શનિવાર, 6 મે, 2017

Facebook has launched “Express Wi-Fi” in India

On 5th May partnership with Bharti Airtel, “Express Wi-Fi” has been also deployed in partnership with ISPs AirJaldi in Uttarakhand, LMES in Rajasthan, Tikona in Gujarat, and Shaildhar in Meghalaya.

Express Wi-Fi is currently live in five countries—India, Kenya, Tanzania, Nigeria and Indonesia.


Facebook also announced their partnership with Bharti Airtel to launch additional 20,000 hotspots.

શુક્રવાર, 5 મે, 2017

મોદીની પાડોશીઓને ગિફ્ટ ઇસરો ‘સાઉથ એશિયન સેટેલાઈટ ‘ લોન્ચ કરશે, 6 દેશોના સેટેલાઈટ સામેલ

આજે ૫ મેના દિવસે શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી સાઉથ એશિયા સેટેલાઇટ અવકાશમાં છોડાશે.

આ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવાને પગલે દક્ષિણ એશિયાના દેશોમાં સંદેશા વ્યવહારને લાભ મળશે. સાઉથ એશિયા સેટેલાઇટ અંતરિક્ષમાં લગભગ ૧૨ વર્ષ સુધી કાર્યરત રહેશે. ભારત આ પ્રોજેક્ટ પર છેલ્લા ત્રણ વર્ષોથી કામ કરતું હતું. આ પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં ૪૫૦ કરોડ રૃપિયા ખર્ચાયા છે. આ ઉપગ્રહનું વજન ૨,૨૩૦ કિલોગ્રામ છે.

વડા પ્રધાન મોદીના કાર્યકાળ દરમ્યાન ઇસરોના અભિયાન:

–સપ્ટેમ્બર ૨૦૧૪માં ભારતના મંગળ મિશને ચીનને પાછળ રાખી દીધું હતું.

– એપ્રિલ ૨૦૧૬માં IRNSS પ્રણાલીનો સાતમો ઉપગ્રહ અવકાશમાં તરતો મુક્યો હતો.

– ૨૨ જૂન ૨૦૧૬ના દિવસે ઇસરોએ એક સાથે સૌથી વધુ ૨૦ ઉપગ્રહોને અંતરિક્ષમા તરતા મૂક્યા હતા. આ ઉપગ્રહોમાંથી ભારતના ૩ અને વિદેશના ૧૭ ઉપગ્રહો હતા.

– ૨૨ ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે ભારતે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી પહેલી વખત સ્વદેશી અને ફરીથી ઉપયોગમાં લઇ શકાય એવા યાન RLVને પ્રક્ષેપિત કર્યું હતું. એ સાથે જ ભારત રશિયા, જાપાન, અમેરિકા અને યુરોપિયન સ્પેસ એજન્સીના એલિટ ગ્રૂપમાં સામેલ થઇ ગયો હતો.


– ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે ૧૦૪ ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકીને ઇસરોએ ઇતિહાસ રચ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ જેવા ૬ દેશોના ઉપગ્રહો અવકાશમા તરતા મુકાયા હતા.

– ૧૫ ફેબ્રુઆરીએ ૧૦૧ વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપિત કરવા સાથે ભારત અત્યાર સુધીમાં ૧૮૦ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલી ચૂક્યું છે.
નો ફ્લાય લિસ્ટના નવા નિયમો

પહેલી કેટેગરી
પહેલી કેટેગરીમાં એક્સપ્રેશન જેમ કે ધમકીભર્યા ઈશારા અને હાવભાવને રાખવામાં આવ્યાં છે. જેમાં દોષિત મુસાફર પર 3 મહિના સુધી પ્રતિબંધ લાગી શકે છે.

બીજી કેટેગરી
બીજી કેટેગરીમાં ફિઝિકલ એબ્યુઝને રાખવામાં આવેલ છે. જેમાં ધક્કો મારવો, લાત મારવી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સામેલ છે. આ હરકત બદલ મુસાફર પર 6 મહિના સુધીનો પ્રતિબંધ લાગી શકે છે.

3જી કેટેગરી
ત્રીજી કેટેગરીમાં મુસાફરનો એવો વર્તાવ સામેલ હશે જેમાં મુસાફરના વર્તનથી સ્ટાફના જીવને જોખમ પેદા થાય. આ કેટેગરીમાં 2 વર્ષ કે તેનાથી વધુ સમયનો પ્રતિબંધ દોષિત મુસાફર પર લાગી શકે છે.

તરત મુસાફરને પ્રતિબંધિત કરી શકે છે એરલાઈન્સ
નિયમોના ડ્રાફ્ટ મુજબ ખરાબ વર્તન બદલ દોષિત ઠરતા એરલાઈન્સ મુસાફર પર તરત પ્રતિબંધ લગાવી શકે છે. પરંતુ આવા સંજોગોમાં મુસાફરો તરત નેશનલ નો ફ્લાઈ લિસ્ટમાં સામેલ થઈ શકશે નહીં.

આ કેરિયર્સ પર લાગુ થશે નિયમો

મુસાફરો માટેના આ નિયમો તમામ ડોમેસ્ટિક એરલાઈન્સમાં લાગુ થશે. જો ઈન્ટરનેશનલ એરલાઈન્સ પણ તેનો ઉપયોગ કરવા માંગે તો તેઓ પણ આ નિયમો અપનાવી શકે છે.

ગુરુવાર, 4 મે, 2017

બ્રમ્હોસ બ્લોક-3

ભારતીય સેનાએ બ્રમ્હોસ બ્લોક-3 જમીન આધારીત ક્રૂઝ મિસાઈલનું અંદમાન નિકોબાર ટાપુ પર સફળ પરીક્ષણ કર્યું છે.

સેનાએ કહ્યું કે આ સતત પાંચમી વખત છે જ્યારે બ્રમ્હોસના બ્લોક-3 કેટેગરીનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે અને ધરતી પર હુમલો કરવાને લઈને આ કેટેગરીના અન્ય કોઈ હથિયારે હજુ સુધી આ વિશ્વનીયતા હાંસલ કરી નથી.

નિવેદન અનુસાર બ્રમ્હોસ મિસાઈલના સફળ પરીક્ષણ થકી દેશની તાકાતમાં વધારો થયો છે.

બ્રહ્મોસની 5 ખાસિયત

·    તે સતત પાંચ મોકો છે. જ્યાં બ્રહ્મોસના બ્લોક-3 સંસ્કરણનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું છે.
·    જમીન પર હુમલા કરવામાં તેની બરોબરી અત્યા સુધી અન્ય કોઈ હથિયારે હાંસિલ કરી નથી.
·    સતત સફળ પરીક્ષણથી મારણ કરનારી આ મિસાઈલથી દેશની ક્ષમતાને વધુ મજબૂત કરી છે.
·  મિસાઈલે કોપીબુક તરીકે તમામ માપદંડોને પૂરા કરતા સટીકતાથી સાથે સફળતાપૂર્વક લક્ષ્ય પર હુમલો કર્યો છે.


દેશની સૌથી મોટી આયુર્વેદીક ઇન્સ્ટિટયૂટ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે ના રોજ, પતંજલિ યોગપિઠના આયુર્વેદીક રિસર્ચ સેંટરનું ઉદઘાટન કર્યું હતું.

મોદીએ જે રિસર્ચ ઇન્સ્ટીટયૂટનું ઉદઘાટન કર્યું હતું તેમાં આશરે ૨૦૦ જેટલી વૈજ્ઞાનિક અલગ અલગ જડીબુટી પર રિસર્ચ કરવામાં આવશે. આ ઇન્સ્ટીટયૂટ પાછળ આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

આ દેશની સૌથી મોટી આયુર્વેદીક ઇન્સ્ટિટયૂટ છે.
સ્વચ્છ ભારત રેન્કિંગ

દેશના 434 શહેરો તેમજ નગરોમાં કરાવવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણ બાદ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેન્કૈયા નાયડુએ આજે સ્વચ્છ ભારત રેન્કિંગ જાહેર કરી દીધુ છે. રેન્કિંગ અનુસાર ઇન્દોર નંબર વન સ્થાને છે. ત્યારબાદ બીજા સ્થાને પણ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે.  

ટોપ 10 સ્વચ્છ ભારતાના શહેરોની યાદી : 
1. ઇન્દોર 
2. ભોપાલ 
3. વિશાખાપટ્ટનમ(વિજાગ)
4. સુરત
5. મૈસુર
6. તિરુચિરાપલ્લી 
7. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)
8. નવી મુંબઇ
9. તિરુપતિ

10. વડોદરા
બાબા કેદારનાથના દર્શન કરવા જનારા મોદી પહેલા વડા પ્રધાન

મોદીની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ કે.કે. પૌલ અને મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત પણ હતા.

૨૮ વર્ષમાં આ મંદિરના દર્શન કરવા જનારા મોદી પહેલા વડા પ્રધાન છે. તેમની પહેલા ૧૯૮૯માં તત્કાલીન વડા પ્રધાન વીપી સિંહે આ મંદીરની મુલાકાત લીધી હતી.

મોદીને અહીંના મહંતે પુસ્તકો, ચાદર વગેરે ભેટમાં આપ્યા હતા. આશરે ૨૦ મિનિટ સુધી મોદી મંદિરમાં રોકાયા હતા. વેકેશન બાદ કેદારનાથના કપાટ બુધવારે પહેલી વખત ખોલવામાં આવ્યા હતા અને મોદી પ્રવેશ કરનારા પહેલા દર્શનાર્થી હતા.