શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2018

વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતને વધુ બે ગોલ્ડ મેડલ


- ઉદયવીર સિંઘે ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

- ભારતને ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ : વિજયવીર સંધુ અને રાજકંવર સંધુનો પણ વિજયી દેખાવ


વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટરોએ શાનદાર દેખાવ કરતાં વધુ બે ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. આજે યોજાયેલી મેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતના ઉદયવીર સિંઘે શાનદાર દેખાવ કરતાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
ઉદયના શાનદાર દેખાવ તેમજ તેની સાથે વિજયવીર સંધુ અને રાજકંવર સિંઘ સંધુની અસરકારક નિશાનેબાજીને સહારે ભારતને ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો.  જોકે સિનિયર લેવલના શૂટરોનો નિરાશાજનક દેખાવ જારી રહ્યો હતો અને તેઓ આજની ઈવેન્ટમાં એક પણ મેડલ જીતી શક્યા નહતા.
૧૬ વર્ષના ઉદયવીર સિંઘે વ્યક્તિગત સ્પર્ધામાં ૫૮૭નો સ્કોર કરતાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હત. ઉદયવીરે પ્રીસિઝનમાં ૨૯૧નો સ્કોર કર્યો હતો. જ્યારે તેણે રેપિડ ઈવેન્ટમાં ૨૯૬ પોઈન્ટ્સ નોંધાવ્યા હતા.
આ સાથે ભારતીય શૂટરે ત્રણ પોઈન્ટના અંતરથી અમેરિકાના હેનરી લેવેરેટ્ટને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. જ્યારે સાઉથ કોરિયાના લી જેકયૂનને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. લી જેકયૂને ૫૮૨ પોઈન્ટ્સ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 
ઉદયવીર ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સ્પર્ધામાં ઉતરેલો ભારતનો બીજો શૂટર વિજયવીર ૫૮૧ના સ્કોર સાથે ચોથા ક્રમે રહ્યો હતો. તે એકમાત્ર પોઈન્ટથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો હતો. જ્યારેભારતનો રાજકંવર સિંઘ સંધુ ૫૬૮ના સ્કોર સાથે ૨૦મા ક્રમે રહ્યો હતો.
 
આમ છતાં ભારતના ત્રણેય ખેલાડીઓના સ્કોરને ભેગા કરતાં તેઓ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમનો સ્કોર ૧૭૩૬ થયો હતો. જ્યારે બીજા ક્રમેચીન ૧૭૩૦ના સ્કોર સાથે રહ્યું હતુ. ટીમ કોરિયાને ૧૭૨૧ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

સિનિયરોનો નિરાશાજનક દેખાવ જારી
વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સિનિયરોનો નિરાશાજનક દેખાવ જારી રહ્યો હતો. સીરાઝ શેખ મેન્સ સ્કીટ ક્વોલિફિકેશનના અંતે આઠમા ક્રમે રહ્યો હતો. જ્યારે ભારતનો અંગદ વીર સિંઘ ૪૭ના સ્કોર સથે ૬૯માં ક્રમે અને મૈરાજ અહમદ ૪૧ના સ્કોર સાથે ૭૯મા સ્થાને રહ્યા હતા. ભારતીય ટીમ ઓવરઓલ ૧૬માં ક્રમે રહી હતી. ભારતના ત્રણેય શૂટરનો કુલ સ્કોર ૧૩૭ થયો હતો. ભારતને ૨૫ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ મળ્યો નહતો. ભારતનો ગુરપ્રીત સિંઘ ૫૮૧ના સ્કોર સાથે ૧૦માં ક્રમે રહ્યો હતો. જ્યારે લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારો ભારતીય શૂટર વિજય કુમાર ૫૭૬ના સ્કોર સાથે છેક ૨૪માં સ્થાને રહ્યો હતો. તેના પછી કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડમેડાલીસ્ટ અંશ ભાનવાલા રહ્યો હતો. 
ભારતના ૪૬મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે રંજન ગોગોઇની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
 
- કાયદા મંત્રાલયે કરેલી જાહેરાત
- ગોગોઇ ૩ ઓક્ટોબરે કાર્યભાર સંભાળશે અને ૧૭ નવેમ્બર, ૨૦૧૯ના રોજ નિવૃત્ત થશે
ભારતના ૪૬મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે રંજન ગોગોઇની નિમણૂક કરવામાં આવી છે તેમ કાયદા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. 
ગોગોઇ ૩ ઓક્ટોબરે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો કાર્યભાર સંભાળશે અને તેઓ ૧૭, નવેમ્બર, ૨૦૧૯ના રોજ નિવૃત્ત થશે. 
ગોગોઇનો જન્મ ૧૮ નવેમ્બર, ૧૯૫૪ના રોજ થયો હતો. તેમણે ૧૯૭૮માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી. તેમણે ગુવાહાટી હાઇકોર્ટમાં બંધારણીય, ટેક્સેશન અને કંપની બાબતોના કેસો લડયા હતાં. 
૨૮ ફેબુ્રઆરી, ૨૦૦૧ના રોજ ગોગોઇ ગુવાહાટી હાઇકોર્ટમાં કાયમી જજ બન્યા હતાં. ૯ સપ્ટેેમ્બર, ૨૦૧૦ના રોજ તેમની પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. 
૧૨ ફેબુ્રઆરી, ૨૦૧૧ના રોજ તેમને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ ૨૩ એપ્રિલ, ૨૦૧૨ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતાં.

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2018

મિચ્છામિ દુક્કડમઃ જિલ્લામાં સંવત્સરીની ભાવભેર ઉજવણી

 
અહિંસાના પૂજારી જૈન સમુદાય દ્વારા આજે ગુરૃવારે ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના જપ, તપ અને આરાધના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો ગત.૬-૯નો આરંભ થયો હતો. જેની આજે ગુરૃવારે ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરી સાથે પૂર્ણાહૂતિ થઈ હતી.

સંવત્સરીની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરીના પાવન દિવસે જૈન સમાજના લોકોએ વહેલી સવારે જિનાલયોમાં ઉમટી પડી સંવત્સરીનું પ્રતિક્રમણ કરી તન-મન, વચન અને કાયાથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેમને મિચ્છામિ દુક્કડમ કહીં ક્ષમાપના માગી હતી.

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

સરદાર સિંઘે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી


Image result for sardar singh left hockey

- ૩૨ વર્ષના સરદારે ૧૨ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૫૦થી વધુ મેચમાં ભાગ લીધો હતો

- ભારત એશિયાડની ફાઈનલમાં પણ પ્રવેશી શક્યું નહતુ


ભારતના ૩૨ વર્ષીય હોકી ખેલાડી અને ઓલિમ્પિયન સરદાર સિંઘે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ઈન્ડોનેશિયામાં યોજાયેલા એશિયાડમાં ભારતીય મેન્સ હોકી ટીમ ફાઈનલમાં પણ પ્રવેશી શકી નહતી, જેના કારણે ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ તો ચૂકી જ હતી સાથે સાથે ભારતે ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવાની તક પણ ગુમાવી હતી.
સરદાર સિંઘે નિવૃત્તિની જાહેરાત કરતાં યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં તેનું ખાલી પડેલું સ્થાન લેવા આહ્વાન પણ કર્યું હતુ. સરદાર સિંઘે તેની ૧૨ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૩૫૦થી વધુ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. 

નોંધપાત્ર છે કે, સરદારને ગત વર્ષે જ દેશનો સર્વોચ્ચ સ્પોર્ટસ એવોર્ડ - ખેલ રત્ન- એનાયત કરવામાં આવ્યો હતો.


રવિવાર, 9 સપ્ટેમ્બર, 2018

ડબલ ટ્રેપ શૂટર અંકુર મિત્તલને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ

 

- અંકુરે શૂટઓફમાં ચીનના યીયાંગ યાંગને ૪-૩થી હરાવી ટાઈટલ મેળવ્યું

- અંકુરના શાનદાર પર્ફોમન્સને કારણે ભારતને ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ

એશિયન ગેમ્સની નિરાશા બાદ ભારતીય શૂટર અંકુર મિત્તલે સાઉથ કોરિયામાં ચાલી રહેલી આઇએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં શાનદાર દેખાવ કરતાં ડબલ ટ્રેપ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
અંકુરે ખુબ જ ધીરજ અને એકાગ્રતાનો પરિચય આપતાં શૂટઆઉટમાં ચીનના યીયાંગ યાંગ સામે ૪-૩થી રોમાંચક વિજય મેળવતા સુવર્ણ સફળતા હાંસલ કરી હતી.
વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિનિયર લેવલના શૂટિંગમાં ભારતનો આ માત્ર બીજો ગોલ્ડ મેડલ છે. 


જાણવા જેવુ
Image result for gujarat image
કનુ દેસાઇનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – ચિત્રકલા

ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પીનું નામ શું છે? – બાલકૃષ્ણ દોશી

ગુજરાતના કલાગુરુનું બહુમાન કોને ફાળે જાય છે? – રવિશંકર રાવળ

થોડા આંસુ, થોડાં ફુલ કોની આત્મકથા છે? – જયશંકર સુંદરી

જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? – વીસનગર

જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – રંગભૂમિ

જશવંત ઠાકરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – નાટ્યશાસ્ત્ર

કસુંબલ ડાયરાને રાજદરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કયા લોકગાયકે કર્યું છે? – હેમ ગઢવી

હેમ ગઢવી નાટયગ્રૂહ કયાં આવેલું છે? – રાજકોટ

બૈજુ બાવરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – શસ્ત્રીય સંગીત

બૈજુ બાવરાનું વતન કયા સ્થળે આવેલ છે? – ચાંપાનેર

ગાંધીજીની 117મી જન્મજયંતિ નિમિતે ન્યૂયોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ 
છે? – કાંતિભાઇ પટેલ

બંસીલાલ વર્માનું નામ કયા કયા ક્ષેત્રે જાણીતું છે? – કાર્ટુનિંગ

રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે ? – નર્મદા કાંઠે નારેશ્વરમાં

પિંગળશી ગઢવીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – લોકસાહિત્ય

દિવાળીબેન ભીલનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – લોકસંગીત

દુલા ભાયા કાગનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? – લોકસાહિત્ય

મહાત્મા ગાંધી કીર્તિમંદિર અને ભારતમંદિર ના સ્થાપક કોણ હતા? – નાનજી કાલિદાસ મહેતા

અમદવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? – મૃણાલિની સારાભાઇ

USEFUL  ABBREVIATIONS

DP - DISPLAY PICTURE

Wi-Fi – WIRELESS FIDELITY

ATM – AUTOMATED TELLER MACHINE

PDF – PORTABLE DOCUMENT FORMAT

DVD – DIGITAL VERSATILE DISC

GPRS – GENERAL PACKET RADIO SERVICE

HDMI – HIGH DEFINATION MULTIMDEIA INTERFACE

EAT – ENERGY AND TASTE

LCD – LIQUID CRYSTAL DISPLAY

GPS – GLOBAL POSITIONING SYSTEM

LED – LIGHT EMMITING DIODE

IMEI – INTERNATIONAL MOBILE EQUIPMENT IDENTITY

HS – HOTSPOT

OK – OBJECTION KILLED

OS – OPERATING SYSTEM

OTG – ON-THE-GO

COMPUTER – COMMON OPERATED MACHINE PARTICULARY USED FOR TECHNICAL EDUCATION & RESEARCH

PAN – PERMANENT ACCOUNT NUMBER

TEA – TASTE AND ENERGY EMIITED

WWW – WORLD WIDE WEB

SIM – SUBSCRIBER IDENTITY MOBILE 

AIM – AMBITION IN MIND

BYE -  BE WITH YOU EVERYTIME

CD – COMPACT DISC

GB – GIGABYTES

FIR – FIRST INFORMATION REPORT

SMS – SHORT MESSAGE SERVICE