બુધવાર, 17 જાન્યુઆરી, 2018

ઈઝરાયેલના વડાપ્રધાને દરિયાઈ પાણીને મીઠું બનાવતી કાર ભેટ આપી



- આ બોટ બનાસકાંઠાના નડાબેટ ખાતે રાખવામાં આવશે

- સરહદે જવાનોને પહોંચાડાશે ખાસ મીઠુ પાણી

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારતના છ દિવસીય પ્રવાસે છે ત્યારે તેમણે ભારતને દરિયાના ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવતી કાર ભેટ આપી છે.

ઇઝરાયેલની 'પાણીદાર' ભેટ સમી દરિયાઈ પાણીને મીઠું બનાવતી કારથી સરહદે જવાનોને પીવા માટે મીઠું પાણી પહોંચાડવામાં આવશે. આ કાર બનાસકાંઠાના નડાબેટમાં રાખવામાં આવશે. આ માટે ખાસ ઈઝરાયેલથી એન્જિનિયર્સની ટીમ આવી છે.



ભલે પધાર્યા:ઈઝરાયેલના વડાપ્રધાન સાથે ભારતના વડાપ્રધાનનો આજે રોડ શો


-સાબરકાંઠાના વદરાડમાં વેજીટેબલ કેન્દ્રમાં પણ જશે

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આવતીકાલે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી અમદાવાદ તેમની સાથે આવશે. બન્ને વડાપ્રધાનોનું એરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ સુધીનાં યોજાનારા રોડ શોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

બન્ને નેતાઓ ખુલ્લી જીપમાં જશે. તેમજ રસ્તા પર ઊભેલા લોકોનું અભિવાદન કરશે. બન્ને મહાનુભાવોનો ભવ્ય રોડ શો યોજાય તે માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્રએ પૂરી કરી લીધી છે. નવ કીલોમીટરનાં લાંબા રૃટ પર રોડની બન્ને બાજુએ ૫૦ જેટલા સ્ટેજો ઊભા કરાયા છે. જેમાં ભાતીગળ વસ્ત્રોમાં જૂદા જૂદા રાજ્યોના લોકો લોકનૃત્ય - સંગીત પીરસશે. રોડની બન્ને બાજુ લોકો ઊભા રહીને રોડ શોને નિહાળી શકશે.

વડાપ્રધાનોનો કાફલો આશ્રમ રોડ પરનાં ગાંધી આશ્રમે પહોંચ્યા બાદ ત્યાં લગભગ ૨૦ મિનિટનનું રોકાણ કરશે. બન્ને નેતાઓ હૃદયકુંજની મુલાકાત લઇને રેંટીયો પણ કાંતશે. ત્યાર બાદ એરપોર્ટ પરત ફરશે. એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા બાવળા ખાતેના આઈ-ક્રીએટ સેન્ટર ખાતે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે પહોંચશે.

આ સંસ્થાના ત્રણ બિલ્ડિંગનું ઉદઘાટન કરીને ઉપસ્થિત યુવાનો - સાહસિકોને સંબોધન પણ કરશે. સ્ટાર્ટ અપ પોલીસી હેઠળ જૂદા જૂદા ૪૦થી વધુ પ્રોજેક્ટસનાં સ્ટોલની તેઓ મુલાકાત પણ લેશે. અંતે ગુજરાતનાં ટોચનાં ઉદ્યોગપતિઓ સાથે બપોરનું ભોજન કરશે. અત્રે નોંધનીય છે કે, મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આઈ-ક્રીએટ સંસ્થાની સ્થાપના કરી હતી.

આ કાર્યક્રમ પતાવ્યા બાદ હેલીકોપ્ટર દ્વારા જ બન્ને વડાપ્રધાનો સાબરકાંઠાના વદરાડ ખાતેના સેન્ટર ઓફ એક્સેલન્સ વેજીટેબલ ખાતેની મુલાકાત માટે નીકળી જશે. આ કેન્દ્ર બન્ને દેશના કૃષિ ક્ષેત્રનાં પરસ્પર સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.


નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા રૃા. ૧૨ કરોડનાં ખર્ચે બનેલા રાજ્યનાં આ સૌ પ્રથમ સેન્ટર ઓફ એક્સલેન્સ વેજીટેબલ ૨૦૦ ચોરસમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ કેન્દ્રમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ૫૦ લાખ ધરૃનું નિદર્શન કરાય છે. જે ધરુ પ્રતિકૂળ વાતાવરણમાં ટકીને કિટકો - જંતુ સામે પ્રતિરોધક શક્તિ પણ ધરાવે છે. ભવિષ્યમાં અહીં મધમાખી ઉછેર અને સેન્દ્રીય પાકોનું નિદર્શન કરાશે. અત્રે નોંધનીય છે કે ગુજરાતનું આ એક માત્ર સેન્ટર છે જ્યાં એક જ સ્થળ ઉપર આશરે ૨ હેકટર વિસ્તારમાં જૂદા જૂદા પ્રકારનાં ૨૦ જેટલા રક્ષિત ખેતીનાં સ્ટ્રકચર આવેલા છે. બન્ને વડાપ્રધાનો સેન્ટર ખાતે કાયમી સ્મૃતિરૃપ એવા સ્તંભને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે તેઓ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ પણ કરશે.


મંગળવાર, 16 જાન્યુઆરી, 2018

70મો ઈન્ડિયન આર્મી ડે: જનરલ કે.એમ કરિઅપ્પાના સન્માનમાં મનાવાય છે 15th January



- અમે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવનાર પડકારો સામે લડવાનું આયોજન કર્યું છે: સેના પ્રમુખ રાવત

જનરલ કે. એમ કરિઅપ્પા આઝાદ ભારત પહેલા સેના પ્રમુખ બન્યા હતા અને તેમના સન્માનમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ આર્મી ડે મનાવવામાં આવે છે.

આર્મી ડે નિમિત્તે દિલ્હીના કેન્ટ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ થઈ. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે સંબોધન કર્યું. સેના દિવસની પૂર્વ સંધ્યાએ સેના અધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે અમારો દેશ અમારી સેના પર ગર્વ કરે છે તેમજ અમારા ઉદ્દેશ્યોને સમ્માન અને ગૌરવ સાથે પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરે છે. આજે ગત વર્ષનું આત્મવિશ્લેષણ અને ચિંતન કરતા અમે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવનાર પડકારો સામે લડવાનું આયોજન કર્યું છે.


2017માં ભારતીય સેનાને સરહદો પર અને દેશની અંદર કેટલાક ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ છે. અમારા સૈનિકોએ સરહદો પર વિરોધીઓને કડક જવાબ આપ્યો છે. આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન માનવાધિકારના મૂલ્યોને જાળવી રાખવા અમારું વલણ હંમેશા સતર્ક રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 9 જાન્યુઆરીએ દિલ્હીના કેન્ટ પરેડ ગ્રાઉન્ડમાં આર્મી ડે રિહર્સલ દરમિયાન ધ્રુવ હેલિકોપ્ટરથી રસ્સીના સહારે ઉતરતી વખતે 3 જવાન ઘાયલ થયા હતા.

ભારત ઇઝરાયેલની મૈત્રી ક્ષિતિજ વિસ્તરી મોસાદની જાસૂસીનો લાભ ભારતને મળશે



- ઈઝરાયેલના વડાપ્રધાનની છ દિવસીય ભારતયાત્રાનો પ્રારંભ 'ગાર્ડ ઓફ ઓનર' શરૃ

- બંને દેશ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી, પેટ્રોલિયમ સહિતના નવ કરાર: ઈઝરાયેલમાં ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ખોલાશે.

મોદીએ નેતાન્યાહૂને 'માય ફ્રેન્ડ બીબી' કહીને સંબોધન કર્યું, જ્યારે નેતાન્યાહૂએ મોદીને 'નરેન્દ્ર' કહીને દોસ્તી બતાવી.

 ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂ છ દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે થયેલા દ્વિપક્ષીય વાર્તાલાપમાં સાયન્સ, ટેકનલોજી, પેટ્રોલિયમ સહિતના ૯ કરારો થયા હતા.


ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ અને ભારતના વડાપ્રધાન મોદીએ વાર્તાલાપ કર્યા પછી સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં માહિતી આપવામાં આવી હતી એ પ્રમાણે ભારત-ઈઝરાયેલ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી, ફિલ્મ, ગેસ, પેટ્રોલિયમ, મેડિસિન વગેરેને લગતા કુલ ૯ મહત્વના કરારો થયા હતા.


સોમવાર, 15 જાન્યુઆરી, 2018

શુક્રવાર, 12 જાન્યુઆરી, 2018

ISRO સફળતાની શતક: ISROએ લોન્ચ કર્યો 100મો ઉપગ્રહ 




 આજે ભારત અંતરિક્ષમાં પોતાની શતક પૂરુ કરવા જઈ રહ્યું છે. આજે ઈસરો PSLVમાં 31 ઉપગ્રહોનું લોન્ચિંગ કરશે. આ લોન્ચિંગ સવારે 9.28 મિનીટે થશે. પરંતુ ભારતની આ ઉપલબ્ધિ પહેલા પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.


સિંગલ મિશનમાં ઇસરોના ૧૦૦મા ઉપગ્રહને લોન્ચ કરવાનું ૨૮ કલાકનું કાઉન્ટ ડાઉન ગુરુવારે જ શરૂ થયું હતું. ઇસરોનું આ ૪૨મું મિશન છે. જેમાં ઇસરોના સૌથી ભરોંસાપાત્ર રોકેટ પીએસએલવી-સી૪૦ પર સવાર થઇ ઇસરોનો ૧૦૦મો ઉપગ્રહ કાર્ટોસેટ-ટુ અને અન્ય ૩૦ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં સ્થાપિત થવા રવાના થશે. રોકેટનું લોન્ચિંગ આજે સવારે 9.28 કલાકે કરાશે.

  રાષ્ટ્રિય ઉધાન (નૅશનલ પાર્ક) 



1. કાઝીરંગા નેશનલ પાર્ક--જોરહાટ(અસમ)
2. નંદનકાનન નેશનલ પાર્ક--ભુવનેશ્વર(ઓડિશા)
3. જિમ કોર્બટ નેશનલ પાર્ક--રામનગર(ઉત્તરાખંડ)
4. દુધવા નેશનલ પાર્ક--લખીમપુર ખેરી(ઉત્તરપ્રદેશ)
5. હઝારીબાગ નેશનલ પાર્ક--હઝારીબાગ(ઝારખંડ)
6. શિવપુરી નેશનલ પાર્ક--શિવપુરી(મધ્યપ્રદેશ)
7. કાન્હા નૅશનલ પાર્ક--મંડલા(મધ્યપ્રદેશ)
8. બાંધવગઢ નૅશનલ પાર્ક--શાહડોલ(મધ્યપ્રદેશ)
9. બેટલા રાષ્ટ્રીય ઉધાન--બેટલા(ઝારખંડ)
10. ભરતપુર રાષ્ટ્રીય ઉધાન--ભરતપુર(રાજસ્થાન)
11. રોહલા નેશનલ પાર્ક--કુલ્લુ(હિમાચલ પ્રદેશ)
12. ખાંગચેડઝેના નેશનલ પાર્ક--ગંગટોક(સિક્કીમ)
13. તાડોબા નેશનલ પાર્ક--ચંદ્રપુર(મહારાષ્ટ્ર)
14. પેંચ નેશનલ પાર્ક--નાગપુર(મહારાષ્ટ્ર)
15. સંજય ગાંધી નેશનલ પાર્ક--બોરીવલી,મુંબઈ(મહારાષ્ટ્ર)
16. નવેગાંવ નેશનલ પાર્ક--ભંડારા(મહારાષ્ટ્ર)
17. બંડીપુર નેશનલ પાર્ક--મૈસુર(કર્ણાટક)
18. નગરહોલ નેશનલ પાર્ક--કુર્ગ(કર્ણાટક)
19. બન્નીરઘાટ્ટા નેશનલ પાર્ક--બેંગલુરુ(કર્ણાટક)
20. એરાવીકુલમ રાજમલ્લે નેશનલ પાર્ક--ઈડકકી(કેરલ)
21. ગિડી નેશનલ પાર્ક--ચેન્નાઈ(તામિલનાડુ)
22. કાંગેર રાષ્ટ્રીય ઉધાન--કાંગેર(છત્તીસગઢ)

23. ગ્રેટ હિમાલિયન નેશનલ પાર્ક--કુલ્લુ(હિમાચલ પ્રદેશ)