70મો ઈન્ડિયન આર્મી ડે: જનરલ કે.એમ કરિઅપ્પાના સન્માનમાં મનાવાય છે 15th
January
- અમે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં
રાખીને આવનાર પડકારો સામે લડવાનું આયોજન કર્યું છે: સેના પ્રમુખ રાવત
જનરલ કે. એમ
કરિઅપ્પા આઝાદ ભારત પહેલા સેના પ્રમુખ બન્યા હતા અને તેમના સન્માનમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ આર્મી ડે મનાવવામાં આવે છે.
આર્મી ડે
નિમિત્તે દિલ્હીના કેન્ટ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ થઈ. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે
સંબોધન કર્યું. સેના દિવસની પૂર્વ સંધ્યાએ સેના અધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે
અમારો દેશ અમારી સેના પર ગર્વ કરે છે તેમજ અમારા ઉદ્દેશ્યોને સમ્માન અને ગૌરવ સાથે
પ્રાપ્ત કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરે છે. આજે ગત વર્ષનું આત્મવિશ્લેષણ અને
ચિંતન કરતા અમે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવનાર પડકારો સામે લડવાનું
આયોજન કર્યું છે.
2017માં ભારતીય
સેનાને સરહદો પર અને દેશની અંદર કેટલાક ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ છે. અમારા
સૈનિકોએ સરહદો પર વિરોધીઓને કડક જવાબ આપ્યો છે. આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન
માનવાધિકારના મૂલ્યોને જાળવી રાખવા અમારું વલણ હંમેશા સતર્ક રહ્યું છે. ઉલ્લેખનીય
છે કે 9 જાન્યુઆરીએ દિલ્હીના કેન્ટ પરેડ ગ્રાઉન્ડમાં આર્મી
ડે રિહર્સલ દરમિયાન ધ્રુવ હેલિકોપ્ટરથી રસ્સીના સહારે ઉતરતી વખતે 3 જવાન ઘાયલ થયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો