ગુરુવાર, 8 માર્ચ, 2018


આંદામાનમાં ૧૬ દેશોની નૌકા કવાયત શરૃ : ભારતના ૧૭ યુધ્ધ જહાજ જોડાયા


- ૧૯૯૫માં પહેલી વાર 'મિલન' કવાયત હાથ ધરાઇ હતી
- આઠ દિવસીય કવાયતમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને સિંગાપોર પણ જોડાયા

- કટોકટીના કારણે માલદિવ્સે કવાયતમાં ભાગ લેવાના ભારતના આમંત્રણનો ઇનકાર


એશિયા વિસ્તારમાં વધતી જતી ગંતદીલી વચ્ચે ભારતીય નૌકા દળે આંદામાન-નિકોબાર ટાપુઓ ખાતે અગ્રણી નૌકા શક્તિઓ સાથે મળી  આઠ દિવસીય કવાયત હાથ ધરી હતી. દ્વીવાર્ષિક કવાયત 'મિલન' ભારતના બે પાડોશીઓ માલદિવ્સ અને શ્રીલંકામાં કટોકટી અને અશિયા વિસ્તારમાં ચીનની વધતી જતી શક્તિ વચ્ચે આ કવાયત હાથ ધરાઇ રહી છે. ભારતીય નૌકાદળના અધિકારીઓએ કહ્યું હતું કે કવાયતમાં ભારતના ૧૭ અને ઓસ્ટ્રેલિયાના ૧૧ સહિત બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાંમાર, સિંગાપોર, શ્રીલંકા અને થાઇલેન્ડ સહિત કુલ ૨૮ યુધ્ધ જહાજો ભાગ લઇ રહ્યા છે.

દસમી કવાયતનો ઉદ્દેશ ક્ષેત્રિય સહકાર વદારવા અને  મહત્વની  સમુદ્રી રેખાઓમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને  રોકવાનો છે. હાલમાં કટોકટીમાંથી પસાર થઇ રહેલા માલદિવ્સે કવાયતમાં ભાગ લેવાના ભારતના આમંત્રણનો ઇનકાર કર્યો હતો.'યુધ્ધ જહાજો ઉપરાંત ૧૬ દેશોના ૩૯ પ્રતિનીધી મંડળો પણ આંતરરાષ્ટ્રીયઅને  પ્રતિષ્ઠીત કાર્યક્રમમાં ભાગ લેશે જે ૧૯૯૫ પછીથી સૌથી મોટો મેળાવડો હશે.

કવાયત દરમિયાન વિવિધ દેશોના પ્રતિનીધી મંડળો ક્ષેત્રિય સુરક્ષાની સ્થિતિ અને ચીનની વધતી જતી દખલગીરી અંગે ચર્ચા કરશે. હદ્દો જેટી પર પોતાના આગમન સમયે તમામ વિદેશી જહાજોનું ભારતીય પરંપરાગત રીતે બેન્ડ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારતના આંદામાન-નિકોબાર કમાન્ડના ૧૧ અને  પૂર્વિય ફલિટના છ જહાજો ભાગ લઇ રહ્યા છે.

નવેમ્બરમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને મહત્તવના દરિયાઇ રૃટને સુરક્ષિત બનાવવા એક નવી રણનીતી ઘડવા લાંબા સમયથી બાકી ચૌતરફી કવાયત કરવા તૈયારી દર્શાવી હતી. આંદામાન-નિકોબર કમાન્ડના નેજા હેઠળ આ કવાયત હાથ ધરાઇ રહી છે. પહેલી વાર ૧૯૯૫માં 'મિલન'કવાયત હાથ ધરાઇ હતી જેમાં માત્ર પાંચ ડ નૌકાદળોએ ભાગ લીધો હતો.



ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસમાં પહેલીવાર એક મહિલાની કોમ્બેટ ફોર્સમાં ભરતી કરાઇ



- એરફોર્સના અધિકારીની પુત્ર ૨૫ વર્ષની પ્રકૃત્તિ હવે સરહદની સુરક્ષા કરશે


ઇન્ડો-તિબેટીયન બોર્ડર  પોલીસ દળમાં પહેલા જ વાર એક મહિલાની સીધી બરતીથી કોમ્બેટની ભૂમિકામાં નિમણુંક કરવામાં આવી હતા. વર્ષ ૨૦૧૬માં સરકારે પહેલી વાર  કેન્દ્રના સશસ્ત્ર દળોમાં મહિલા અધિકારીની નિમણુંક કરવાની પરવાનગી આપી ત્યાર પછીથી ઇન્ડો તિબેટીયન બોર્ડર  પોલીસ દળ સૌથી છેલ્લું છે.

માત્ર પ્રાકૃત્તિ તરીકે જ ઓળખાવાનું  પસંદ કરતી ૨૫ વર્ષની આ યુવતીએ ૨૦૧૬માં પહેલી જ ટ્રાયલમાં સીએપીએફની ભરતી માટેની UPSC ની પરિક્ષા પાસ કરી હતી.'મને હમેંશા યુનિફોર્મ પહેરવાની અને દેશની સેવા કરવાની ઇચ્છા થતી હતી. ઇન્ડિયન એરફોર્સમાં સેવા બજાવતા મારા પિતાએ હમેંશા મને પ્રેરણા આપી હતી.ITBP મારી પહેલી પસંદગી હતી'એમ પ્રકૃત્તિએ કહ્યું હતું. માર્ચ મહિનામાં એણે  વાંચ્યું હતું કે ભારત સરકાર પહેલી જ વાર મહિલાઓને પણ ITBPમાં કોમ્બેટ ઓફિસર તરીકે પસંદ કરશે.

ત્યાર પછી બિહારના સમસ્તીપુરની રહેવાસી પ્રાકૃત્તિએ નક્કી કર્યું હતું કે જો મને પસંદ કરવામાં આવશે તો હું ITBP માં જોડાઇશ. પ્રકૃત્તિ એ એન્જીનીયરિંગમાં બેચલરની ડીગ્રી લીધી છે. હાલમાં તે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ITBP  ના એકમમાં છે. ટુંક સમયમાં તે દેહરાદૂનમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીના જોડાશે. દેહરાદૂનમાં ટ્રેનિંગ પછી તેને બોર્ડ પોસ્ટમાં સહાયક કમાન્ડન્ટ તરીકે મુકવામાં આવશે.હાલમાં આ ફોર્સમાં મહિલાઓ તો ફરજ બજાવે જ છે, પરંતુ માત્ર કોન્સટેબલની ભૂમિકામાં જ છે.

બુધવાર, 7 માર્ચ, 2018

જમીનના - કદના માપનું કોષ્ટક


1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી 
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ  ,     1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,       1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,        1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર

સોમવાર, 5 માર્ચ, 2018


નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા

- ફાઈનલમાં જાપાનની મીયા ઇમાઈને ૯-૧થી હરાવી : ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ સાક્ષી મલિકે બ્રોન્ઝ જીત્યો.



કિર્ગીસ્તાનના બિશ્કેકમાં ચાલી રહેલી એશિયન કુસ્તીમાં ભારતની નવજોત કૌરે મહિલાઓની ૬૫ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. તેણે ફાઈનલમાં જાપાનની મીયા ઈમાઈને  ૯-૧ના અંતરથી સજ્જડ પરાજય આપ્યો હતો. મહત્વની બાબત એ પણ છે કે, હાલમાં ચાલી રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં નવજોતનો ગોલ્ડ ભારતનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ બની રહ્યો છે.

રિયો ઓલિમ્પિકમાં ભારતની બ્રોન્ઝ મેડાલીસ્ટ કુસ્તીબાજ સાક્ષી મલિકે એશિયન કુસ્તીમાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મહિલાઓની ૬૨ કિગ્રા વજન વર્ગમાં સાક્ષીએ આ સફળતા મેળવી હતી. આ સાથે ભારતે એશિયન કુસ્તીમાં કુલ એક ગોલ્ડ, એક સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.



World Wildlife Day - 3rd March



ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ ટીમ સ્નૂકર સ્પર્ધા જીતી

- પંકજ અડવાણી અને મનન ચંદ્રાનો લડાયક દેખાવ : ભારતનો ૩-૨ ફ્રેમથી ફાઇનલમાં વિજય




પંકજ અડવાણી અને મનન ચંદ્રાનો જોડીએ સ્નુકર વર્લ્ડ કપ ભારત માટે જીતવા પાકિસ્તાનને ફાઇનલમાં હરાવ્યું હતું. બેસ્ટ ઓફ ફાઇવ ફ્રેમમાં ભારત ૦-૨ થી પાછળ હતું અને ત્રીજી ફ્રેમમાં ૦-૩૦ના સ્કોરથી પાછળ હતુ ત્યારે પંકજ અને મનને જોરદાર વળતી લડત આપીને બાકીની ત્રણ ફ્રેમ જીતી લીધી હતી. મનને ૩૯ બ્રેકની રમત રમી હતી. ચોથી ફ્રેમમાં પંકજ અડવાણી પાકિસ્તાનના બાબર મશી સામે ૧-૨૦ થી પાછળ હતો તે પછી તેણે ૬૯ બ્રેક પોઇન્ટ મેળવ્યા હતા. મનન અને મુહમ્મદ આસિફ વચ્ચે આખરી નિર્ણાયક ફ્રેમમાં રસાકસી જામી હતી. પણ મનને રમત આગળ વધતા સંપુર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું અને ૭૩-૨૪ થી ફ્રેમ જીતી હતી. ભારતે સેમિફાઇનલમાં ઇરાનને ૩-૨ થી અને પાકિસ્તાને હોંગકોંગને પણ ૩-૨ થી હરાવ્યું હતું.



મેઘાલયના મુખ્ય પ્રધાન બનવા જઇ રહેલા કોનરાડ સંગમા કોણ છે?

- NPP પાસે વધુ બેઠકો હોવાથી પક્ષ પ્રમુખ સંગમા મુખ્ય પ્રધાન પદે પસંદ કરાયા
- છઠ્ઠી માર્ચે શપથ સંભવ  



મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સરકાર બનાવવાની તૈયારીમાં છે, અહીં તેને ભાજપ અને અન્ય સ્થાનીક પક્ષોનું સમર્થન છે. જે સાથે જ NPPના પ્રમુખ કોનરાડ સંગમા મુખ્ય પ્રધાન પદ માટે પણ પસંદ કરી લેવાયા હતા.

NPP
ની સ્થાપના કોનરાડના પિતા પી.એ. સંગમાએ કરી હતી, પી.એ. સંગમાને એનડીએએ પ્રણવ મુખર્જી સામે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. પી.એ. સંગમા પહેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં હતા પણ ૨૦૧૨માં તેઓને કાઢી મુકાયા હતા. જે બાદ તેઓએ NPPની સ્થાપના કરી હતી.

જોકે પી.એ. સંગમાના નિધન બાદ આ પક્ષની કમાન તેના પુત્ર અને હાલમાં મુખ્ય પ્રધાન પદના દાવેદાવ કોનરાડ સંગમાના હાથમાં આવી. જોકે સીએમ પદની રેસમાં તેમના બહેન અગાથા સંગમા પણ આગળ છે. તેઓ મેઘાલયના પહેલા મહિલા અને યુવા મુખ્ય પ્રધાન બની શકે છે.