શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2018

ભારતના ૪૬મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે રંજન ગોગોઇની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
 
- કાયદા મંત્રાલયે કરેલી જાહેરાત
- ગોગોઇ ૩ ઓક્ટોબરે કાર્યભાર સંભાળશે અને ૧૭ નવેમ્બર, ૨૦૧૯ના રોજ નિવૃત્ત થશે
ભારતના ૪૬મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે રંજન ગોગોઇની નિમણૂક કરવામાં આવી છે તેમ કાયદા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. 
ગોગોઇ ૩ ઓક્ટોબરે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો કાર્યભાર સંભાળશે અને તેઓ ૧૭, નવેમ્બર, ૨૦૧૯ના રોજ નિવૃત્ત થશે. 
ગોગોઇનો જન્મ ૧૮ નવેમ્બર, ૧૯૫૪ના રોજ થયો હતો. તેમણે ૧૯૭૮માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી. તેમણે ગુવાહાટી હાઇકોર્ટમાં બંધારણીય, ટેક્સેશન અને કંપની બાબતોના કેસો લડયા હતાં. 
૨૮ ફેબુ્રઆરી, ૨૦૦૧ના રોજ ગોગોઇ ગુવાહાટી હાઇકોર્ટમાં કાયમી જજ બન્યા હતાં. ૯ સપ્ટેેમ્બર, ૨૦૧૦ના રોજ તેમની પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. 
૧૨ ફેબુ્રઆરી, ૨૦૧૧ના રોજ તેમને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ ૨૩ એપ્રિલ, ૨૦૧૨ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો