મંગળવાર, 20 ફેબ્રુઆરી, 2018


ભારત અને ઇરાન વચ્ચે નવ કરાર: મોદી-રુહાનીએ આતંકવાદના ખાતમા માટે હાથ મિલાવ્યા



- ઇરાનના પ્રમુખનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય સ્વાગત
- ચાબહાર પોર્ટના વિકાસમાં રોહાનીની મહત્વની ભૂમિકા : મોદી


કુદરતી ગેસ, પેટ્રો કેમિકલ્સ મુદ્દે પણ બન્ને દેશ કટીબદ્ધ : રુહાની
નવ કરારોમાં ચાબહાર પોર્ટ પર સુવિધા વધારવાનો પણ સમાવેશ, ભારતને ફાયદો થશે.


તા. 17 ફેબ્રુઆરી, 2017, શનિવાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇરાનના પ્રમુખ હસન રુહાનીએ મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરી હતી. બન્ને દેશો વચ્ચે મહત્વના મુદ્દાઓ પર આશરે નવ જેટલા કરાર થયા બાદ મોદી અને રોહાનીએ આતંકવાદ, વ્યાપાર, વીજળી, સુરક્ષા વગેરે મહત્વની બાબતો પર ચર્ચા કરી હતી. જ્યારે જે નવ કરારો કરવામાં આવ્યા તેમાં ચાબહાર પોર્ટમાં લીઝ કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થાય છે. સાથે બન્ને દેશના વડાઓએ અફઘાનિસ્તાનની શાંતીની પણ તરફેણ કરી હતી.

હાલ ભારત દ્વારા અફઘાનિસ્તાનને જે ઘઉનું મોટુ જહાજ પહોંચાડવામાં આવ્યું તેમા ઇરાનની ઘણી જ મહત્વની ભૂમિકા રહી છે. પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાનના વ્યાપાર વચ્ચે અડચણ ઉભી કરી રહ્યું છે ત્યારે ઇરાને એક મહત્વની ભૂમિકા અદા કરીને ભારતને ચાબહાર પોર્ટ મારફતે આ વ્યાપાર કરવાની તક આપી છે. જેનો ઉલ્લેખ પણ વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો