાત્મો બોલાવી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. આ માટે તેમને મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત કરાયું હતું.

ભારતીય સેનાના ઈતિહાસમાં હજુ સુધી આટલની નાની ઉંમરે કોઈને આ સમ્માન નથી મળ્યું. મૂળ દિલ્હીના અરુણ ખેત્રપાલ ઇન્ડિયન મિલિટરી એકેડમી(IMA)માંથી પાસ થઈને બહાર નીકળ્યા કે તરત જ 1971નું યુદ્ધ શરુ થઈ ગયું. તેમણે સામેથી પોતાના અધિકારીઓ પાસે યુદ્ધ મોરચે જવા માગણી કરી હતી. અરુણનું પોસ્ટિંગ સ્ક્વોડ્રન 17 પુનાહોર્સમાં કરવામાં આવ્યું હતું. આ ટુકડીને પંજાબ-જમ્મૂના સેક્ટર શકરગઢમાં તહેનાત કરાઈ હતી. 16 ડિસેમ્બરના દિવસે જ અહીં પાકિસ્તાની સેનાએ ટેંક રેજિમેન્ટ સાથે હુમલો કરી દીધો. પરંતુ અર્જુને એકલા હાથે પાકિસ્તાની સેનાની આગેવાની કરતી 10 જેટલી ટેંકનો ભિષણ યુદ્ધમાં ખાત્મો બોલાવી પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી હતી.

અપ્રતીમ શૌર્ય અને સાહસ દર્શાવતા અરુણે આ યુદ્ધમાં શહીદી વહોરી હતી. યુદ્ધ દરમિયાન તેમની ટેન્કમાં પણ આગ લાગી હતી પરંતુ છેવટ સુધી લડાતા રહ્યા અને દુશ્મનોનો દાંત ખાટા કરી નાખ્યા. 1971ના યુદ્ધમાં વિજય માટે ઉજવામાં આવાતા 16 ડિસેમ્બરના દિવસે અરુણની શહીદીને યાદ ન કરીએ તો 1971ના યુદ્ધની વાત અધૂરી રહે છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે અરુણના પિતા બ્રિગેડિયર એમ.એલ. ખેત્રપાલ પણ આ જ યુદ્ધમાં અલગ મોરચે પાકિસ્તાન સામે લડી રહ્યા હતા.

16 ડિસેમ્બર 1971ના રોજ રેડિયો દ્વારા પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતના વિજયની જાહેરાત થઈ ત્યારે સમગ્ર દેશની સાથે ખેત્રપાલ પરીવાર પણ ખુશી મનાવતો હતો પરંતુ ત્યારે જ તેમને સમાચાર મળ્યા કે તેમનો વહાલસોયો પુત્ર અરુણ હવે ક્યારેય ઘરે પરત નહીં ફરે. યુદ્ધના કેટલાક વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના સૈન્ય દ્વારા મૈત્રાચાર નિમિત્તે અરુણના પિતા બ્રિગેડિયર ખેત્રપાલ કેટલાક સૈન્ય અધિકારીઓ સાથે પાકિસ્તાન ગયા હતા. જ્યાં તેમને પાકિસ્તાની સેનાના બ્રિગેડિયર મોહમ્મદ નાસિર મળ્યા હતા. તેમણે સામે ચાલીને બ્રિગેડિયર ખેત્રપાલને કહ્યું કે અરુણ એક ચિત્તાની જેમ યુદ્ધના મેદાનમાં લડ્યો હતો.અમે તેની બહાદુરીને સલામ કરીએ છીએ. બ્રિગેડિયર નાસિર યુદ્ધ દરમિયાન અરુણ વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા હતા.

શુક્રવાર, 15 ડિસેમ્બર, 2017


INS કલવારી: ભારતીય નૌકાદળમાં પ્રથમ સ્કોર્પિન-વર્ગના સબમરિનનો સમાવેશ



આઈએનએસ કળવારી 17 વર્ષથી વધુ સમયથી ભારત નેવીમાં સામેલ થનાર પ્રથમ પરંપરાગત સબમરીન હશે. આઇએનએસ સિંધુશસ્ત્રે છેલ્લે જુલાઇ 2000 માં પરંપરાગત ડીઝલ- ઇલેક્ટ્રીક સબમરીનનો સમાવેશ કર્યો હતો, જે રશિયા પાસેથી ખરીદવામાં આવ્યો હતો.

INS કલવારી

INS કલવારી ભારતીય નૌકાદળમાં સૌથી આધુનિક અણુ સ્ટીલ્થ સબમરીન છે. 'કલવારી' મલયાલમ શબ્દ છે જેનો અર્થ ઊંડા સમુદ્રી વાઘ શાર્ક છે. તે તેના ચપળતા, શક્તિ અને હિંસક કૌશલ્યોને પ્રતિબિંબિત કરે છે. INS કલવારીની લંબાઈ 67.5 મીટર અને 12.3 મીટરની ઉંચાઈ છે અને તેનું વજન 1,565 ટન અને 1600 ટનની વિસ્થાપન ક્ષમતા છે.

INS કલવારી બે માણસ દ્વારા સંચાલિત છે જે 1250 KW, અત્યંત શાંત ડીઝલ-ઇલેક્ટ્રિક એન્જિન છે, તેને પાણીની અંદર શોધવું ખૂબ મુશ્કેલ છે. તે અત્યંત અદ્યતન કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ અને એક સુવિધાયુક્ત સંકલિત પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ ધરાવે છે.

તે ઉષ્ણકટિબંધ સહિત તમામ થિયેટર્સમાં કામ કરવા માટે રચાયેલ છે અને કોઈ પણ આધુનિક સબમરીન જેવા કે સબમરીન વિરોધી યુદ્ધ, વિરોધી સપાટીની લડાઇ, ગુપ્ત માહિતી ભેગી કરવી, વિસ્તારની દેખરેખ કરવી, ખાણ બિછાવવુ વગેરે દ્વારા હાથ ધરવામાં આવે છે.
રાજસ્થાન - હિન્દીમાં email id રજૂ કરવા માટે પ્રથમ રાજ્ય બન્યું

ભારતમાં રહેવાસીઓ માટે મફત ઈમેઈલ એડ્રેસ લોન્ચ કરવા રાજસ્થાન પ્રથમ રાજ્ય બન્યું છે. આ સુવિધા name@rajasthan.bharat (દેવનાગરી લિપિમાં) પર ઉપલબ્ધ રહેશે.

આ પહેલનો હેતુ ઇ-ગવર્નન્સ તરફ લોકોની મહત્તમ ભાગીદારીને નિશ્ચિત કરવા અને સ્થાનિક ભાષામાં મહત્તમ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવાનું છે.


આ પ્રોજેક્ટ રાજ્ય IT વિભાગ દ્વારા અમલમાં આવ્યો છે, ખાનગી IT કંપનીઓ સાથે ઇનસોર્સિંગના સ્વરૂપમાં ભાગીદારી. આ પહેલ 'રાજસ્થાન ડિજીકિટ'(Rajasthan DigiKit’) નો નાનો ભાગ છે, જેણે રાજ્યમાંથી એક કરોડથી વધુ લોકોનું નામ નોંધાવ્યું છે. 

આ પહેલની પ્રથમ email - id મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા casundhara@rajasthan.bharat (દેવનાગરીમાં) દ્વારા બનાવવામાં આવી હતી . 

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં હિન્દીમાં ઈમેઈલ આઈડી હશે. હિન્દી email - id બધા ઈન્ટરનેટ યુઝર્સને ઓફર કરવામાં આવશે.
ભારતીય ઓલિમ્પિક એસો.ના પ્રમુખ તરીકે નરેન્દ્ર બત્રા



- ચૂંટણીના પરીણામો અંગે દિલ્હી હાઈ કોર્ટના અંતિમ આદેશો ઈંતજાર

-  બત્રા આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના પ્રમુખ છે

આંતરરાષ્ટ્રીય હોકી એસોસિએશનના વડા નરેન્દ્ર બત્રા ચાર વર્ષની ટર્મ માટે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.


જ્યારે સેક્રેટરી તરીકે રાજીવ મહેતાની નિયુક્તિ થઈ હતી


અમરનાથ વિસ્તાર નહીં માત્ર ગુફા જ 'સાયલન્સ ઝોન' ગણાશે : ગ્રીન ટિબ્યુનલ



- વિરોધ બાદ એનજીટીની સ્પષ્ટતા

- ગુફા સિવાયના પગથિયા નીચેના વિસ્તારોમાં ધૂન- મંત્રોચ્ચાર, જયકાર, ભજનો ગાવાની છૂટ ગુફામાં 
મહાશિવલિંગને ધ્વનિ, ગરમી કે અન્ય પ્રદૂષણથી નુકસાન ન થાય તેવો હેતુ

અમરનાથ ગુફામાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે અવાજ પર પ્રતિબંધ મૂક્યા બાદ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રતિબંધ ગુફામાં ધૂન- મંત્રોચ્ચાર કે ભજન ગાવા પર નથી. અમરનાથજી શિવલિંગ સામે શ્રદ્ધાળુઓને શાંતિપૂર્વક ઉભા રહી શાંતિ જાળવવાનો એનજીટીનો આદેશ હતો.

અમરનાથ વિસ્તારને 'સાયલન્સ ઝોન' જાહેર કરવાના પહલાનો વિરોધ થયા બાદ એનજીટીએ સ્પષ્ટતા કરી હતી કે અમરનાથનો સમગ્ર વિસ્તાર સાયલન્સ ઝોન નથી આ પ્રતિબંધ ગુફા સુધી જતા પગથિયા કે અન્ય વિસ્તારોમાં લાગુ પડતો નથી.

ટ્રિબ્યુનલે વધુમાં જણાવ્યું હતું કે બોર્ડના નિયમ મુજબ છેલ્લા ૩૦ પગથયા પર કોઈ પ્રતિબંધિત વસ્તુ લઈ જઈ શકાશે નહી. પગથિયાની નીચેના વિસ્તારમાં કોઈ જ પ્રતિબંધ નથી. પ્રતિબંધ માત્ર અમરનાથની ગુફા પૂરતો જ મર્યાદિત છે.  જેથી મહા શિવલિંગને અવાજ, ગરમી કે અન્ય પ્રદૂષણથી નુકસાન ન થાય.



દેશના પ્રથમ મહિલા લોકસભા મહાસચિવ સ્નેહલત્તા શ્રીવાસ્તવ

- જાણો તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો


દેશના પ્રથમ મહિલા લોકસભા મહાસચિવ સ્નેહલત્તા શ્રીવાસ્તવ 

શુક્રવારથી શરૂ થયેલ સંસદના શિયાળુ સત્રમાં લોકસભા મહાસચિવ સુમિત્રા મહાજને દેશના પ્રથમ મહિલા લોકસભા મહાસચિવ સ્નેહલત્તા શ્રી વાસ્તવનો પરિચય સંસદ સભ્યો સાથે કરાવ્યો.
સ્નેહલત્તા દેશના પ્રથમ મહિલા છે જેમને લોકસભા મહાસચિવ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. તે 30 નવેમ્બર 2018 સુધી આ પદ માટે પોતાની સેવા આપશે.

અગાઉ સ્નેહલત્તાની નિમણૂક સંબંધિત લોકસભા સચિવાલય દ્વારા એક સૂચના રજૂ કરવામાં આવી હતી. તેમણે એક ડિસેમ્બરે પદ સંભાળ્યુ હતુ.
તેમનો કાર્યકાળ 30 નવેમ્બર 2018 સુધી રહેશે. તેમણે અનુપ મિશ્રાના પદને છોડીને એક દિવસ બાદ પદભાર ગ્રહણ કર્યો છે. મિશ્રાનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થયો હતો.

લોકસભાના ઈતિહાસમાં એવુ પહેલીવાર થયુ કે જ્યારે કોઈ મહિલા મહાસચિવ બન્યા હોય. તેના પહેલા રમા દેવી રાજ્યસભાના પ્રથમ મહિલા જનરલ સેક્રેટરી હતા.
1982 બેચના મધ્ય પ્રદેશ કાડરના સ્નેહલત્તા શ્રી વાસ્તવ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસમાં સેક્રેટરી પદથી રિટાયર થયા છે. તેઓ અગાઉ કેન્દ્ર સરકારમાં નાણાં મંત્રાલય અને નાબાર્ડ જેવી જગ્યાઓ પર કામ કરી ચૂક્યા છે.

ગુરુવાર, 14 ડિસેમ્બર, 2017

આંધ્રપ્રદેશમાં ભારતનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્લસ્ટર સ્થાપવામાં આવશે



ભારતના પ્રથમ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્લસ્ટર (Electronic Manufacturing Cluster -EMC) આંધ્ર પ્રદેશમાં આવશે. 

મોબાઈલ અને થી સંબંધિત પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સુવિધાઓ અને સગવડો પૂરી પાડવા માટે માટે EMC ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. 2012માં કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (Ministry of Electronics and Information Technology - MeitY) દ્વારા, ભારતમાં ક્લસ્ટરની સ્થાપના માટે ગ્રાન્ટ-ઇન-એઇડ સાથે ભારતમાં EMC સ્થાપવાની જાહેરાત કરી હતી.