ભારત ઇઝરાયેલની મૈત્રી
ક્ષિતિજ વિસ્તરી મોસાદની જાસૂસીનો લાભ ભારતને મળશે
- ઈઝરાયેલના વડાપ્રધાનની છ દિવસીય
ભારતયાત્રાનો પ્રારંભ 'ગાર્ડ ઓફ ઓનર' શરૃ
- બંને દેશ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી,
પેટ્રોલિયમ સહિતના નવ કરાર: ઈઝરાયેલમાં ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ખોલાશે.
મોદીએ નેતાન્યાહૂને
'માય ફ્રેન્ડ બીબી' કહીને સંબોધન કર્યું, જ્યારે નેતાન્યાહૂએ મોદીને 'નરેન્દ્ર' કહીને દોસ્તી બતાવી.
ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહૂ છ દિવસ
માટે ભારતની યાત્રાએ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માપૂર્વક
સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે થયેલા દ્વિપક્ષીય વાર્તાલાપમાં સાયન્સ, ટેકનલોજી, પેટ્રોલિયમ સહિતના ૯ કરારો થયા હતા.
ઈઝરાયેલના
વડાપ્રધાન નેતાન્યાહૂ અને ભારતના વડાપ્રધાન મોદીએ વાર્તાલાપ કર્યા પછી સંયુક્ત
રીતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં માહિતી
આપવામાં આવી હતી એ પ્રમાણે ભારત-ઈઝરાયેલ વચ્ચે સાયન્સ, ટેકનોલોજી,
ફિલ્મ, ગેસ, પેટ્રોલિયમ,
મેડિસિન વગેરેને લગતા કુલ ૯ મહત્વના કરારો થયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો