'ગતિમાન એક્સપ્રેસ' દિલ્હીથી ગ્વાલિયર સુધી માત્ર સવા ત્રણ કલાકમાં
પહોંચશે
- નોર્થ સેન્ટ્રલ રેલ્વેએ આ ટ્રેનનો રૂટ
વિસ્તાર ઝાંસી સુધી કરવાનું આયોજન કર્યું
- ગતિમાન એક્સપ્રેસ ટ્રેનને એપ્રિલ 2016માં લોન્ચ કરવામાં આવી હતી
ગતિમાન એક્સપ્રેસ દિલ્હીથી ગ્વાલિયર સુધીનું અંતર માત્ર સવા ત્રણ કલાકમાં
પૂર્ણ કરશે.
ભારતમાં સૌથી ઝડપથી ચાલનાર ટ્રેનોમાં શુમાર ગતિમાન એક્સપ્રેસ નવી સિદ્ધિ
મેળવવા જઈ રહી છે. અત્યાર સુધી દિલ્હીથી આગ્રા સુધીના 187 કિલોમીટરના અંતરને 100 મિનિટમાં પૂર્ણ કરનાર આ ટ્રેનને અત્યારે
ગ્વાલિયર સુધી વધારવામાં આવી છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો