બુધવાર, 25 એપ્રિલ, 2018


એરક્રાફટ પુન: નિર્માણ કરી વિશ્વમાં ફેરવ્યા બાદ આજે જામનગર લવાશે

- ડાકોટા ડીસી- ૩ એ ભારતીય હવાઇ દળમાં ૧૯૮૮ સુધી આપી હતી સેવાઓ
- ૨૦૧૧માં ભંગારમાં જતા બચાવાયું હતું : હવાઇ દળનાં વિન્ટેજ એરક્રાફટ - ફલાઇટ કાફલામાં જોડાશે
ભારતીય હવાઇ દળમાં ૧૯૮૮ સુધી સેવાઓ આપનાર ડાકોટા ડીસી - ૩  એરક્રાફટનું નિર્માણ કરાયા બાદ ફ્રાંસ, ઇટલી, ગ્રીસ, જોર્ડન, સાઉદી અરેબિયા, બેહરીન, ઓમાન ખાતે રોકાણ કર્યા બાદ  તા. ૨૫નાં જામનગર એરફોર્સ ખાતે આવી પહોંચશે.

આ એરક્રાફટ તે સમયનું હવાઇદળનું સૌથી પ્રતિભાશાળી હવાઇ જહાજ  હતું. કાશ્મીર સાથેના સંઘર્ષ દરમ્યાન ૨૭ ઓકટોબર ૧૯૪૭નાં રોજ સૌ પ્રથમ શીખ રેજિમેન્ટનું સ્થળાંતર આ એર ક્રાફટ મારફત કરાયું હતું. ૧૯૪૪ માં નિર્માણ પામેલા આ એર ક્રાફટે રોયલ એરફોર્સ સાથે સૈન્યમાં સેવા બજાવી હતી. તેના સન્માન માં ભારતીય હવાઇ દળે નોંધણી નંબર પણ આપ્યો છે.

૨૦૧૧ માં આ એર ક્રાફટને ભંગારમાંથી બચાવી રાજ્ય સભાનાં સાંસદ રાજવ ચંદ્રશેખર દ્વારા ભારતીય  હવાઇ દળમાં ભેંટ આપવા યુ.કે. માં ફરી ઉડવા સક્ષમ બનાવ્યું હતું. ૧૩  ફેબુ્ર. ૨૦૧૮ ના રોજ હવાઇ સ્ટાફનાં ચિફ દ્વારા આ એરક્રાફટને વિધિવત રીતે ભેંટ તરીકે સ્વિકારાયું હતું. નોંધનીય છે કે,તેમના પિતા નિવૃત્ત એરકમાન્ડર એમ.કે. ચંદ્રશેખર હવાઇ દળમાં વરિષ્ઠ ડાકોટા પાઇલટ હતા.

વિમાનનાં પુન: નિર્માણ બાદ ૧૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ યુ.કે.થી તેની યાત્રા શરૃ થઇ હતી, જે વિશ્વમાં ફરી કાલે જામનગર આવશે. એક એરક્રાફટને પુન:નિર્માણ કરાવીને તેને સમગ્ર વિશ્વમાં ફેરવી ભારત લાવવામાં આવી રહ્યું છે તે ભારતીય હવાઇ દળના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના છે. આ એરક્રાફટ આપણી વિન્ટેજ ફલાઇટમાં જોડાશે કે જે ૧૯૮૮ માં પાલમમાં  શરૃ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં વિન્ટેજ ફલાઇટમાં રહેલા હેરીટેજ  એરક્રાફટમાં હોવર્ડ અન ેટાઇગર મોથનો સમાવેશ થાય છે અને સાથે જ તેમાં વિશાળ શ્રેણીના અન્ય સૈન્યના એરક્રાફટને પણ સામેલ કરવાની યોજના છ ેકે  જેઓ આપણા ભવ્ય ભૂતકાળનો એક હિસ્સો છે.

જુના યુદ્ધના ઘોડાનું તેના નવા આવાસમાં સ્વાગત કરવા માટે ડાકોટા વીપી- ૯૦૫ નો ભરતી સમારોહ ૪ મે ૨૦૧૮ ના રોજ એર ફોર્સ સ્ટેશન હિન્ડાન ખાતે  આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં ઓઇએમ  તરફથી તેમના પ્રતિનિધિઓ, યુકેના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ અને ભારતીય હવાઇ દળના ગૌરવશાળી વરિષ્ઠો કે જેમણે આ ભવ્ય ઉડતા મશીનનું સંચાલન કરેલું છે તેમને આમંત્રિત કરવામાં આવશે.


આજે મેલેરિયા દિન-25th April

Related image
મલેરિયા એક વાહક-જનિત સંક્રામક રોગ છે જે પ્રોટોઝોઆ પરજીવી દ્વારા ફેલાય છે.

મલેરિયા સૌથી પ્રચલિત સંક્રામક રોગોમાં એક છે તથા ભંયકર જન સ્વાસ્થ્ય સમસ્યા છે. આ રોગ પ્લાઝમોડિયમ ગણ ના પ્રોટોઝોઆ પરજીવી ના માધ્યમ થી ફેલાય છે. કેવળ ચાર પ્રકાર ના પ્લાઝ્મોડિયમ (Plasmodium) પરજીવી મનુષ્ય ને પ્રભાવિત કરે છે જેમાં સર્વાધિક ખતરનાક પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ (Plasmodium falciparum) તથા પ્લાઝ્મોડિયમ વિવેક્સ (Plasmodium vivax) માનાય છે, સાથે જ પ્લાઝ્મોડિયમ ઓવેલ(Plasmodium ovale) તથા પ્લાઝ્મોડિયમ મલેરિયે (Plasmodium malariae) પણ માનવ ને પ્રભાવિત કરે છે. આ સંપૂર્ણ સમૂહ ને 'મલેરિયા પરજીવી' કહે છે.

મલેરિયા ના પરજીવી ની વાહક માદા એનોફ઼િલીસ (Anopheles) મચ્છર છે. આના ડંખ મારતા મલેરિયા ના પરજીવી લાલ રક્ત કોશિકાઓમાં પ્રવેશ કરીને બહુગુણિત થાય (વૃદ્ધિ પામે) છે જેથી રક્તહીનતા (એનીમિયા) ના લક્ષણ દેખાય છે (ચક્કર આવવા, શ્વાસ ફૂલાવો, દ્રુતનાડ઼ી ઇત્યાદિ) . આના સિવાય અવિશિષ્ટ લક્ષણ જેમ કે તાવ, સર્દી, ઉબકા, અને શરદી જેવી અનુભૂતિ પણ દેખાય છે. ગંભીર મામલામાં દર્દી મૂર્ચ્છા પામે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.


મલેરિયા ના ફેલાવ ને રોકવા માટે ઘણા ઉપાય કરી શકાય છે. મચ્છરદાની અને કીડા ભગાવવા વાળી દવાઓ મચ્છર ના ડંખથી બચાવે છે, તો કીટનાશક દવા ના છંટકાવ તથા સ્થિર જળ (જેના પર મચ્છર ઈંડા દે છે) ની નિકાસી થી મચ્છરો નું નિયંત્રણ કરી શકાય છે. મલેરિયા ની રોકથામ માટે યદ્યપિ ટીકા/વેક્સિન પર શોધ જારી છે, પણ હજી સુધી કોઈ શોધાઇ નથી.

એક ઉપાય તરીકે  ગપ્પી માછલીને પાણીના ટાંકામાં નાંખવાથી લાર્વામાંથી મચ્છરો પેદા થાય તે પહેલા માછલી તે હડપ કરી જાય છે.
Image result for guppy fish

સાઉથ એશિયન ટેબલ ટેનિસ : માનવ ઠક્કરના ત્રણ, માનુષ શાહના બે ગોલ્ડ

Related image
 
અમદાવાદ : ગુજરાતના યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે માલદીવ્સમાં યોજોયલી સાઉથ એશિયન જુનિયર એન્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. માનવે જુનિયર બોઈઝ સિંગલ્સમાં, ડબલ્સમાં અને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ડબલ્સમાં સુરતના માનવ ઠક્કરનો સાથી બરોડાનો માનુષ શાહ હતો, જેણે બે ગોલ્ડ જીત્યા હતા.

સિંગલ્સમાં માનવે બાંગ્લાદેશના મોહતાસીન અહમદને અને માલદીવ્સના થાબીન સાજાહુને લીગ મેચમાં અને નેપાળના સાન્તૂ શ્રેષ્ઠાને સેમિ ફાઈનલમાં હરાવ્યો હતો. ઓલ ઈન્ડિયન ફાઈનલમાં તેણે ભારતના જીત ચંદ્રાને હરાવીને નેશનલ્સમાં તેની સામે મળેલી હારનો બદલો વાળ્યો હતો. માનવ અને માનુષ શાહની જોડીએ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ટીમ ઈવેન્ટમાં પણ ભારતે ગોલ્ડ જીત્યો હતો.



કેરીની ગોટલી ખાવાથી વિટામિન B-૧૨ની ઉણપ દૂર થઈ શકે

- ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સંશોધન આગળ ધપાવ્યું.
- ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન બી-૧૨ની ઉણપ હોય છે તે દૂર કરવામાં ગોટલી મદદરૃપ બની શકે છે.
કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાંની વિટામિન બી-૧૨ની કમી દૂર કરી શકાય છે. તેવી જ રીતે આ ગોટલીમાંથી મળતું મેન્ગીફેરીન નામનું ઘટક માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતના ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે.

કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ છે. આ બધાં ઘટકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૃપ થાય છે, એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું

મંગળવાર, 24 એપ્રિલ, 2018

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો: ISRO મિલિટ્રી સેટેલાઈટ લોન્ચ કરશે
- ઈસરો 800 કરોડ રૂપિયાના ચંદ્રયાન-2 મિશન પર કામ કરી રહ્યુ છે


ઈસરો 800 કરોડ રૂપિયાના ચંદ્રયાન-2 મિશન પર કામ કરી રહી છે. આ સેટેલાઈટને ઓક્ટોબરમાં લોન્ચ કરવાનું છે પરંતુ આવનાર કેટલાક મહિનામાં ઈસરો કેટલાક મહત્વપૂર્ણ સેટેલાઈટ પણ લોન્ચ કરવાનું છે.

આ સેટેલાઈટ સામરિક દ્રષ્ટિથી ઘણું મહત્વપૂર્ણ હશે અને ભારતીય સેનાની આંખ બનીને પાડોશી દેશો પર નજર રાખશે. સેટેલાઈટ દ્વારા ધરતી અને સમુદ્રની સરહદો પર બાજ નજર રાખવામાં મદદ મળશે.

ઈસરો GSAT-7Aને સપ્ટેમ્બરમાં ભારતીય વાયુસેના IAF માટે લોન્ચ કરશે ત્યાં આ વર્ષના અંત સુધી સર્વિલાંસ માટે રીસેટ-2એને લોન્ચિંગ કરવામાં આવશે. GSAT-7Aને જીએસએલવી એમકે2 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે.

આ વાયુસેના વિભિન્ન ગ્રાઉન્ડ રડાર સ્ટેશનો, એરબેઝ અને એરક્રાફ્ટને ઈન્ટરલિંક કરવાની સુવિધા પૂરી પાડશે. આ IAFની નેટવર્ક-કેન્દ્રિત યુદ્ધ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાની સાથે જ તેમને વૈશ્વિક પરિચાલનમાં વૃદ્ધિ કરશે.

આ સેટેલાઈટ જીસેટ-7 અથવા રૂક્મણિ સમાન જ હશે. જેને 29 સપ્ટેમ્બર 2013એ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ વિશેષરીતે નૌસેના માટે હતી. રૂક્મિણી ભારતીય નૌસેનાને હિંદ મહાસાગર ક્ષેત્રને મોનિટર કરવામાં મદદ કરે છે. આ સેટેલાઈટમાં લગભગ 2000 નોટિકલ માઈલ છે. જે નૌસેનાને યુદ્ધજહાજો, સબમરીન અને મરીટાઈમ એરક્રાફ્ટની રીયલ ટાઈમ જાણકારી પૂરી પાડે છે. આ સિવાય આને ઉંડા સમુદ્રમાં સેનાની કાર્યક્ષમતાને વધારવાનું કામ કર્યું છે.


સોમવાર, 23 એપ્રિલ, 2018


આજે વિશ્વ પુસ્તક દિવસ
Image result for books day 23rd april

- ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પુસ્તક બ્રિટનના ડો. રોબર્ટ ડ્રમન્ડ દ્વારા તૈયાર કરાયું હતું
- ઈ.સ. ૧૮૦૫માં તૈયાર કરવામાં આવેલા આ ૧૨૫ પાનાના પુસ્તકની હાલ માત્ર ૫-૭ નકલ ઉપલબ્ધ છે
શરીર જેમ મનને પણ પૌષ્ટિક  ખોરાકની જરૃર હોય છે. મનને આ ખોરાક પુસ્તક દ્વારા જ મળે છે. પુસ્તકના માધ્યમથી જ  એક જીવનમાં અનેક જીવન જીવવાનો અનુભવ થાય છે. દિગ્ગજ કવિ-નાટયકાર વિલિયમ શેક્સપીયરનું ૨૩ એપ્રિલના અવસાન થયું હતું અને આ દિવસની ઉજવણી 'વિશ્વ પુસ્તક દિવસ' તરીકે કરવામાં આવે છે. મોટાભાગના લોકોએ વાતથી વાકેફ નહીં હોય કે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પુસ્તક કોઇ ગુજરાતી દ્વારા નહીં પણ અંગ્રેજ ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ દ્વારા લખવામાં આવ્યું હતું.

ઈ.સ. ૧૮૦૫માં બ્રિટનના ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા પુસ્તકનું નામ  'ઇલેસ્ટ્રેશન્સ ઓફ ધ ગ્રામોટિકલ પાર્ટ્સ ઓફ ગુજરાતી એન્ડ મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેન્ગવેજીસ' હતું. આ પુસ્તક અંદાજે ૧૨૫ પાનાનું , ૧૨ ઈંચ લાંબુ, ૮ પહોળું હતું. 

આ પુસ્તક મુખ્યત્વે શબ્દકોશ, કહેવતકોશ, જ્ઞાાન કોશ છે. જેમાં ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં લખાણો છે. પુસ્તકના નામમાં ઉલ્લેખ એ પ્રમાણે તેમાં ગુજરાતી વ્યાકરણની સમજૂતી આપવામાં આવી છે. સામાન્ય વાતચીતના વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દો ગુજરાતી-મરાઠી ભાષામાં આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક પાના કહેવતોને ફાળવાયા છે. છેલ્લે શબ્દસંગ્રહ એટલે કે ગ્લોસરી પણ આપવામાં આવી છે.

જોકે, આ પુસ્તકની હવે માત્ર ૫-૭ નકલ ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષાની સૌપ્રથમ કૃત્તિ ઈ.સ. ૧૧૬૯માં જૈન કવિ વર્જસેનસૂરી દ્વારા લખવામાં આવેલી રચના 'ભરતેશ્વર બાહુબલી ઘોર'  ગુજરાતી ભાષાની સૌપ્રથમ રચના ગણાવામાં આવે છે. આ પહેલા અપભ્રંશ ભાષા પ્રચલિત હતી. ગુજરાતી ભાષાના સ્વતંત્ર લક્ષણો ધરાવતી આ પ્રથમ રચના હતી. આ કૃતિમાં ૪૮ કડીનો સમાવેશ કરાયો હતો. આમ, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ રચના કવિતાથી થઇ તેમ પણ કહી શકાય. કહેવામાં આવે છે કે પુસ્તક શબ્દ હકીકતમાં 'પોસ્તક' શબ્દ પરથી આવ્યો છે. પોસ્તકનો અર્થ થાય છે ચામડું. સદીઓ અગાઉ ચામડા પર પર લખવામાં આવતું હોવાથી આ લખાણસંગ્રહ પોસ્તક કહેવાતું અને તેમાંથી અપભ્રંશ થઇને આજનો પુસ્તક શબ્દ જન્મ્યો છે.

ગુજરાતી ભાષામાં સૌપ્રથમ...
અર્વાચીન કવિતા : ઈ.સ. ૧૮૫૪માં દલપરામ રચિત કવિતા 'બાપાની પીંપર'
આત્મકથા : કવિ નર્મદ દ્વારા ઈ.સ. ૧૮૬૬માં લખાયેલી 'મારી હકીકત'
નવલકથા : ઈ.સ. ૧૮૬૬માં નંદશંકર મહેતાની 'કરણઘેલો'
શબ્દકોશ : ઈ.સ. ૧૮૩૭માં નર્મદ દ્વારા 'નર્મ કોશ'
ગુજરાતમાં સૌપ્રથમ પુસ્તકાલય :સુરતમાં ઈ.સ. ૧૮૨૪માં  

વિશ્વમાં સૌથી વધુ વેચાણ ધરાવતા પુસ્તકો

પુસ્તક

લેખક

પ્રથમવાર પ્રકાશિત 

અંદાજીત વેચાણ

ડોન ક્યુક્સિઓટ

મિગ્યુઅલ ડી સેર્વેન્ટેસ

૧૬૦૫

૫૦૦ મિલિયનથી વધુ

એ ટેલ ઓફ ટુ સિટીઝ

ચાર્લ્સ ડિકિન્સ

૧૮૫૯

૨૦૦ મિલિયનથી વધુ

ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ

જે.આર.આર. ટોકિન

૧૯૫૪

૧૫૦ મિલિયનથી વધુ

ધ લિટલ પ્રિન્સ

એન્ટોની ડી સેન્ટ

૧૯૪૩

૧૪૦ મિલિયનથી વધુ

હેરી પોટર એન્ડ ફિલોસોફર'સસ્ટોન

જે.કે.રોલિંગ

૧૯૯૭

૧૨૦ મિલિયનથી વધુ






આજે વિશ્વ પૃથ્વી દિન- 22 એપ્રિલ

ત્યાં પાણી છે ?' અન્ય ગ્રહ પર જીવનની શક્યતા ચકાસતી વખતે વિજ્ઞાનીઓ સૌપ્રથમ ત્યાં પાણી છે કે નહીં તેનું સંશોધન કરતા હોય છે. સંશોધન  રમિયાન જો ત્યાં પાણી હોવાના પૂરાવા મળી આવે તો વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવે છે કે, ત્યાં જીવન હોવાની સંભાવના છે. પૃથ્વીનો લગભગ ૭૧ જેટલો ભાગ પાણી નીચે ઢંકાયેલો છે. ફક્ત ૨૯ ટકા ભાગ પર જમીન છે.

જે પાણી છે તેનો સૌથી વધુ જથ્થો તો મહાસાગરો અને સમુદ્રોમાં છે. સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું આ પાણી એટલું બધુ ખારું છે કે તેનો પીવા માટે ઉપયોગ થઈ શકતો નથી. પૃથ્વી પર આટલી વિપુલ માત્રામાં પાણી હોવાના કારણે જ વિજ્ઞાને ક્યારે પાણીનું સર્જન કરવાની જરૂર નથી પડી. પરંતુ પીવાનું પાણી ઓછું છે અને ભૂગર્ભ જળ સતત ઉલેચાય રહ્યા છે તેમજ ઔદ્યોગિકરણના કારણે સતત પ્રદૂષિત થઈ રહ્યા છે. પૃથ્વીના પર્યાવરણના પ્રહરી સમા વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે.