બુધવાર, 3 એપ્રિલ, 2019

અમેરિકા ભારતને આપશે 24 MH-60R રોમિયો હેલિકોપ્ટર

 
દુશ્મનોને સરળતાથી તબાહ કરનારા બે ડઝન નવા ઘાતક હેલિકૉપ્ટર જલ્દી જ ભારતની પાસે હશે. અમેરિકાએ 24 MH 60 રોમિયો સિહૉક હેલિકૉપ્ટરના વેચાણની મંજૂરી આપી છે. 

આ ઘાતક હેલિકૉપ્ટરથી મિસાઈલો પણ ફાયર કરી શકાય છે. હેઈન્સ હેલિકોપ્ટરને ખાસકરીને સમુદ્રી મિશન માટે બનાવવામા આવ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યુ કે 2.4 અરબ ડૉલરની અનુમાનિત કિંમત પર ભારતને આ હેલિકૉપ્ટર આપવામાં આવશે.
લૉકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ હેલિકૉપ્ટર, સબમરીન અને જહાજો અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. સાથે જ હેલિકૉપ્ટર સમુદ્રમાં શોધ અને બચાવ કાર્યોમા પણ ઉપયોગી છે. 
ટ્રમ્પ વહીવટી તંત્રએ મંગળવારે કોંગ્રેસમાં સૂચિત કરવામાં આવ્યા કે તેમણે 24 MH 60 રોમિયો બહુઉપયોગી હેલિકૉપ્ટરના વેચાણને મંજૂરી આપી છે. આ હેલિકૉપ્ટર ભારતીય સુરક્ષા દળોને સબમરીન રોધી યુદ્ધ મિશનને સફળતા સાથે અંજામ આપવામાં સક્ષમ બનાવશે. 
400 વર્ષ પહેલાં અમદાવાદનો સમાવેશ વિશ્વના સૌથી મોટા અને મહત્ત્વનાં શહેરોમાં થતો હતો
 
- બ્રિટિશ અખબાર 'ફાઈનાન્સિયલ ટાઈમ્સે' દુનિયાના શહેરો વિશે અહેવાલ તૈયાર કર્યો
- 1697માં 3.77 લાખની વસતિ સાથે અમદાવાદ વિશ્વમાં છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર હતું : કલકત્તા-મુંબઈને છેક 19મી સદીમાં મહત્ત્વ મળ્યું હતું

આશાપલ્લી, આશાવલ, રાજનગર, કર્ણાવતી, અહેમદાબાદ અને આપણું અમદાવાદ. વિતેલા સેંકડો વર્ષોના સમયનું સાક્ષી બનીને આ શહેર ઉભું છે. આ સેંકડો વર્ષોના સમયના સંભારણાઓ પણ અહીં સંઘરાયેલા છે. આપણું અમદાવાદ એ બોલતી દિવાલોનું શહેર છે. સતત વિકસતા, વિસ્તરતા અને ધબકતા એ શહેરનો ઇતિહાસ ભવ્ય છે. શહેરમાં ઉભેલા ઐતિહાસિક સ્થાપ્ત્યો આ વાતની સાક્ષી પુરે છે. ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ મધ્યકાલિન યુગમાં વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક હતું. આજથી લગભગ ૫૦૦ વર્ષ પહેલા વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા દસ શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ થતો હતો. 
બ્રિટનના આંતરરાષ્ટ્રીય અખબાર 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ' દ્વારા છેલ્લા પાંચસો વર્ષ દરમિયાન જગતના સૌથી મહત્ત્વના શહેરો અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ અખબારે વિડીયો સ્વરૂપે રજૂ કર્યો છે. તેમાં ઇ.સ. ૧૫૦૦થી લઇને ૨૦૧૮ એટલે કે ૫૦૦ વર્ષના સમયગાળા દરમિયાન જે તે સમયે વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવનારા ૧૦ શહેરોનો ડેટા રજુ કરવામાં આવ્યો છે. આ વિડીયો એશિયામાં અને ખાસ કરીને ભારતમાં સોશિયલ મિડીયામાં મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. તેનું કારણ છે કે વિડીયોમાં એશિયાના ઘણા શહેરોને જે તે સમયે વિશ્વના મોટા શહેરો તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમાં ભારતના ત્રણથી ચાર શહેરો સાથે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. ઇ.સ. ૧૫૦૦થી ૧૭૫૦ની વચ્ચે ગુજરાતનું અમદાવાદ, બંગાળનું ગૌડા, વિજયનગર અને બીજાપુર(હાલ કર્ણાટક), આગ્રા સૌથી વધુ વસતી ધરાવતાં દસ શહેરોની યાદીમાં આવે છે અને બહાર નીકળે છે. 

ઇ.સ. ૧૫૮૦માં અમદાવાદ ૧.૭૭ લાખની વસતી સાથે વિશ્વનું ૧૦મું સૌથી વધુ વસતી ધરાવતું શહેર બન્યું હતું. ત્યારબાદ ૧૫૯૦માં આ યાદીમાંથી બહાર થયા બાદ ફરી ૧૬૫૩માં ૨.૮૪ લાખની વસતી સાથે અમદાવાદ ૧૦મા ક્રમે આવ્યુ હતું. વર્ષ ૧૬૯૭માં ૩.૭૭ લાખની વસતી સાથે અમદાવાદ વિશ્વમાં છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર જાહેર થયું હતું. ૧૭૦૧માં શહેરની વસતી ૩.૮૦ લાખ પર પહોંચ્યા બાદ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને ૨.૬૨ લાખની વસતી થઈ ત્યારે શહેર યાદીમાંથી બહાર ફેંકાયુ હતુ. 
હાલમાં ભારતના મહત્વના ગણાતા શહેરો જેવા કે મુંબઇ, કોલકત્તા અને દિલ્હી તો ૧૯૫૦ બાદ આ યાદીમાં જોવા મળે છે. જો કે, મુંબઇ ઇ.સ. ૧૮૦૦ બાદ યાદીમાં આવે છે અને તુરંત જ નિકળી પણ જાય છે. આજે અમદાવાદનો સમાવેશ ભારતના સૌથી મોટા પ્રથમ ચાર કે મહત્ત્વના ચાર શહેરોમાં થતો નથી. 
આપણા માટે મહત્વની અને ગૌરવની વાત એ છે કે પંદરમી સદીના મધ્યથી લઇને સતરમી સદીના ઉતરાર્ધ સુધી અમદાવાદ વૈશ્વિક ફલક પર મોટા અને મહત્વના શહેર તરીકે ઉભર્યુ હતું. સાથે જ તે સમયે અમદાવાદ ભારતનું પણ સૌથી મોટું શહેર હતું. માત્ર આટલું જ નહી પરંતુ વ્યાપાર અને સંસ્કૃતિના ઉત્કૃષ્ટ સમન્વયના કારણે અમદાવાદ તે સમયે સૌથી સમૃદ્ધ પણ હતું. 
ઇ.સ. ૧૪૧૧માં અમદાવાદનો મુઘલ શાસકોએ રાજધાની રૂપે સ્થાપિત કર્યુ. ત્યારબાદથી આ શહેર વિકાસનું કેન્દ્ર બન્યુ. માત્ર રાજકિય અને વ્યાપારીક પ્રવૃતિ ઉપરાંત અમદાવાદ બૌદ્ધિક અને ધાર્મિક પ્રવૃતિનું પણ કેન્દ્ર બન્યુ. આ બધા કારણોસર તે વૈશ્વિક ફલક પર મહત્વનું આલેખાયું.  
અત્યારે સ્થિતિ એવી છે કે કોઈ શહેર આજે મોટું થાય તો બે-પાંચ વર્ષમાં બીજું કોઈ શહેર તેને ઓવરટેક કરી જાય. અમદાવાદ જો કે લગલગાટ બે સદી સુધી ભારતના સૌથી મહત્ત્વના શહેરોમાં રહ્યું હતું. અમદાવાદ ૧૬મી સદીના અંત ભાગમાં વિશ્વના પ્રથમ દસ શહેરોમાં સ્થાન પામ્યું. એ પછી છેક ૧૮મી સદીમાં અમદાવાદ પ્રથમ દસ મહત્ત્વના શહેરોના લિસ્ટમાંથી બહાર થયું હતુ. મુઘલ સામ્રાજ્યના પતન બાદ શહેરની ચમક ઝાંખી થઇ હતી. વર્ષ ૧૭૨૦ આસપાસ અમદાવાદને બેથી ત્રણ વખત લૂંટવામાં આવ્યુ. ત્યારબાદ પ્રથમ મરાઠા સામ્રાજ્ય અને પછી બ્રિટીશ શાસન આવ્યું. પરંતુ પછી અમદાવાદ પહેલા જેવી ચમક અને સમૃદ્ધિ ના મેળવી શક્યું.
નેધરલેન્ડ (ડચ)ના પ્રવાસી ફિલિપસ બેલડસે ૧૬૭૨ની સાલમાં અમદાવાદનું ચિત્ર દોર્યું હતું. એ ચિત્રમાં તો આખુ શહેર એક કિલ્લામાં જ સમાઈ જતું દેખાય છે. વહેતી સાબરમતી અને તેના કાંઠે પસાર થઈ રહેલા વટેમાર્ગુ તથા તેમના ઢોર-ઢાંખર પણ ફિલિપસે ચિતર્યા હતા.

મંગળવાર, 2 એપ્રિલ, 2019

મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર સિંહ !

 

- IAS ઓફિસરે સિંહનાં કાર્ટૂન બનાવ્યાં

- 'સાવજ' નામના સિંહની લોકો અને ખાસ કરીને યુવાનોને જાગૃત બની મતદાન કરવા માટેની અપીલ

લોકસભા ચૂંટળી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સ્થાનિક લેવલથી માંડીને રાષ્ટ્રીય લેવલે તંત્ર ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે. દર વખતની જેમ આ વખતે પણ વધુમાં વધુ લોકો મત આપે અને વધુમાં વધુ લોકો ચૂંટણીમાં જોડાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ગીર સોમનાથ જીલ્લા પ્રશાસન દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યા છે. ગીરનું ઘરેણું ગણાતા સિંહને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સિંહના અલગ અલગ કાર્ટૂન વડે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. ગીરમાં સિંહને સાવજ તરીકે ઓળખવામાં આવતો હોવાથી આ સિંહનું નામ પણ 'સાવજ' રાખવામાં આવ્યુ છે.
આ આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે મતદાન અંગેની જાગૃતિ ફેલાવતા કાર્ટૂન આઇએએસ ઓફિસર નિતિન સાંગવાને બનાવ્યા છે. સાંગવાન મૂળ હરિયાણાના છે અને વેરાવળમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ અંગે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મતદાર જાગૃતિ માટે એવુ કંઇક કરવાનું હતુ જેથી દરેક ઉંમરના લોકો અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચી શકાય. બાળપણથી મને કાર્ટૂન બનાવવા પસંદ છે. ઉપરાંત આ વિસ્તારમાં સિંહ ખૂબ લોકપ્રિય છે, માટે અમે તેને જ મતદાર જાગૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો . મતદાન માટેની વિવિધ માહિતી અને અપીલ કરતા સિંહના કાર્ટૂન બનાવી લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
એમિસેટ લૉન્ચ : એક સાથે ત્રણ ઑરબિટમાં ઉપગ્રહ ગોઠવવાની ઇસરોની સિદ્ધિ
- એમિસેટ ભારતીય સેના માટે રેડારનું કામ કરશે : ભારતનો આ પ્રકારનો પ્રથમ ઉપગ્રહ
- ભારતના એમિસેટ ઉપરાંત અમેરિકા સહિત વિવિધ દેશોના ૨૮ અન્ય ઉપગ્રહો પણ લૉન્ચ કર્યા
 

શ્રીહરિકોટા મથક ખાતે પ્રેક્ષક ગેલેરી શરૃ કરાઈ
અંતરીક્ષની દૂનિયામાં ભારત સતત ઐતિહાસક સિદ્ધિઓ મેળવી રહ્યુ છે. ત્યારે સોમવારે ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થાન (ISRO)એ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. ઇસરોએ  સોમવારે સવારે શ્રાહરિકોટા ખાતેથી ભારતના ઇલેક્ટ્રોનિક ઇંટેલિજન્સ સેટેલાઇટ એમિસેટ અને અનય ૨૮ વિદેશી ઉપગ્રહોનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યુ હતું.
૨૭ કલાકના કાઉન્ટડાઉન બાદ સવારે ૯.૨૭ કલાકે પીએસએલવી-સી૪૫ એ ઉડાન ભરી હતી. ચાર સ્ચેજના પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વ્હિકલ (PSLV) માટે આ ૪૭મું મિશન હતું. ઇસરોએ આ મિશન વડે ઘણી સિદ્ધિઓ મેળવી છે. મિશન દરમિયાન પ્રસ્થાપિત કરાયેલો એમિસેટ ઉપગ્રહ સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે મહત્વપૂર્ણ છે.
એમિસેટ શા માટે મહત્ત્વનો?
એમિસેટ એ ભારતનો રક્ષા સેટેલાઇટ છે. જેને ઇસરો અને ડીઆરડીઓએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. જે મુખ્યત્વે ઇલેક્ટ્રોમેગ્નેટીક (વિદ્યુતચુંબકીય) ગતિવિધી પર નજર રાખશે. ખાસ કરીને એમિસેટની મદદ વડે બોર્ડર પર રડાર અથવા તો સેંસર પર નજર રાખવામાં આવશે. ઉપરાંત સમુદ્રી જહાજો દ્વારા પ્રસારીત થતા સંદેશાઓ મેળવીને તેને સ્ટેશન પર ટ્રાન્સફર કરશે.
સામાન્ય રીતે દુશ્મન દેશોના જહાજો-હથિયારો પર નજર રાખવા માટે સરહદ પર અને અન્ય મહત્ત્વના સ્થળોએ રેડાર ગોઠવાયેલા હોય છે. એ રીતે આ સેટેલાઈટ એ અવકાશમાં રેડારનું કામ આપશે. એમિસેટની કામગીરી રેડિયો અમેચ્યોર સેટેલાઇટ કોઓપરેશન, બીજુ ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ અને ત્રીજુ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ સાઇન્સ એન્ડ ટેકનોલોજી, એ ત્રણેય સંસ્થાઓ સાથે સંકળાયેલી છે.
એક રોકેટ, ત્રણ કક્ષા
લોન્ચિંગના ૧૭ મિનિટ બાદ રાકેટે ૪૩૬ કિલોના એમિસેટ ઉપગ્રહને ૭૪૮ કિમીની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કર્યો હતો. ત્યારબાદ રોકેટના ચોથા સ્ટેજને રિસ્ટાર્ટ કરાયું અને ૫૦૪ કિમીની ઉંચાઇ પર અન્ય દેશોના ૨૮ ઉપગ્રહો કે જેમનુ કુલ વજન ૨૨૦ કિલો હતું તેમને તરતા મુકવામાં આવ્યા. ફરીથી રોકેટ ૪૮૫ કિમીની ભ્રમણકક્ષામાં આવ્યું જ્યાં તેની સાથે રહેલા પે લોડ (ભાર) સાથે પ્રયોગ કર્યો. આ આખા ઘચનાક્રમમાં ૧૮૦ મિનિટનો સમય લાગ્યો. 
આ મિશન સાથે જ ઇસરોએ ત્રણ સિદ્ધિઓ પણ મેળવી છે. આ મખતે પ્રથમ વખત પીએસએલવીએ ચાર સ્ટ્રેપ ઓન મોટર સાથે ઉડાન ભરી હતી. તો આ મિશનમાં પ્રથમ વખત ઇસરોએ ઉપગ્રહોને ત્રણ અલગ અલગ ભ્રમળકક્ષામાં પ્રસ્થાપિત કર્યા છે,
અને ત્રીજી સિદ્ધિ એ કે આ વખતે પહેલી વીર રોકેટમાં પ્રાયોગિક ધોરણે પે લોડ લઇ જવામાં આવ્યા હતા. સામાન્ય રીતે એક વખતના લોન્ચિંગમાં એક જ કક્ષામાં એક ઉપગ્રહ ગોઠવાતો હોય છે. પરંતુ એકથી વધુ કક્ષામાં એક જ રોકેટ દ્વારા ઉપગ્રહો ગોઠવવા એ સિદ્ધ મહત્ત્વની છે. 
ભારતના રક્ષા સેટેલાઇટ એમિસેટ માટે ડીઆરડીઓ અને ઇસરો બંનેએ સંયુક્ત રીતે કામ કર્યુ હતું. આ મિશનની અંદર ઉપયોગમાં લેવાયોલ ૯૫ ટકા જેટલો હાર્ડવેરનો સામાન ઇસરોની બહાર તૈયાર કરવામાં આવ્યો હતો.  ઉપરાંત સેટેલાઇટનો ૬૦થી ૭૦ ટકા ભાગ પણ સંસ્થાની બહાર તૈયાર કરાયા હતા. 
હવે નાગરિકો લૉન્ચિંગ જોઈ શકશે
ઇસરોએ પ્રથમ વખત સામાન્ય માણસો માટે પોતામા દરવાજા ખોલ્યો હતા. જેથી પ્રથમ વાર હજારો સામાન્ય લોકોએ સેટેલાઇટ લોન્ચિંગ નિહાળ્યુ હતું. અમેરીકી અસેસ્થા નાસાની માફક ઇસરોએ પણ સામાન્ય લોકોને પોતાના અંતરીક્ષ અભિયાન સાથે ભાવનાત્મક રીતે જોડવાનું શરૃ કર્યુ છે. જે માટે સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતે ૫૦૦૦ લોકોની ક્ષમતા વાળુ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્પુ છે.  જ્યાંથી લોકો નિ:શુલ્ક સેટેલાઇટ લોન્ચિંગ જોઇ શકે છે.
વિવિધ દેશોના ૨૯ ઉપગ્રહ
ભારત
૧ (એમિસેટ)
અમેરિકા
૨૪
લિથુનિયા
સ્પેઇન
સ્વિત્ઝર્લેન્ડ

અમેરિકા ભારતને આપશે 24 MH-60R રોમિયો હેલિકોપ્ટર



દુશ્મનોને સરળતાથી તબાહ કરનારા બે ડઝન નવા ઘાતક હેલિકૉપ્ટર જલ્દી જ ભારતની પાસે હશે. અમેરિકાએ 24 MH 60 રોમિયો સિહૉક હેલિકૉપ્ટરના વેચાણની મંજૂરી આપી છે. 

આ ઘાતક હેલિકૉપ્ટરથી મિસાઈલો પણ ફાયર કરી શકાય છે. હેઈન્સ હેલિકોપ્ટરને ખાસકરીને સમુદ્રી મિશન માટે બનાવવામા આવ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યુ કે 2.4 અરબ ડૉલરની અનુમાનિત કિંમત પર ભારતને આ હેલિકૉપ્ટર આપવામાં આવશે.
લૉકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ હેલિકૉપ્ટર, સબમરીન અને જહાજો અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. સાથે જ હેલિકૉપ્ટર સમુદ્રમાં શોધ અને બચાવ કાર્યોમા પણ ઉપયોગી છે. 
ટ્રમ્પ વહીવટી તંત્રએ મંગળવારે કોંગ્રેસમાં સૂચિત કરવામાં આવ્યા કે તેમણે 24 MH 60 રોમિયો બહુઉપયોગી હેલિકૉપ્ટરના વેચાણને મંજૂરી આપી છે. આ હેલિકૉપ્ટર ભારતીય સુરક્ષા દળોને સબમરીન રોધી યુદ્ધ મિશનને સફળતા સાથે અંજામ આપવામાં સક્ષમ બનાવશે. 

રવિવાર, 31 માર્ચ, 2019

ગુજરાતની શૂટર ઈલાવેનિલની ગોલ્ડન સફળતા : ભારતને વધુ ચાર સુવર્ણ ચંદ્રક

 


- એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં સફળતાનો સિલસિલો જારી

- દિવ્યાંશ પનવરે ૧૦ મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો


ગુજરાતની શૂટર ઈલાવેનિલ વાલારિવને એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં વધુ સફળતા મેળવતા મહિલાઓની ૧૦ મીટરની એર રાઈફલ વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ એમ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ભારતના ૧૭ વર્ષીય શૂટર દિવ્યાંશ પનવરે મેન્સની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. દિવ્યાંશની સફળતાને પરીણામે ભારતને મેન્સ ટીમ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. આમ તાઈપેઈમાં ચાલી રહેલી એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતે વધુ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
આ સાથે એશિયન એર ગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ૧૬ મેડલમાંથી ૧૦ તો ગોલ્ડ છે. ઉપરાંત ભારતીય શૂટરોએ ૪ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. 
૧૯ વર્ષની ઈલાવેનિલે આ જ ટુર્નામેન્ટમાં અગાઉ સિલ્વર મેડલ મેળવ્યો હતો. જે પછી તેણે આજે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ૨૫૦.૫ પોઈન્ટના સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. આ ઈવેન્ટમાં તાઈપેઈની તાઈ યિંગ-શિને ૨૫૦.૨ના સ્કોર સાથે સિલ્વર મેડલથી સંતોષ માન્યો હતો. ઈલાવેનિલને માત્ર ૦.૩ પોઈન્ટના અંતરથી ગોલ્ડ મેડલ મળ્યો હતો. સાઉથ કોરિયાની પાર્ક  ૨૨૯.૧ના સ્કોર સાથે ત્રીજા ક્રમે રહી હતી. જોકે ભારતની અપૂર્વી ચંદેલા અને મેઘના સજ્જનાર ફાઈનલમા પ્રવેશવા છતાં મેડલ જીતી શક્યા નહતા. જોકે ઈલાવેનિલ, અપૂર્વી અને મેઘનાની ત્રિપુટી ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતી હતી. 
મેન્સ ઈવેન્ટમાં ભારતના ૧૭ વર્ષના દિવ્યાંશે  ૨૪૯.૭ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાઉથ કોરિયાના કિમ ડાઝિનને ૨૪૭.૪ પોઈન્ટ સાથે સિલ્વર અને તેના જ દેશના શિન મિન્કીને ૨૨૫.૫ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જ્યારે દિવ્યાંશની સાથે રવિ કુમાર અને દીપક કુમારની ભારતીય મેન્સ ટીમને પણ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

શુક્રવાર, 29 માર્ચ, 2019


જાણો શા માટે ટ્રેનની પાછળ લખેલો હોય છે X

ટ્રેનમાં તો આપણે સૌએ મુસાફરી કરી છે. ટ્રેનમાં જતી વખતે એ વાતની નોંધ પણ આપણે લેતા હોય કે તેના પર અનેક પ્રકારના નિશાન કરેલા હોય છે. આ નિશાનમાં સૌથી સામાન્ય અને દરેક ટ્રેનમાં જોવા મળતી વસ્તુ છે ટ્રેનના છેલ્લા ડબા પર લખેલો મોટો એક્સ. દરેક ટ્રેનમાં આ નિશાન જોવા મળે છે. આ નિશાન શા માટે હોય છે તેનું કારણ લોકો જાણતા નથી. ભારતમાં ચાલતી દરેક પેસેન્જર ટ્રેન પાછળ સફેદ અથવા તો પીળા રંગથી એક્સ લખેલું હોય છે. 
આ નિશાન દરેક ટ્રેન પાછળ હોય તે અનિવાર્ય છે. આ નિયમ ભારતીય રેલ્વેએ બનાવ્યો છે. આ ઉપરાંત કેટલીક ટ્રેન પાછળ એલવી પણ લખેલુ હોય છે અને એક લાલ રંગની લાઈટ પણ ચાલુ બંધ થતી હોય છે.
ટ્રેન પાછળ લખેલા એલવીનો અર્થ છે લાસ્ટ વ્હીકલ એટલે કે છેલ્લો ડબો. આ એલવી હંમેશા એક્સના નિશાન સાથે લખેલુ હોય છે. આ નિશાન કર્મચારીઓ માટે સંકેત હોય છે કે આ ડબ્બો છેલ્લો છે. જો કોઈ ટ્રેન પાછળ આ નિશાન ન હોય તો સમજી લેવું કે તે ટ્રેન કોઈ આપાતકાલીન સ્થિતિમાં છે. 
ટ્રેનની પાછળ ઝબુકતી લાઈટ કર્મચારીઓને સંકેત કરે છે કે ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ ચુકી છે. આ ટ્રેન ખરાબ વાતાવરણમાં અને રાત્રિના સમયે કર્મચારીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. જેથી કર્મચારીઓ આવતી જતી ટ્રેન વિશે જાણી શકે.