શુક્રવાર, 12 એપ્રિલ, 2019


રૂસે પીએમ મોદીને આપ્યો રશિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેન્ટ એંડ્રયૂ એવોર્ડ

નરેન્દ્ર મોદીને વિશ્વનું વધુ એક સન્માન મળ્યું છે. રૂસે પીએમ મોદીને પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન- સેન્ટ એંડ્રયૂ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસોમાં પીએમને ઘણા આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે. હામલામાં યૂએઈએ પણ તેમને જાયદ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. 
રૂસી દૂતાવાસે પોતાના એક નિવેદનમાં કહ્યું છે, 12 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સેન્ટ એંડ્રયૂ એટલે કે રૂસનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ સન્માન ભારત અને રૂસના સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવ્યું છે. 


બુધવાર, 10 એપ્રિલ, 2019


CRPFના શૌર્ય દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોન્ચ કરી 'વીર પરિવાર' મોબાઈલ એપ

રાષ્ટ્રપતિએ શહીદોના પરિવારજનોને , મેડલ આપી કર્યા સન્માનિત
સી.આર.પી.એફ. , આજે 54 માં , શૌર્ય દિવસની ઉજવણી કરી રહી છે. 
વર્ષ 1965માં , આજના દિવસે , સી.આર.પી.એફ.ની , નાની ટુકડીએ ગુજરાતના , કચ્છના ,રણમાં સરદાર પોસ્ટ પર  બહાદુરીથી લડતા , પાકિસ્તાની બ્રિગેડના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. 
સી.આર.પી.એફ.ના જવાનોએ , પાકિસ્તાનના , 34 સૈનિકોને ઠાર કર્યા હતા. જેમાં સી.આર.પી.એફ.ના છ સૈનિક શહિદ થયા હતા. કેન્દ્રીય રિઝર્વ, પોલીસ દળ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નવ એપ્રિલને શૌર્ય દિવસના રૂપમાં ઉજવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે , આ પ્રસંગે , નવી દિલ્હીના રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ , સી.આર.પી.એફ. જવાનોના પરિવારજનોને વીરતા મેડલ પણ , એનાયત કર્યા હતા.તથા રાષ્ટ્રપતિએ આ પ્રસંગે , સી.આર.પી.એફ. - વીર પરિવાર નામની મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી.

ભારતની મહિલા હોકી ટીમે મલેશિયા સામેની શ્રેણી જીતી

 

- ચોથી મેચમાં ભારતનો ૧-૦થી વિજય

- આજે સાંજે 5.30થી આખરી મુકાબલો


ભારતની મહિલા હોકી ટીમે મલેશિયા સામેની હોકી સિરીઝ જીતી લીધી હતી. આજે રમાયેલી ચોથી મેચમાં ભારતે જોરદાર સંઘર્ષ કરતાં ૧-૦થી મલેશિયાને હરાવ્યું હતુ. આ સાથે પાંચ મેચની શ્રેણીમાં ભારતે ૩-૦થી અજેય સરસાઈ હાંસલ કરી લીધી હતી.
અગાઉ રમાયેલી પ્રથમ હોકી મેચમાં ભારતે ૩-૦થી અને ત્યાર બાદની બીજી મેચમા ભારતે ૫-૦થી મલેશિયાને હરાવ્યું હતુ. જોકે ત્રીજી મેચમાં તેમણે જોરદાર કમબેક કરતાં ભારત પર એક તબક્કે હારનું દબાણ સર્જ્યું હતુ. જોકે આખરી ક્વાર્ટરમાં ભારતના શાનદાર દેખાવને પરીણામે મેચ ૪-૪થી ડ્રો થઈ હતી. 
આજે રમાયેલી શ્રેણી ચોથી મેચમાં ભારત તરફથી એકમાત્ર ગોલ લાલ્રેમ્સિમિએ ફટકાર્યો હતો. આ સિરીઝની ચારય મેચમાં તેણે ગોલ ફટકારવાની અનોખી સિદ્ધિ પણ હાસંલ કરી હતી. હવે સિરીઝની પાંચમી અને આખરી મેચ આવતીકાલે ગુરુવારે સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૃ થશે. 
હવે ૨૦૨૦માં ટોકિયો ઓલિમ્પિક યોજાવાના છે, ત્યારે ભારતીય મહિલા હોકી ટીમને આ અનુભવ આગળ જતાં કામમાં આવશે. ભારત હવે ઓલિમ્પિકમા ક્વોલિફાય થવા તરફ મીટ માંડી રહ્યું છે.

કોહલીને સતત ત્રીજા વર્ષે 'વિઝડન'નું સન્માન : વિશ્વનો ટોચનો ક્રિકેટર જાહેર


- કોહલીના ૨૦૧૮માં ૬૮.૩૭ની સરેરાશ સાથે ૨,૭૩૫ આંતરરાષ્ટ્રીય રન અને ૧૧ સદી

- ભારતની સ્મ્રિતિ મંધાના પણ મર્યાદિત ઓવરોમાં ટોચ મહિલા ક્રિકેટર જાહેર : રાશિદ સતત બીજા વર્ષે લિડિંગ ટી-૨૦ ક્રિકેટર


ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાતા વિઝડન ક્રિકેટર્સ અલમાનક - સામયિકે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટ્સમેન તરીકેની વિશિષ્ટ પ્રતિભાને બિરદાવતા સતત ત્રીજા વર્ષે તેને 'લિડિંગ ક્રિકેટર ઈન ધ વર્લ્ડ ' જાહેર કર્યો હતો. વિઝડનના ફાઈવ ક્રિકેટર ઓફ ધ યરમાં પણ કોહલીને સ્થાન આપવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૧૮ના ઈંગ્લિશ સમરના (ઈંગ્લેન્ડમાં ઉનાળા દરમિયાન રમાયેલા ક્રિકેટ) દેખાવને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલા વર્ષના શ્રેષ્ઠ પાંચ ક્રિકેટરોમાં કોહલીની સાથે ઈંગ્લેન્ડના જોશ બટલર, સેમ કરન અને રોરી બર્ન્સને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ટેમી બેઉમોન્ટનો પણ વિઝડનની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત માટે ગૌરવની બાબત એ છે કે, કોહલીની સાથે સાથે મહિલા ક્રિકેટર સ્મ્રિતિ મંધાનાને મહિલા ક્રિકેટના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં  ટોચની ખેલાડી જાહેર કરવામાં આવી છે. જ્યારે અફઘાનિસ્તાનના રાશિદ ખાને સતત બીજા વર્ષે ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટના શ્રેષ્ઠ ખેલાડી તરીકેનો દબદબો જારી રાખ્યો છે. સ્મ્રિતિ મંધાનાએ મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં ૧,૨૯૧ રન ફટકાર્યા હતા. 

મંગળવાર, 9 એપ્રિલ, 2019

સૈન્યને સ્વદેશી તોપ 'ધનુષ' મળી 38 કિ.મી. સુધી નિશાન સાધવા સક્ષમ

 


- સંપૂર્ણ ઓટોમેટિક તોપ ધનુષ એક મિનિટમાં છ ફાયરિંગ કરશે

- 18 કરોડની કિંમતે તૈયાર થયેલી તોપ ધનુષ હાડ ગાળતી ઠંડીમાં અને આકરા તાપમાં એક સરખું કામ આપશે


સ્વદેશી બનાવટની પ્રથમ તોપનું સન્માન મેળવી રહેલી ધનુષ સત્તાવાર રીતે સૈન્ય સાથે જોડાઈ ગઈ છે. એક મિનિટમાં છ ફાયરિંગ કરવાની ક્ષમતા ધરાવતી ધનુષ ગન ૩૮ કિલોમીટર સુધી નિશાન સાધી શકશે. લગભગ ૧૧૫ તોપોનો ઓર્ડર કરાયો હતો, તેમાંથી પ્રથમ જથ્થો આર્મીને સોંપવામાં આવ્યો હતો.
સંપૂર્ણ સ્વદેશી બનાવટની તોપ ધનુષનો પ્રથમ જથ્થો સૈન્યને આપવામાં આવ્યો હતો. હાડ ગાળતી ઠંડી અને આગ ઝરતા ઉનાળામાં પણ આ તોપ એકસરખી ક્ષમતાથી કામ કરશે. દેશી બોફોર્સ ગણાતી આ તોપ ૩૮ કિલોમીટરની મારણ ક્ષમતા ધરાવે છે. સંપૂર્ણ રીતે ઓટોમેટિક આ તોપ એક મિનિટમાં છ ફાઈરિંગ કરવા સક્ષમ છે.
આર્મીના સહકારથી બનેલી ધનુષનો ૧૧૫ ગનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, તેમાંથી પ્રથમ છ ગન તૈયાર થઈ જતાં પ્રથમ જથ્થો આર્મીને સોંપવામાં આવ્યો હતો.
કોલકાત્તામાં યોજાયેલા એક કાર્યક્રમમાં સિનિયર લશ્કરી અધિકારીઓને આ જથ્થો સોંપાયો હતો. ડીઆરડીઓમાં તોપની ક્ષમતા અંગે સંશોધન થયું હતું. ભારતમાં આબોહવાને ધ્યાનમાં રાખીને ગરમી, ઠંડી એમ બંનેમાં સરખું કામ આપે તે માટે સંશોધકોએ ભારે મહેનત કરી હતી.
આ તોપનું વજન ૧૩ ટન જેટલું છે અને તેની કિંમત ૧૮ કરોડ હોવાનું મનાય છે. ભારતીય લશ્કરના પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત આ તોપનું પ્રોડક્શન થયું હતું. સ્વેદેશી બનાવટની આ તોપથી સૈન્ય સજ્જ થતાં સૈન્યની શક્તિમાં વધારો થયો હતો.
રણમાં રસ્તો કાપતા મતદાતા

 
આઝાદી બાદની ચૂંટણીઓમાં આજે છે તેટલા મતદાન મથકોની સુવિધા ન હતી. એખ મતદાન મથકમાં મોટો વિસતાર આવરી લેવામાં આવતો હતો. ખાસ કરીને રાજસ્થાનના રણ વિસ્તારોમાં આવુ વધારે હતું. રાજસ્થાનમાં એ સમયે છુટા છવાયા નાના નાના ગામડાઓ આવેલા હતા. જેમાં ૩૦થી ૪૦ લોકો રહેતા હોય. આ બધા લોકો માટે નજીકના કોઇ મોટા વિસ્તારમાં મતદાન મથક રખાતું. જ્યાં આસપાસના આવા નાના ગાડાઓના લોકો આવીને મત આપતા. તે સમયે પરિવહનની ખાસ કંઇ સુવિધા પણ નહોતી. માટે આવા વિસ્તારમાં લોકો ચાલીને અથવા તો ઉંટ પર મતદાન મથક પર પહોંચતા. આ ફોટોમાં આવી રીતે જ રણમાં રસ્તો કાપતા મતદારોનો છે.

૧૩૩ બેઠક, મુદ્દો એક  ફોરેસ્ટ રાઈટ એક્ટ 

આજની તારીખે દેશની ૫૧૭માંથી ૧૩૩ બેઠક એવી છે
, જ્યાં આદિવાસી મતદાતાઓ મોટી સંખ્યામાં છે. 
સામાન્ય રીતે બધી સરકારની નીતિ એવી રહેતી હોય છે કે જંગલની જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવી અથવા તો વિકાસનું કારણ આગળ ધરીને જંગલના મૂળ રહેવાસીઓને ત્યાંથી તડીપાર કરી દેવા. ગીરમાં રહેતા નેસવાસીઓ હોય કે પછી ઓડિશામાં રહેતા આદિવાસીઓ હોય.. સરકારનું વલણ આ બધા વનવાસીઓ પ્રત્યે ઓરમાયું રહ્યું છે. 

એ માટે ૨૦૦૬માં કાયદો પસાર થયો હતો, 'ફોરેસ્ટ રાઈટ એક્ટ (એફઆરએ), ૨૦૦૬'. આ કાયદાનો અમલ બધા રાજ્યોએ કરવાનો છે, પણ થઈ નથી રહ્યો. કાયદામાં કેટલીક ગરબડ છે, એટલે જો અમલ બરાબર ન કરવામાં આવે તો વનવાસીઓએ જંગલની બહાર નીકળી જવું પડે. ટૂૂંકમાં અત્યારે સ્થિતિ એવી છે કે આદિવાસીએ અને પર્યાવરણની તરફેણમાં હોવા છતાં સરકારની ગરબડને કારણે આ કાયદો વનવાસીઓને પસંદ નથી. વળી કાયદો બનાવતી વખતે વનવાસીઓનો મત પણ લેવાયો નથી.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે કાયદો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આજની તારીખે દેશની ૫૧૭માંથી ૧૩૩ બેઠક એવી છે, જ્યાં આદિવાસી મતદાતાઓ મોટી સંખ્યામાં છે. બીજી ૧૨૪ બેઠક એવી છે, જ્યાં આદિવાસી મતોની સંખ્યા ૧૦ ટકાથી વધારે છે. જે બેઠક પર આ કાયદો લાગુ થવા જશે ત્યાં મતદાતાઓ નારાજ થશે એ નક્કી વાત છે.

કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સ લર્નિંગ એન્ડ એડવોકસી નામના સંગઠને સર્વે કર્યો તો ખબર પડી કે જે સરકારે કાયદાનો બળજબરી પૂર્વક અમલ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યાં બેઠકોમાં નુકસાન થયું છે. જેમ કે થોડા વખત પહેલા રાજસ્થાન-મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી હતી. એ બન્ને ચૂંટણીમાં કોંગ્રેસે મેનિફેસ્ટોમાં એફઆરએ લાગુ કરવા અંગે ખાસ મુદ્દા લખ્યા ન હતા.

એટલે કે આદિવાસીઓની ચિંતા વધારી ન હતી. પરિણામ એ આવ્યું કે કોંગ્રેસની બેઠકો વધી, સરકાર પણ બની. ભલે એકલા આ મુદ્દે સરકાર ન બની હોય, પરંતુ આ મુદ્દો સરકાર સર્જનમાં મહત્ત્વનો રહ્યો હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. 
એફઆરએ જ્યાં સીધો અસર કરે એમ છે એવી ૧૩૩ બેઠકમાંથી ૨૦૧૪માં ભાજપને ૭૯ બેઠક મળી હતી, કોંગ્રેસને પાંચ મળી હતી. પરંતુ કોંગ્રેસનો બીજો ક્રમ રહ્યો હોય એવી બેઠક સંખ્યા ૮૩ હતી. વળી એ ચૂંટણી વખતે આ કાયદો લાગુ કરવા માટે સરકાર સક્રિય ન હતી. આ વખતે અમુક વિસ્તારોમાં સખ્તાઈપૂર્વક અમલ શરૂ થઈ ચૂક્યો છે. તેનું પરિણામ શું આવે એ તો ચૂંટણી પરિણામ વખતે જ ખબર પડશે.


ગ્રીન બોનસ નહીં આપનારી સરકારને રેડ સિગ્નલ?

ગુજરાત અને હિમાચલ પ્રદેશની પર્યાવરણ નીતિ એક સરખી હોય તો ન ચાલે કેમ કે ગુજરાત મેદાની રાજ્ય છે, હિમાચલ પહાડી છે. આ મુદ્દા ધ્યાનમાં રાખીને પહાડી રાજ્યો માટે અલગ પર્યાવરણિય નીતિ ઘડાઈ છે. એકાદ દાયકા પહેલા નક્કી થયું કે પહાડી રાજ્યોને કેન્દ્ર સરકાર પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ ફંડ આપે, ફંડનું નામ રાખ્યું ગ્રીન બોનસ. એ ફંડનો ઉપયોગ વન્ય-પર્યાવરણ સંરક્ષણ માટે કરવાનો હતો. ૨૦૦૯માં નક્કી થયું ત્યારે હિમાલયના રાજ્યો જમ્મુ-કાશ્મીરથી સિક્કીમ સુધીને અમુક હજાર કરોડ દર વર્ષે આપવાની વાત નક્કી થઈ હતી.
સરકારી યોજના આગળ ચાલી, થોડા વર્ષો પછી અમલ કરવાનું નક્કી થયું. અમલીકરણ થાય ત્યાં જ ૨૦૧૪માં કેન્દ્ર સરકાર બદલી ગઈ. એ વખતે ઉતરાખંડમાં કોંગ્રેસની સરકાર હતી. ઉતરાખંડને ગ્રીન બોનસ માટે ૧૨૦૦ કરોડ દર્ષે આપવાનું નક્કી થયું હતુ. એમાંથી ૬૫ કરોડનો હપ્તો તો મળી પણ ગયો હતો.

આ રકમની ફાળવણી આયોજન પંચે કરવાની હતી. નવી સરકારે આયોજન પંચને બદલીને નીતિ આયોગ કરી નાખ્યું હતુ. નીતિ આયોગે આ રકમ આપવાની કોઈ વાત ન કરી. એ વાતને પણ પાંચ વર્ષ વીતી ગયા. હવે ચૂંટણી આવી એટલે પહાડી રાજ્યોમાં ફરીથી ગ્રીન બોનસનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે.
ગ્રીન બોનસની અપેક્ષા રાખવી અઘરી છે, કેમ કે ઘણા ખરા રાષ્ટ્રીય નેતાઓ હરીફોને ગાળો દેવા સિવાય કોઈ મુદ્દાની વાત નથી કરતા. એટલે ચૂંટણી વખતે પર્યાવરણ કે પછી ગ્રીન બોનસ અંગે કોઈ સ્ટેજ ઉપરથી કંઈ કહે એ અપેક્ષા રાખવી વધારે પડતી છે. બીજી તરફ આલિશાન હોટેલમાં પર્યાવરણ સંમેલનો યોજતા પર્યાવરણપ્રેમીઓ પણ આ અંગે મૌન છે.

સોમવાર, 8 એપ્રિલ, 2019

ઓસ્ટ્રેલિયાના ગ્રીમ રીડ ભારતીય મેન્સ હોકી ટીમના નવા કોચ


Image result for graeme-reid-appointed-as-new-coach 

-     ભારતીય હોકી ટીમને ચાર મહિના બાદ નવા કોચ મળ્યા

-     કોચ રીડે ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયાને નંબર-૧ ટીમ બનાવી હતી


ભારતની મેન્સ હોકી ટીમના હેડ કોચ તરીકે ગ્રેહામ રીડની વરણી કરવામાં આવી છે. ૫૪ વર્ષીય રીડ હાલ બેંગાલુરુ ખાતે યોજાઇ રહેલા નેશનલ કેમ્પ દરમિયાન ભારતીય ટીમ સાથે જોડાઇ જશે. રીડને વર્ષ ૨૦૨૦ના અંત સુધીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અલબત્ત, રીડના માર્ગદર્શન હેઠળ ટીમનો દેખાવ સારો રહેશે તો આ કરાર ૨૦૨૨ના એફઆઇએત વર્લ્ડકપ સુધી લંબાવવામાં આવી શકે છે. ભારતીય ટીમના છેલ્લા કોચ હરેન્દ્ર સિંહ હતા. પરંતુ હરેન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે ભારતે હોકી વર્લ્ડકપમાં નબળા દેખાવ રહેતા તેમને વિદાય આપવામાં આવી હતી. આમ, ભારતીય ટીમને ચાર મહિના બાદ નવા કોચ મળ્યા છે.

૧૩૦ આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ ધરાવતા રીડે ઓસ્ટ્રેલિયા માટે ડિફેન્ડર-મિડફિલ્ડરની ભૂમિકા સંભાળી હતી. ૧૯૯૨ બાર્સોલોના ઓલિમ્પિક્સમાં ઓસ્ટ્રેલિયાએ સિલ્વર મેડલ જીત્યો ત્યારે રીડ તે ટીમના સદસ્ય હતા. આ ઉપરાંત ૧૯૮૪, ૧૯૮૫, ૧૮૯, ૧૯૯૦માં ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું ત્યારે તેમાં પણ રીડ ટીમના સદસ્ય હતા. રીડ ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયાના હેડ કોચ હતા. તેમના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયા નંબર-૧ બન્યું હતું.

ભારતીય મેન્સ ટીમનો તાજેતરમાં અઝલન શાહ હોકીની ફાઇનલમાં પરાજય થયો હતો. આ ઉપરાંત ભુવનેશ્વર ખાતે યોજાયેલા હોકી વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.