બુધવાર, 24 જાન્યુઆરી, 2018

સમુદ્રની રેતીમાંથી બનેલિ એક માત્ર જૈન તિર્થકારની પ્રતિમા બરોડામાં છે



શહેરના મધ્યમાં નરસિંહજીની પોળમાં આવેલા 'દાદા પાર્શ્વનાથ ભગવાનના જિનાલય'ના જિર્ણોધ્ધારને ૧૦૧ વર્ષ પુરા થતા હોવાથી તા.૨૨થી ૨૯ જાન્યુઆરી દરમિયાન સાત દિવસના ભવ્ય મહોત્સવનું આયોજન કરાયુ છે.
આ જિનાલયને આમ તો ૪૫૦ વર્ષ થયા અને સમગ્ર દેશમાં આવેલા તમામ જિનાલયોમાં વિશિષ્ટ છે કેમ કે અહી દાદા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સમુદ્રની રેતીમાંથી બનેલી છે અને આ પ્રકારની પ્રતિમાં દેશમાં કે વિદેશમાં અન્ય કોઇ સ્થાને નથી.
૪૫૦ વર્ષ પહેલા અહી લાકડાથી બનેલુ જિનાલય હતું, ૧૦૧ વર્ષ પહેલા જિર્ણોધ્ધાર કરીને શિખરબધ્ધ જિનાલય બન્યુ. જિનાલયનો 'જૈન તિર્થ'માં સમાવેશ
જિનાલયના ટ્રસ્ટી રોશન ઝવેરીએ કહ્યું હતુ કે 'અગાઉ આ સ્થળે કાષ્ઠ (લાકડામાંથી બનેલ) જિનાલય હતું અને તેનું નિર્માણ વસ્તુપાળજીના ભાઇ તેજપાલ મંત્રીશ્વરે કરાવ્યુ હતું. જે બાદ સમયાંતરે તેનો જિર્ણોધ્ધાર થતો રહ્યો અને છેલ્લે ૧૦૧ વર્ષ પહેલા ઝવેરી પરિવારે આ સ્થળે શિખરબદ્ધ જિનાલય બનાવ્યુ અને તેમાં મૂળ નાયક તરીકે દાદા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા પ.પૂ.શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે થઇ હતી'
'દાદા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનો ઇતિહાસ એવો છે કે વડોદરામાં હાલમાં ભૂતડીઝાંપા વિસ્તાર છે તે વિસ્તારમાં ખોદકામ દરમિયાન આ પ્રતિમા મળી આવી હતી. પ્રતિમા સમુદ્રની રેતી, ગાયનુ છાણ અને અન્ય પવિત્ર વસ્તુઓના ઉપયોગથી સિદ્ધ કરાયેલી છે.
ખોદકામ દરમિયાન દાદાના માથા પર ફણીધર નાગની ફેણ તૂટી ગઇ હતી અને તે સમયે તેમાંથી દૂધની ધારા વહી હતી.જૈન પરંપરામાં કોઇ પણ જિનાલયને ૧૦૦વર્ષથી વધુનો સમય થાય એટલે તેનો 'તિર્થ'માં સમાવેશ થાય છે એટલે આ જિનાલય હવે જૈન તિર્થ છે. આઠ દિવસના સમારોહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે જેમાં દેશ અને વિદેશમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ એકઠા થવાના છે.


વૈજ્ઞાનિક એસ. સોમનાથની વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે નિમણુક




જાણીતા વૈજ્ઞાનિક એસ સોમનાથ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (Vikram Sarabhai Space Centre -VSSC), તિરુવનંતપુરમ, કેરળના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. 
આ પહેલાં, તેઓ LPSC (Liquid Propulsion Systems Centre) ના ડિરેક્ટર હતા,મુખ્ય કેન્દ્ર છે જે લિક્વિડ એન્જિન તેમજ ઇસરોના બધા લોન્ચ વાહનો અને સેટેલાઈટ કાર્યક્રમો માટેના તબક્કાઓ માટે જવાબદાર છે.

એસ સોમનાથ

એસ સોમનાથ 1985 માં ઇસરોમાં જોડાયા હતા અને PSLVના પ્રારંભિક વિકાસના તબક્કા દરમિયાન અને PSLVની પ્રથમ ઉડાન દરમિયાન અને બીજા ઉડ્ડયન PSLV-D2 માં સફળ થવા માટે ટીમના અગ્રણી હતા. 

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)

ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (ડીઓએસ) હેઠળ VSSC ઇસરોનું મુખ્ય જગ્યા સંશોધન કેન્દ્ર છે.  તે ભારતના કેરળ રાજ્યમાં તિરુવનંતપુરમમાં સ્થિત છે. VSSC ઇસરોમાં મુખ્ય સંશોધન અને વિકાસ સંસ્થાઓ પૈકી એક તરીકે ઊભરી આવી છે.
તેની સ્થાપના 1963માં કરવામાં આવી હતી અને તેની શરૂઆત એ થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન (TERLS) તરીકે 1962 માં થઈ હતી. પાછળથી તેનું નામ બદલીને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈના નામે કરવામાં આવ્યું હતું. VSSC, ધ્વનિ રોકેટ, રોહિણી અને મેનકા પ્રક્ષેપકો, અને લોન્ચ વાહનોના એસએસએલવી, પીએસએલવી, જીએસએલવી અને જીએસએલવી એમકે ત્રીજા પરિવારોના વિકાસ માટે કામ કરતી એક સંપૂર્ણ સ્વદેશી સુવિધા છે.


મંગળવાર, 23 જાન્યુઆરી, 2018

ગુજરાતના માજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે એમપીના રાજ્યપાલ તરીકે શપથ લીધા



- આજથી સંભાળ્યો મધ્યપ્રદેશના રાજ્યપાલનો કારભાર

- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રહ્યા હાજર

ગુજરાત માજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેના શપથ લીધા હતા.
આનંદીબેન પટેલે મંગળવારે રાજભવનમાં મધ્યપ્રદેશના 27મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તાએ તેમને શપથ લેવડાવવ્યા હતા.  


WEFમાં પ્રથમવાર સંમેલનની અધ્યક્ષ સ્થાને મહિલાઓઃભારતીય ચેતના સિન્હા પણ સામેલ



- જાણો કોણ છે ચેતના સિન્હા? અનો કઈ સાત મહિલાઓને સોંપાઈ છે જવાબદારી


હાલમાં સ્વિત્ઝરલેન્ડનું દાવોસ વર્લ્ડ ઈકોનોમી ફોરમ WEFને કારણે ટોક ઓફ ધી વર્લ્ડ છે. ત્યારે આ ઈવેન્ટમાં 47 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષતાની જવાબદારી 7 મહિલાઓને સોંપવામાં આવી છે. જેમાં ભારતીય ચેતના સિન્હા પણ સામેલ છે.

સાત મહિલાઓ પૈકી એક યુનિયન બોસ, એક ન્યુક્લિયર ફિઝિસિસ્ટ, બે કંપની હેડ, એક ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશનની લીડર, એક ઇકોનોમિસ્ટ અને એક વડાંપ્રધાન (નોર્વે)નો સમાવેશ થાય છે. ભારતની ચેતના ગાલા સિંહાને પણ આ જવાબદારી મળી છે. તે માણદેસી મહિલા સહકારી બેન્કની ચેરપર્સન છે. ઉલ્લેખનીય છે કે દાવોસ ફોરમની શરૂઆત 1971માં થઇ હતી.

ચેતના સિંહા દેશમાં મહિલાઓ દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી ગ્રામિણ સહકારી મહિલા બેન્કની ફાઉન્ડર છે. તેમણે 1997માં તેની શરૂઆત કરી હતી. માણદેસી મહિલા સહકારી બેન્ક મહિલાઓને સિલાઇનું કામ કરવા કે શાળાએ જતી છોકરીઓને સાયકલ ખરીદવા માટે લોન આપે છે. એટલું જ નહિ, તેમાં નાના રોકાણકાર 10 કે 20 રૂપિયા જેટલી મામૂલી રકમ પણ જમા કરી શકે છે. વળી, નાના વેપારીઓને 100 કે 200 રૂપિયાની લોન પણ લઇ શકે છે.

સાત મહિલાઓને મળી છે જવાબદારી

1.
ચેતના ગાલા સિન્હા -ચેરપર્સન, માણદેસી મહિલા સહકારી બેન્ક
2.
ક્રિસ્ટિન લેગાર્ડ - મેનેજિંગ ડાયરેક્ટર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)
3.
ગિની રોમેટી - સીઇઓ, આઇબીએમ
4.
એન્રા સોલબર્ગ - નોર્વેની વડાંપ્રધાન
5.
શૈરન બરો - જનરલ સેક્રેટરી, આઇટીયુસી
6.
ફેબિલા જિઓનોટી - મેનેજિંગ ડાયરેક્ટર, સીઇઆરએન
7.
ઇજાબેલ કોચર - સીઇઓ, એન્જી.


આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી - 23 January


- રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે પણ ટ્વીટર ઉપર કરી પોસ્ટ
- મમતા બેનર્જીએ સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવા કરી અપીલ
આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે તેમને ટ્વીટ્ટર દ્વારા શ્રધ્ધાંજલી આર્પી હતી.

રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે ટ્વીટ કરી હતી કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ભારતના સ્વાતંત્ર સંઘર્ષના હીરો છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમને ભાવભીની શ્રધ્ધાંજલી.

જ્યારે વડાપ્રધાને પણ ટ્વીટર ઉપર પોસ્ટ કરી હતી કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દરેક ભારતીયનું ગૌરવ છે. આ અદ્દભૂત વ્યક્તિત્વને તેમના જન્મદિવસ નિમિત્તે ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ.


સોમવાર, 22 જાન્યુઆરી, 2018

સરકારે 9 નવા સ્માર્ટ સિટીઝની જાહેરાત કરી

હાઉસિંગ અને શહેરી બાબતોના કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ સ્માર્ટ સિટી મિશન હેઠળ નવ સ્માર્ટ શહેરોનો એક નવો બેચ જાહેર કર્યો છે. ચોથા રાઉન્ડમાં આ 9 સ્માર્ટ શહેરોના ઉમેરા સાથે, સ્માર્ટ સિટી મિશન હેઠળ કુલ શહેરોમાં વધારો થયો છે, જે 99 સુધી પહોંચી ગયો છે.

મુખ્ય હકીકતો


નવ શહેરોમાં ઉત્તર પ્રદેશ- મોરાદાબાદ, બરેલી અને સહારનપુર, બિહાર શરિફ (બિહાર), સિલ્વાસા (દાદરા અને નગર હાવલી), ઇરોદ (તમિલનાડુ), દમણ અને દીઉ, ઈતાનગર (અરુણાચલ પ્રદેશ) અને કવરાતિ (લક્ષદ્વીપ) ના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે . પસંદગીના નવ શહેરોએ રૂ. 12,824 કરોડનું રોકાણ કરવાની દરખાસ્ત કરી છે. આનાથી આ વિસ્તારોમાં રહેતા 35.3 લાખ લોકો પર અસર પડશે.

સ્માર્ટ સિટી મિશન એટલે કે સ્માર્ટ સિટી મિશન હેઠળ 10 મુખ્ય આંતરમાળખાકીય ઘટકો છે. પર્યાપ્ત પાણી પુરવઠોખાતરી વીજળી પુરવઠોકાર્યક્ષમ શહેરી ગતિશીલતા અને જાહેર પરિવહનસ્વચ્છતા, ઘન કચરાના વ્યવસ્થાપન સહિતપોષણક્ષમ હાઉસિંગ, ખાસ કરીને ગરીબો માટેમજબૂત આઇટી જોડાણ અને ડિજિટલકરણસુશાસન, ખાસ કરીને ઈ-ગવર્નન્સ અને નાગરિકની ભાગીદારીટકાઉ વાતાવરણનાગરિકોની સલામતી અને સલામતી, ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોઅને આરોગ્ય અને શિક્ષણ.



વાયરા વાયા વસંતના...: આજે વસંત પંચમી સાથે ત્રણ પર્વોની એકસાથે ઉજવણી કરાશે

-બાગ-બગીચાઓમાં વાસંતી છવાશે: સરસ્વતી માતાના પૂજન માટે સર્વશ્રેષ્ઠ દિવસ

-વસંત પંચમી ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષપત્રી જયંતિ, શ્રી પંચમી પણ ઉજવાશે

'વાયરા વાયા વસંતના, હું ના જાણું કેમ હૈયાને ગમતા કે વાયરા વસંતના...' ભારતીય સંસ્કૃતિમાં આવતતી છ ઋતુઓમાં જેને રાજા ગણવામાં આવે છે વસંત પંચમીનું પર્વ આજે ઉજવાશે. કહેવામાં આવે છે કે વસંત પંચમીથી પ્રકૃતિનું રમણીય રૃપે સોળે કલાએ ખીલી ઉઠે છે.

આજે વસંત પંચમી ઉપરાંત શ્રી પંચમી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની જયંતી તેમજ ગાયત્રી પરિવારના સંસ્થાપક પં.રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિન પણ ઉજવાશે.

સરસ્વતી માતાની ઉપાસના માટે વસંત પંચમી સર્વશ્રેષ્ઠ દિવસ છે. જ્યોતિષીઓના મતે આ દિવસે દેવી સરસ્વતીની કૃપા મેળવવા માટે 'ઓમ્ સરસ્વત્યૈ નમઃ' મંત્રનો જાપ કરવો જોઇએ. સરસ્વતી પૂજા કરવા માટે સવારે ૭:૨૧થી બપોરે ૧૨:૩૬નું શુભ મુહૂર્ત છે.

આ દિવસે પુસ્તકોનું પણ પૂજન કરવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલા ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની ૧૯૨મી જયંતિ પણ વસંત પંચમીના છે. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરોમાં વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, 'આજથી ૧૯૨ વર્ષ અગાઉ કુરિવાજો, અંધશ્રદ્ધા, વ્યસનના સામેના રણસંગ્રામમાં નિસ્તેજ થઇ ગયેલા માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા સ્વામિનારાયણ ભગવાને વડતાલ ખાતે સંવત ૧૮૮૨ના વંસત પંચમીના ૨૧૧ શ્લોકમાં માર્ગદર્શન આપવા જે માર્ગદર્શિકા આપી તેનું નામ શિક્ષાપત્રી.

આ અનમોલ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટ ખાતે મુંબઇના ગવર્નર સર જ્હોન માલ્કમને ૨૬ ફેબુ્રઆરી ૧૮૩૦ના ભેટમાં અર્પણ કરી હતી. હાલ તે  ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં સંગ્રહિત કરવામાં આવી છે. '