બુધવાર, 7 માર્ચ, 2018

જમીનના - કદના માપનું કોષ્ટક


1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી 
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ  ,     1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,       1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,        1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર

સોમવાર, 5 માર્ચ, 2018


નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા

- ફાઈનલમાં જાપાનની મીયા ઇમાઈને ૯-૧થી હરાવી : ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ સાક્ષી મલિકે બ્રોન્ઝ જીત્યો.



કિર્ગીસ્તાનના બિશ્કેકમાં ચાલી રહેલી એશિયન કુસ્તીમાં ભારતની નવજોત કૌરે મહિલાઓની ૬૫ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. તેણે ફાઈનલમાં જાપાનની મીયા ઈમાઈને  ૯-૧ના અંતરથી સજ્જડ પરાજય આપ્યો હતો. મહત્વની બાબત એ પણ છે કે, હાલમાં ચાલી રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં નવજોતનો ગોલ્ડ ભારતનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ બની રહ્યો છે.

રિયો ઓલિમ્પિકમાં ભારતની બ્રોન્ઝ મેડાલીસ્ટ કુસ્તીબાજ સાક્ષી મલિકે એશિયન કુસ્તીમાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. મહિલાઓની ૬૨ કિગ્રા વજન વર્ગમાં સાક્ષીએ આ સફળતા મેળવી હતી. આ સાથે ભારતે એશિયન કુસ્તીમાં કુલ એક ગોલ્ડ, એક સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.



World Wildlife Day - 3rd March



ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ ટીમ સ્નૂકર સ્પર્ધા જીતી

- પંકજ અડવાણી અને મનન ચંદ્રાનો લડાયક દેખાવ : ભારતનો ૩-૨ ફ્રેમથી ફાઇનલમાં વિજય




પંકજ અડવાણી અને મનન ચંદ્રાનો જોડીએ સ્નુકર વર્લ્ડ કપ ભારત માટે જીતવા પાકિસ્તાનને ફાઇનલમાં હરાવ્યું હતું. બેસ્ટ ઓફ ફાઇવ ફ્રેમમાં ભારત ૦-૨ થી પાછળ હતું અને ત્રીજી ફ્રેમમાં ૦-૩૦ના સ્કોરથી પાછળ હતુ ત્યારે પંકજ અને મનને જોરદાર વળતી લડત આપીને બાકીની ત્રણ ફ્રેમ જીતી લીધી હતી. મનને ૩૯ બ્રેકની રમત રમી હતી. ચોથી ફ્રેમમાં પંકજ અડવાણી પાકિસ્તાનના બાબર મશી સામે ૧-૨૦ થી પાછળ હતો તે પછી તેણે ૬૯ બ્રેક પોઇન્ટ મેળવ્યા હતા. મનન અને મુહમ્મદ આસિફ વચ્ચે આખરી નિર્ણાયક ફ્રેમમાં રસાકસી જામી હતી. પણ મનને રમત આગળ વધતા સંપુર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું અને ૭૩-૨૪ થી ફ્રેમ જીતી હતી. ભારતે સેમિફાઇનલમાં ઇરાનને ૩-૨ થી અને પાકિસ્તાને હોંગકોંગને પણ ૩-૨ થી હરાવ્યું હતું.



મેઘાલયના મુખ્ય પ્રધાન બનવા જઇ રહેલા કોનરાડ સંગમા કોણ છે?

- NPP પાસે વધુ બેઠકો હોવાથી પક્ષ પ્રમુખ સંગમા મુખ્ય પ્રધાન પદે પસંદ કરાયા
- છઠ્ઠી માર્ચે શપથ સંભવ  



મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) સરકાર બનાવવાની તૈયારીમાં છે, અહીં તેને ભાજપ અને અન્ય સ્થાનીક પક્ષોનું સમર્થન છે. જે સાથે જ NPPના પ્રમુખ કોનરાડ સંગમા મુખ્ય પ્રધાન પદ માટે પણ પસંદ કરી લેવાયા હતા.

NPP
ની સ્થાપના કોનરાડના પિતા પી.એ. સંગમાએ કરી હતી, પી.એ. સંગમાને એનડીએએ પ્રણવ મુખર્જી સામે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. પી.એ. સંગમા પહેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં હતા પણ ૨૦૧૨માં તેઓને કાઢી મુકાયા હતા. જે બાદ તેઓએ NPPની સ્થાપના કરી હતી.

જોકે પી.એ. સંગમાના નિધન બાદ આ પક્ષની કમાન તેના પુત્ર અને હાલમાં મુખ્ય પ્રધાન પદના દાવેદાવ કોનરાડ સંગમાના હાથમાં આવી. જોકે સીએમ પદની રેસમાં તેમના બહેન અગાથા સંગમા પણ આગળ છે. તેઓ મેઘાલયના પહેલા મહિલા અને યુવા મુખ્ય પ્રધાન બની શકે છે.

બુધવાર, 28 ફેબ્રુઆરી, 2018


ગુજરાત વિશે

1. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે ? ત્રણ

2. કયું દરિયાઈ રાષ્ટ્રીયઉદ્યાન કચ્છના અખાતમાં આવેલુંછે ? જામનગર દરિયાઈરાષ્ટ્રીય ઉદ્યાન

3. એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે ? ૧૫૦ થી ૧૭૦ કિ.ગ્રા.

4. ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે ? જામનગર દરિયાઈરાષ્ટ્રીય ઉદ્યાન

5. ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વહેલનું વજન આશરૅ કેટલું હોય છે
૧૪૫ થી ૧૭૦ ટન

6. એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરૅ કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે ? ૩૦ કિલો

7. ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલાં કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું ? સિંહ

8. જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે ? નર્મદા

9. ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાંઆવે છે? ૨૩૦ થી ૨૫૦

10. રીંછ ના પ્રિય ખોરક શું હોય છે ? ઉધઈ

11. કયા મૌર્યવંશીં શાસકે ગિરનારના શિલાલેખોમાં ૧૪ ધર્માજ્ઞાઓ કોતરાવી હતી ? સમ્રાટ અશોક

12. ટપકાંવાળી જંગલી ચીબરીં ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે ? ડાંગ જિલ્લાના વાસંદા

13. ગુજરાતના કાયમી નિવાસી એવા સકકરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલીવાર પાંખો ફફડાવી શકે છે ? ૧૭૫ થી ૨૦૦ વખત

14. કોયલ કુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે ? લેલાં

15. ગુજરાતના વનવગડામાં લકકડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે ? વહેલી સવારનો

16. કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છેકે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે ? બપૈયા

17. ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે ? કાનકડિયા

18. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ મટિ સમૂહમાં પોતાના માળા બાંઘી આખું પક્ષીવાર વસાવે છે ?... 
કાનકડિયા

19. કયા પક્ષીઓ સૌથી વધ્રુ ઝડપથી ઉડી શકે છે ? કાનકડિયા

20. કાનકડિયા એક કલાકમાં કેટલા માઈલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે ? ૧૦૦ માઈલ

21. કાનકડિયા પોતાના માળા શેના વડે બાંઘે છે ? પોતાના ચૂંક વડે

22. વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવળી ઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે ? ખત્રિયાણી

23. સાળંગપુરમાં કોનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે ? હનુમાનજી

24. ભારતની ૫૧ શકિતપીઠોમાંની ગુજરાત સ્થિત શકિતપીઠનું નામ જણાવો ? અંબાજી

25. હડપ્પીય સંસ્કૃતિનું મહત્વ કેન્દ્ર ઘોળાવીરાકયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ

26. સોલંકી વંશનો સૌથી પ્રભાવી રાજા સિદ્ધરાજ જયસિંહ કઈ સાલમાં પાટણની ગાદી ઉપર આવ્યો ? ઈ.સ. ૧૦૯૬

27. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે ? મોરબાજ

28. જૂનાગઢમાં આવેલા જોવાલાયક કિલ્લાનું નામ જણાવો ? ઉપરકોટ

29. જૂનાગઢ કયા ડુંગરની પરિક્રમા કરવા દૂર સુદૂરથી ભાવિકો એકઠા થાય છે ? ગિરનાર

30. પ્રખ્યાત શૈવે તીર્થશૂરપાણેશ્વર કઈ નદીના કિનારે આવેલું છે ? નર્મદા

31. ડાકોરમાં કોનું મંદિર આવેલું છે? રણછોડરાયજી

32. સોલંકી વંશના કયા મહારાણીએ પ્રજાની લાગણીઓને માન આપી સોમનાથનો યાત્રાળુવેરો માફ કર્યો હતો ?.. મહારાણી મીનળદૈવી

33. ખેડા જિલ્લાનું વડુ મથક કયુ છે ? નડિયાદ

34. ઉદવાડા કયા ધર્મનું તીર્થ સ્થળ છે? પારસી

35. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પટમાં આવેલો કબીરવડ આશરે કેટલા વર્ષ જૂનો હોવાનું મનાય છે ? .......લગભગ ૬૦૦ વર્ષ

36. સ્થાપત્ય કળાનો બેનમૂન નમૂનો હીરા ભાગોળ કયા શહેરમાં આવેલ છે ? ડભોઈ

37. શેત્રુંજય પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? ભાવનગર

38. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક કયું છે ? પાલનપુર

39. જાણીતું પ્રવાસન સ્થળ ચોરવાડ કયા જિલ્લામાં આવેલું છે?  જૂનાગઢ

40. સુરેન્દ્રનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે ? ચોટીલા

45. પાવાગઢ કયા જિલ્લામાં આવેલો છે? ગોધરા

46. ગુજરાતની વાયવ્ય સીમાએ કયો દૈશ આવેલો છે ? પાકિસ્તાન

47. સોલંકી વંશના સુદીર્ઘ શાસનની જાહોજલાલીના પ્રતિકસમુ સ્થાપત્ય રુદ્રમહાલય કયાં આવેલો છે ? સિધ્ધપુર

48. સુપ્રસિધ્ધ રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?  પાટણ

49. ગુજરાતના કયા જિલ્લામાં ફ્ક્ત એક્જ તાલુકો છે? ડાંગ

50.પાવાગઢ નજીક આવેલો ચાંપાનેર દરવાજો કોની યાદમાં બાંધવામાં આવ્યો છે? ચાંપા વાણિયાની


ગુજરાતના મેળાઓ


નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેને વિશ્વના સૌથી લાંબો નૃત્ય તહેવારનું બિરૂદ મળ્યુ છે.

ગુજરાત વિશ્વમાં એકમાત્ર એવી જગ્યા છે જે એક વર્ષમાં લગભગ 12,365 મેળા અને ઉત્સવોનું આયોજન કરે છે.

રણોત્સવ કદાચ ભારતનો સૌથી લાંબો સમયનો તહેવાર છે

ગુજરાતના લોકપ્રિય ઉત્સવો અને મેળાઓ

મેળાનું નામ           ક્યારે              ક્યાં                                 સમયગાળો

રણ ઉત્સવ ગુજરાત - નવેમ્બર - કચ્છ જિલ્લામાં કચ્છના ગ્રેટ રણ - 2-3 મહિના

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 14 મી જાન્યુઆરી- સમગ્ર ગુજરાતમાં -  એક દિવસ

મોઢેરા નૃત્ય મહોત્સવ - જાન્યુઆરી મહિનાનું ત્રીજુ અઠવાડિયું -મોઢેરાનુ સૂર્ય મંદિર -3 દિવસ

પોલો સાયકલ રેસ – અભાપુર - જાન્યુઆરી - 3 દિવસ

રણ ચલાવો  - ફેબ્રુઆરી – ક્ચ્છ નું મહાન રણ - 1 દિવસ

ભવનાથ મેળા - ફેબ્રુઆરી-માર્ચ -  ગીરનારની ટળેટી માં દામોદર કુંડ નજીક ભવનાથ મહાદેવ      મંદિર-5 દિવસમાં

ડાંગ દરબાર -  માર્ચ - આહવા જિલ્લા, ગુજરાત  - 1 દિવસ

કવંત મેળો – હોળી પછીનો ત્રીજો દિવસ - કવંત ગામ - 1 દિવસ

તરનેતરનો મેળો -  ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર – તરનેતર ગામ, જીલ્લા સુરેન્દ્રનગર - 3 દિવસ

ભદ્રપાડ અંબાજી - લગભગ ઓગસ્ટ-સપ્ટેમ્બર (ભદ્રપાડનો- હિન્દુ મહિનો) બનાસકાંઠાનો દાંતા તાલુકો - 1 દિવસ

નવરાત્રી - ઓક્ટોબર અથવા નવેમ્બર - સમગ્ર ગુજરાતમાં - 9 દિવસ

શામળાજીનો મેળો -  નવેમ્બર - શામળાજી, સાબરકાંઠા જીલ્લા - 3 અઠવાડિયા

વૌઠાનો મેળો -  નવેમ્બર (કાર્તિક પૂર્ણિમા, કાર્તિક મહિનાની સંપૂર્ણ ચંદ્ર રાત) – વૌઠા -  5 દિવસ

પેરાગ્લાઈડિંગ ફેસ્ટિવલ - ડિસેમ્બર - સાપુતારા - 25 દિવસ