મંગળવાર, 20 ફેબ્રુઆરી, 2018


ભારતની 40 કરતાં વધુ ભાષાઓ અને બોલીઓ લુપ્ત થવાના આરેઃ 22 શીડયુલમાં


- 22 શીડયુલ ભાષાઓ ઉપરાંત અન્ય 31ભાષાઓને વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સત્તાવાર ભાષાન
- 42 ભાષાઓ એવી છે જે માત્ર 10,000 લોકો જ બોલે છેઃ ટુંક સમયમાં લુપ્ત થશે
ભારતમાં ૪૦ ભાષા અથવા તો બોલીઓ એવી છે જે લુપ્ત  થવાને આરે છે, કારણ કે જુજ લોકો જ એને બોલે છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.સેન્સસ ડાયરેકટરેટના એક અહેવાલ મુજબ, દેશમાં ૨૨ શિડયુલ અને ૧૦૦ નોન-શિડયુલ ભાષાઓ છે જેને એક લાખ કરતાં વધુ લોકો બોલે છે.જો કે ૪૨ ભાષાઓ એવી છે જે માત્ર ૧૦,૦૦૦ લોકો જ બોલે છે અને કદાચ  ટુંક સમયમાં એ પણ લુપ્ત થશે,એેમ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું.

યુનેસ્કો દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલમાં પણ ભારતની ૧૨ ભાષાઓ કે બોલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ટુંક સમયમાં લુપ્ત થશે.જે ભાષાઓ કે બોલીઓ લુપ્ત થઇ રહી છે તેમાં આંદામાન-નિકોબારની ૧૧, મણીપુરની સાત અને હિમાચલની પણ ચાર ભાષાઓનો સમાવેશ થાય છે.લુપ્ત થવાને આરે આવી ગયેલા અન્ય ભાષાઓમાં કર્ણાટક, આંઘ્ર પ્રદેશ, અરૃણાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, ઝારખંડ, માહારાષ્ટ્ર, મેઘાલય અને પશ્ચિમ બંગાળની કેટલીક ભાષાઓનો સમાવેશ થાય છે.

મૈસુરની સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયન લેગવેજીઝ  કેન્દ્ર સરકારની એક યોજના હેઠળ આ ભાષાઓ લુપ્ત ના થાય તે માટે એની ચાલુ રાખવા કે તેની જાળવણી કરવા કામ કરી રહી છે.

આ કાર્યક્રમ હેઠળ દ્વીભાષી શબ્દકોષ, વ્યાકરણનું વિવરણ, મોનોલિન્ગયુ, લોકબોલીઓનો શબ્દકોષ અને તમામ ભાષાઓનો એક એન્સાયકલોપીડિયા તૈયાર કરવામાં આવી રહ્યો છે.
દેશની ૨૨ શીડયુલ ભાષાઓ ઉપરાંત અન્ય ૩૧ ભાષાઓને વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સત્તાવાર ભાષાનો દરજ્જો  આપ્યો છે.

કઇ કઇ ભાષા લુપ્ત થઇ રહી છે

રાજ્ય

ભાષા

મણીપુર

અઇમોલ, અકા, કોઇરેન શોમપેન વગેરે

હિમાચલ

બાઘાતી, પગવલી, સુરમૌદી વગેરે

આંદામાન નિકોબાર   

જારવા, લુરો, મૌત, ઓન્ગે,પુ, વગેરે

કર્ણાટક

કોરાગો, કુરૃબા

ઓડિશા

માંદા, પારજી પેનગો વગેરે

તામિલનાડૂ

કોટા અને તોડા

અરૃણાચલ

મારા અને ના

આસામ

તોઇ નોરા અને તાઇ રોંગ

ઝારખંડ

બિરહોર

મહારાષ્ટ્ર

નિહાલી

મેઘાલય

રૃગા





ભારત અને ઇરાન વચ્ચે નવ કરાર: મોદી-રુહાનીએ આતંકવાદના ખાતમા માટે હાથ મિલાવ્યા



- ઇરાનના પ્રમુખનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય સ્વાગત
- ચાબહાર પોર્ટના વિકાસમાં રોહાનીની મહત્વની ભૂમિકા : મોદી


કુદરતી ગેસ, પેટ્રો કેમિકલ્સ મુદ્દે પણ બન્ને દેશ કટીબદ્ધ : રુહાની
નવ કરારોમાં ચાબહાર પોર્ટ પર સુવિધા વધારવાનો પણ સમાવેશ, ભારતને ફાયદો થશે.


તા. 17 ફેબ્રુઆરી, 2017, શનિવાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇરાનના પ્રમુખ હસન રુહાનીએ મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરી હતી. બન્ને દેશો વચ્ચે મહત્વના મુદ્દાઓ પર આશરે નવ જેટલા કરાર થયા બાદ મોદી અને રોહાનીએ આતંકવાદ, વ્યાપાર, વીજળી, સુરક્ષા વગેરે મહત્વની બાબતો પર ચર્ચા કરી હતી. જ્યારે જે નવ કરારો કરવામાં આવ્યા તેમાં ચાબહાર પોર્ટમાં લીઝ કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થાય છે. સાથે બન્ને દેશના વડાઓએ અફઘાનિસ્તાનની શાંતીની પણ તરફેણ કરી હતી.

હાલ ભારત દ્વારા અફઘાનિસ્તાનને જે ઘઉનું મોટુ જહાજ પહોંચાડવામાં આવ્યું તેમા ઇરાનની ઘણી જ મહત્વની ભૂમિકા રહી છે. પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાનના વ્યાપાર વચ્ચે અડચણ ઉભી કરી રહ્યું છે ત્યારે ઇરાને એક મહત્વની ભૂમિકા અદા કરીને ભારતને ચાબહાર પોર્ટ મારફતે આ વ્યાપાર કરવાની તક આપી છે. જેનો ઉલ્લેખ પણ વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કર્યો હતો.

PM મોદીએ મુંબઇમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં હાજરી આપી

- મુંબઇમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો

- મુંબઇ યુનિવર્સિટીમાં વાધવાણી ઇન્સ્ટીટ્યૂટ ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ધાટન કર્યુ


મુંબઇ, તા. 18 ફેબ્રુઆરી 2018, રવિવાર
વડાપ્રધાન પહેલા મુંબઇ પહોંચ્યા જ્યાં તેઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય મુંબઇમાં ઘણી યોજનાઓનું ઉદ્ધાટન કરી કર્ણાટકમાં રેલીને સંબોધન કર્યુ.

વડાપ્રધાન મોદી મુંબઇ ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં મેગ્નેટિક મહારાષ્ટ્ર કન્વર્જેંસ-2018ના ઉદ્ધાટન સમારોહમાં સંબોધન કર્યુ. તેમજ મુંબઇ યુનિવર્સિટીમાં વાધવાણી ઇન્સ્ટીટ્યૂટ ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ધાટન કર્યુ. આ સિવાય મુંબઇમાં એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. મુંબઇની જરૂરીયાત પ્રમાણે અન્ય એક એરપોર્ટ બનાવવાની માંગ હતી. પરંતુ રાજકિય અને આર્થિક બાબતો જેવા મુદ્દાને કારણે આ યોજનામાં વિલંબ થયો છે.


આ નવું એરપોર્ટ બની જવાથી મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ટ્રાફિક હળવો થશે.

'ગતિમાન એક્સપ્રેસ' દિલ્હીથી ગ્વાલિયર સુધી માત્ર સવા ત્રણ કલાકમાં પહોંચશે

- નોર્થ સેન્ટ્રલ રેલ્વેએ આ ટ્રેનનો રૂટ વિસ્તાર ઝાંસી સુધી કરવાનું આયોજન કર્યું
- ગતિમાન એક્સપ્રેસ ટ્રેનને એપ્રિલ 2016માં લોન્ચ કરવામાં આવી હતી

ગતિમાન એક્સપ્રેસ દિલ્હીથી ગ્વાલિયર સુધીનું અંતર માત્ર સવા ત્રણ કલાકમાં પૂર્ણ કરશે.

ભારતમાં સૌથી ઝડપથી ચાલનાર ટ્રેનોમાં શુમાર ગતિમાન એક્સપ્રેસ નવી સિદ્ધિ મેળવવા જઈ રહી છે. અત્યાર સુધી દિલ્હીથી આગ્રા સુધીના 187 કિલોમીટરના અંતરને 100 મિનિટમાં પૂર્ણ કરનાર આ ટ્રેનને અત્યારે ગ્વાલિયર સુધી વધારવામાં આવી છે .



કેનેડાના વડાપ્રધાનએ સહપરિવાર લીધી તાજ મહેલની મુલકાત

- તાજ મહેલની મુલાકાત દરમિયાન તેમનો પરીવાર ખુશ જણાતો હતો

- જસ્ટિન ટ્રૂડો પોતાના ખાસ અંદાજથી કેનેડામાં લોકપ્રિય છે







ભારતની સાત દિવસીય મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ 18 ફેબ્રુઆરી 2018, રવિવાર ના રોજ તાજ મહેલની સહપરીવાર મુલાકાત લીધી છે. તઓ પરિવાર સહિત ભારતના સાત દિવસના પ્રવાસ માટે આવ્યા છે.


કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની આ પ્રથમ ભારત યાત્રા છે. તેમની આ મુલાકાત ખાસ નજર રહેશે કારણ કે, ભારતીય સંસ્કૃતિ તરફ લગાવ રાખતા નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. 

જસ્ટિન ટ્રૂડો પોતાના ખાસ અંદાજ માટે કેનેડામાં લોકપ્રિય છે. ભારત પહોંચ્યા બાદ ટ્રૂડોએ સહપરીવાર ભારતીય અંદાજમાં હાથ જોડીને લોકોમનું અભિવાદન કર્યું હતુ. તેમની યાત્રા પહેલા બંન્ને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાય હતી. જેમાં આતંકવાદ સામે કાર્યવાહી માટે સહયોગ વધારવા તેમજ વેપાર અને રોકાણ સંબંધો વિસ્તારવા પર ચર્ચા થઇ.


કેનેડાના વડાપ્રધાનના પ્રવાસનો હેતુ ભારત અને કેનેડાની વચ્ચે બિઝનેસ, રોકાણ, ઉર્જા, વિજ્ઞાન, ઉચ્ચ શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ અને સ્કીલ ડેવલોપમેન્ટ સહિત અન્ય ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબધોને મજબૂત કરવાનો છે.  ભારત રવાના થતાં પહેલા કેનેડાના વડાપ્રધાને ટ્વિટર પર જણાવ્યું હતું કે ભારતના પ્રવાસનો ઉદ્દેશ સારી નોકરીઓ અને બંને દેશોના લોકો વચ્ચેનો સંપર્ક મજબૂત કરવાનો છે.


શનિવાર, 17 ફેબ્રુઆરી, 2018


માનવ-માનુષનો ચેક રીપબ્લીક જૂનિયર ડબલ્સમાં સિલ્વર મેડલ


ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અને માનુષ શાહે ચેક રીપબ્લીક જૂનિયર સર્કિટ ટેબલ ટેનિસમાં અનુક્રમે જૂનિયર અને કેડેટ કેટગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ફાઇનલમાં માનવ- માનુષની જોડીનો ચીનની ડબલ્સ ટીમ ચીનબિંગ અને યુ હેઇની સામે ૧૨-૧૪, ૮-૧૧, ૧૧-૯, ૧૧-૧૩ થી પરાજય થયો હતો. માનવ જૂનિયર બોયસમાં વર્લ્ડ નંબર વન છે. જો કે ફાઇનલમાં પરાજીત રહેલા માનવ-માનુષે સેમિ ફાઇનલમાં અબ્દેલ અઝીધ- રોસી કાકનો (ઇજીપ્ત-ઇટાલી)ની જોડીને ૧૧-૮, ૧૧-૬, ૧૧-૬ થી હરાવી અપસેટ સર્જ્યો હતો કેમ કે આ જોડી વર્લ્ડ નંબર ત્રણ છે.
ગૌરવની વાત એ છે કે ભારતની માનવ-માનુષની જોડીના બંને ખેલાડીઓ ગુજરાતના છે. આ બંનેએ જ આઇટીટીએફ સર્કિટ ૨૦૧૭માં વર્લ્ડ જુનિયર સર્કિટ કેડેટ ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સપ્ટેમ્બરમાં સ્લોવેનિયા ઓપન જુનિયર-કેડેટમાં પણ તેઓ ચેમ્પિયન બન્યા હતા.


અમદાવાદથી જામનગર વચ્ચેની ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સનો આજથી પ્રારંભ


-મુખ્યમંત્રી વિજય રૃપાણી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાવશે

-આગામી સમયમાં દીવ, મુન્દ્રાની ફ્લાઇટ પણ શરૃ થશે
અમદાવાદથી જામનગરનું ૩૫૧ કિલોમીટરનું અંતર રોડ મુસાફરી દ્વારા કાપવામાં સામાન્ય રીતે ૬ કલાકનો સમય થતો હોય છે. પરંતુ હવે માત્ર સવા કલાકમાં અમદાવાદથી જામનગર પહોંચી જવાશે. કેમકે, કેન્દ્ર સરકારની યોજના 'ઉડે દેશ કા આમ નાગરિક' (ઉડાન) હેઠળ ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સ હેઠળ શનિવારથી અમદાવાદ-જામનગરની ફ્લાઇટનો પ્રારંભ થશે.