શુક્રવાર, 15 ડિસેમ્બર, 2017

દેશના પ્રથમ મહિલા લોકસભા મહાસચિવ સ્નેહલત્તા શ્રીવાસ્તવ

- જાણો તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો


દેશના પ્રથમ મહિલા લોકસભા મહાસચિવ સ્નેહલત્તા શ્રીવાસ્તવ 

શુક્રવારથી શરૂ થયેલ સંસદના શિયાળુ સત્રમાં લોકસભા મહાસચિવ સુમિત્રા મહાજને દેશના પ્રથમ મહિલા લોકસભા મહાસચિવ સ્નેહલત્તા શ્રી વાસ્તવનો પરિચય સંસદ સભ્યો સાથે કરાવ્યો.
સ્નેહલત્તા દેશના પ્રથમ મહિલા છે જેમને લોકસભા મહાસચિવ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. તે 30 નવેમ્બર 2018 સુધી આ પદ માટે પોતાની સેવા આપશે.

અગાઉ સ્નેહલત્તાની નિમણૂક સંબંધિત લોકસભા સચિવાલય દ્વારા એક સૂચના રજૂ કરવામાં આવી હતી. તેમણે એક ડિસેમ્બરે પદ સંભાળ્યુ હતુ.
તેમનો કાર્યકાળ 30 નવેમ્બર 2018 સુધી રહેશે. તેમણે અનુપ મિશ્રાના પદને છોડીને એક દિવસ બાદ પદભાર ગ્રહણ કર્યો છે. મિશ્રાનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થયો હતો.

લોકસભાના ઈતિહાસમાં એવુ પહેલીવાર થયુ કે જ્યારે કોઈ મહિલા મહાસચિવ બન્યા હોય. તેના પહેલા રમા દેવી રાજ્યસભાના પ્રથમ મહિલા જનરલ સેક્રેટરી હતા.
1982 બેચના મધ્ય પ્રદેશ કાડરના સ્નેહલત્તા શ્રી વાસ્તવ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસમાં સેક્રેટરી પદથી રિટાયર થયા છે. તેઓ અગાઉ કેન્દ્ર સરકારમાં નાણાં મંત્રાલય અને નાબાર્ડ જેવી જગ્યાઓ પર કામ કરી ચૂક્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો