જાણો ગુજરાતનું પ્રથમ બજેટ કેટલુ હતુ? અને
કોણે રજૂ કર્યુ હતુ?
- 22 ઓગસ્ટ 1960માં રજૂ કરવામાં આવ્યુ હતુ પ્રથમ બજેટ
- ગુજરાતના પ્રથમ CM જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતુ બજેટ
ગુજરાતમાં જ્યારે આજે બજેટ 2018-19 રજૂ થવાનું છે
ત્યારે ગુજરાતના પ્રથમ બજેટ વિશે જાણવાની પણ ઈચ્છા થાય કે, તે કોણે રજૂ કર્યુ હશે? કેટલુ હશે? વગેરે વગેર. ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી
ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ
મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. તે સમયે બજેટનું કદ 115 કરોડ રૂપિયા હતુ.
ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતુ. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ.
આમ તો નાણાંકિય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૂ થતુ હોય છે પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયુ હતુ. જેનું કારણ એ હતુ કે 1લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતુ. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરાયુ હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો.
ત્યારબાદ ઉત્તરોત્તર બજેટનું વધ અનેક ગણું વધતુ ગયુ. સતત મુખ્યપ્રધાન રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સાશનમાં પૂર્વ નાણાંપ્રધાન તરીકે વજુભાઈ વાળાએ સતત 18મી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યુ. તો વળી વજુભાઈ વાળાએ મોદી સાશનમાં 11મું અદાંજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ પણ રચ્યો હતો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો