બુધવાર, 9 મે, 2018

નાસાએ હબલ સ્પેસ ટેલિસ્કોપની મદદથી બ્રહ્માંડનો સૌથી દૂરનો તારો શોધ્યો



- ઇકારસ નામના તારાના પ્રકાશને પૃથ્વી સુધી આવતા નવ અબજ વર્ષ લાગે

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ હબલ સ્પેસ ટેલિસ્કોપની મદદથી અત્યાર સુધીનો સૌથી દૂરનો તારો શોધ્યો છે. આ તારો પૃથ્વીથી એટલો દૂર છે કે તેના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં ૯ અબજ વર્ષ લાગે છે. બ્રહ્માંડના બ્લ્યુ રંગના આ તારાનું નામ ઇકારસ પાડવામાં આવ્યું છે જે ગ્રીક માયથોલોજી પર આધારિત છે.

આ તારાનું  ચોકકસ અંતર નકકી કરવા ટેલિસ્કોપમાં પીન પોઇન્ટ ઉપરાંત ડાર્કમેટર થિએરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ તો બહ્નાંડના વિસ્તારનો સચોટ અંદાજ અઘરો હોવા છતાં ઇકારસને બ્રહ્માંડની મધ્યમાં હોય તેવું માનવામાં આવ્યું છે. ઇકારસ એટલો દૂર છે કે તે વિશ્વના સૌથી શકિતશાળી દૂરબીનમાં પણ ઝાંખો દેખાતો હતો.

સૌથી દૂરના ઇકારસ તારાને શોધવા માટેના મિશનકાર્યનો આરંભ વર્ષ ૨૦૧૬થી થયો હતો. યૂનિર્વસિટી ઓફ કેલિફોર્નિયાના પેટ્રિક કેલીએ આ મિશનનું નેતૃત્વ કર્યું હતું. કેલીના જણાવ્યા મુજબ પોતાની રીતનો આ વિશાળ તારો એકલો અટૂલો જોયો હોય તેવી આ પ્રથમ ઘટના હતી. ઇકારસની નજીક ગ્લેકસી જોવા મળી હતી પરંતુ તેનાથી તે ૧૦૦ ગણો દૂર છે. આ તારાની અન્ય વિશેષતા અંગે બીજો પણ અભ્યાસ કરવામાં આવી રહયો છે. 


આ ઇકારસ તારા અંગેની સંશોધન ટીમમાં કેન્ટ્રાબિયા સ્પેનની એક ઇન્સ્ટિટયૂટના જેસ ડિઆગો અને યૂનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનાના સ્ટીવન રુડનીએ પણ હતા.૧૪ એપ્રિલ ૧૯૯૦માં નાસાએ વિશાળ હબલ સ્પેસ ટેલિસ્કોપ લોંચ કર્યુ તે પછી બ્રહ્નાંડના અનેક રહસ્યો, ગ્રહો અને તારાઓની અવનવી જાણકારી મળી રહી છે. ૧૦૮૮૬ કિલોગ્રામ વજન ૧૩.૨ મીટરની લંબાઇ ધરાવતા નાસાના હબલ ટેલિસ્કોપની  સેન્સિટીવિટી લાઇટ અલ્ટ્રા વાયોલેટથી ઇન્ફ્રારેડ સુધીની છે. ઇકારસ હબલ ટેલિસ્કોપે શોધેલો અત્યાર સુધી બ્રહ્નાંડનો સૌથી દૂરનો તારો બન્યો છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો