નો ફ્લાય લિસ્ટના
નવા નિયમો
પહેલી કેટેગરી
પહેલી કેટેગરીમાં એક્સપ્રેશન જેમ કે ધમકીભર્યા ઈશારા અને હાવભાવને રાખવામાં આવ્યાં છે. જેમાં દોષિત મુસાફર પર 3 મહિના સુધી પ્રતિબંધ લાગી શકે છે.
બીજી કેટેગરી
બીજી કેટેગરી
બીજી કેટેગરીમાં ફિઝિકલ એબ્યુઝને રાખવામાં આવેલ છે. જેમાં ધક્કો મારવો, લાત મારવી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સામેલ છે. આ હરકત બદલ મુસાફર પર 6 મહિના સુધીનો પ્રતિબંધ લાગી શકે છે.
3જી કેટેગરી
ત્રીજી કેટેગરીમાં મુસાફરનો એવો વર્તાવ સામેલ હશે જેમાં મુસાફરના વર્તનથી સ્ટાફના જીવને જોખમ પેદા થાય. આ કેટેગરીમાં 2 વર્ષ કે તેનાથી વધુ સમયનો પ્રતિબંધ દોષિત મુસાફર પર લાગી શકે છે.
તરત મુસાફરને પ્રતિબંધિત કરી શકે છે એરલાઈન્સ
નિયમોના ડ્રાફ્ટ મુજબ ખરાબ વર્તન બદલ દોષિત ઠરતા એરલાઈન્સ મુસાફર પર તરત પ્રતિબંધ લગાવી શકે છે. પરંતુ આવા સંજોગોમાં મુસાફરો તરત નેશનલ નો ફ્લાઈ લિસ્ટમાં સામેલ થઈ શકશે નહીં.
આ કેરિયર્સ પર લાગુ થશે નિયમો
મુસાફરો માટેના આ નિયમો તમામ ડોમેસ્ટિક એરલાઈન્સમાં લાગુ થશે. જો ઈન્ટરનેશનલ એરલાઈન્સ પણ તેનો ઉપયોગ કરવા માંગે તો તેઓ પણ આ નિયમો અપનાવી શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો