બુધવાર, 12 ઑગસ્ટ, 2020

 વિશ્વ હાથી દિવસની ઉજવણી

World Elephant Day (12th August) | Days Of The Year

હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ

12મી ઓગસ્ટને વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ હાથી દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે હાથીની વિશેષતાઓ અંગેની માહિતી આપતું પોર્ટલ શરૂ કરાવ્યું અને હાથીઓના રક્ષણની પદ્ધતિઓ અંગે દસ્તાવેજ જાહેર પણ કર્યો હતો. વર્ષ 2012માં આજના દિવસે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આફ્રિકા અને એશિયાના હાથીઓ પર આચરાતી ક્રુરતા, તેમની સાથે થતો અયોગ્ય વ્યવહાર, હાથીઓના નિવાસ સ્થાનને પહોંચેલુ નુકસાન તથા હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ કેળવવી અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.

દેશમાં હાથીઓની સ્થિતિ વિશે વાત કરીએ તો, હાથીઓ માટે સૌથી પહેલા રિઝર્વ સિંહભૂમ હાથી રિઝર્વ ઝારખંડમાં જાહેર કરાયો હતો. દેશના 14 રાજ્યમાં અંદાજે 65000 વર્ગ કિલોમીટર હાથીઓ માટે રિઝર્વ છે.

જંગલમાં રહેતા હાથીઓના સંરક્ષણ માટે વન્યજીવ કોરિડૉર જરૂરી છે, આજે દેશભરમાં હાથીઓ માટે 101 કોરિડૉર છે. આ સાથે દેશમાં અંદાજે 2700 બંધક હાથીઓનો ડીએનએ પ્રોફાઈલિંગ અને ડેટાબેસ તૈયાર થાય છે. જેના પગલે ગેરકાયદેસર બંધક બનાવાયેલા હાથીઓમાં જંગલી હાથીઓ સામેલ નહીં થઈ શકે..

 

મંગળવાર, 11 ઑગસ્ટ, 2020

 મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી

કોરોના મહામારીને કારણે આ વર્ષે મૌન સભા અને રેલી રખાઈ મોકુફ, મોરબી નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડીને અપાય છે શ્રધ્ધાંજલિ

મોરબીની મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી છે. 11 ઓગસ્ટ 1979ના રોજ થયેલા જળ હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

પંરતુ પ્રવર્તમાન કોરોનાની મહામારીને કારણે આ વર્ષે મૌન સભા, રેલીને મોકૂફ રાખવામાં આવી છે. જો કે મચ્છુ જળ હોનારતના સમયે એટલે કે બપોરના સાડા ત્રણ કલાકે મોરબી નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

૧૧ ઓગસ્ટ ૧૯૭૯નો એ ગોઝારો દિવસ જ્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ- ૨ ડેમ અવિરત વરસી રહેલા વરસાદના પ્રવાહને ઝીલવી નહીં શકતા ડેમ તૂટ્યો હતો અને તારાજી સર્જાઈ હતી. આ તારાજીના ભયાનક દ્રશ્યોને યાદ કરીને મોરબીવાસીઓ આજે પણ થરથર કાપવા લાગે છે. હસતું ખેલતું અને આબાદ મોરબી માત્ર બે કલાકમાં સ્મશાનભૂમિમાં ફેરવાઈ ગયું હતું. ત્યારે દરવર્ષે હોનારતનો દિવસ આવે ત્યારે ગુમાવેલા સ્વજનોને યાદ કરી લોકોની આંખો છલકાઈ જાય છે.

 

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

 આંદામાન નિકોબાર દ્વીપ સમુહ માટે સબમરીન કેબલ કનેક્ટીવિટીનો શુભારંભ

Work on undersea cable to connect Andamans to begin in December ...

ચેન્નઇથી 2300 કિલોમીટર લાંબા કેબલ દ્વારા આંદામાન નિકોબારને મળશે હાઇસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટવિટી, હાઇસ્પીડ બ્રોડબેન્ડથી દ્વીપના વિકાસને મળશે નવી દિશા: PM

દેશના માળખાગત વિકાસને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઇથી પોર્ટબ્લેયરને કનેક્ટેડ 2300 કિલોમીટર લાંબી સબમરીન ઓપ્ટીકલ ફાયબરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઓપ્ટિકલ ફાયબરથી આંદામાન નિકોબારના 12 જેટલા ટાપુઓને 4જી કનેક્ટીવિટી મળશે જેને કારણે સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટાપુના સમૂહને માત્ર ઇન્ટરનેટ કનેક્ટવીટી જ નહીં પરંતુ આર્થિક વિકાસને પણ વેગ મળશે તેનો ફાયદો સમગ્ર દેશને થશે.

સબમરીન કેબલ પોર્ટબ્લેયર, લિટલ આંદામાન, કાર્નિકોબાર, કામોટા, ગ્રેટ-નિકોબાર, ગ્રેટ આયલેન્ડ, અને રંગટ સાથે જોડાશે.

આ યોજનાની આધારશીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીએ 30 ડિસેમ્બર 2018ના રોજ રાખી હતી.

 

શીતળા સાતમ



રવિવાર, 9 ઑગસ્ટ, 2020

 સંરક્ષણ મંત્રાલયે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા કરી મોટી જાહેરાત

101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર સંરક્ષણ મંત્રાલય લગાવશે પ્રતિબંધ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટવીટ કરીને આપી માહિતી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ટવીટ કરીને જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકવા ભલામણ કરશે. સંરક્ષણમંત્રીએ જે 101 સંરક્ષણ ઉપકરણોની નિકાસ પર ચોક્કસ મુદત માટે પ્રતિબંધ મુકાવા જઇ રહ્યો છે તેની યાદી પણ આપી હતી. આ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે, 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતાં તેના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ મળશે. ખાનગી ક્ષેત્ર પણ તેમાં યોગદાનની સાથે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.

 

 મુખ્યમંત્રીની "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા સંવાદ

કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીમાં સીધા સંકળાયેલા અને કોરોના સામેના જંગમાં પોતાનું જીવન હારી ચૂકેલા 35 દિવંગત કર્મયોગીઓના પરિવારજનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા આ સંવાદમાં દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનો માટે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી. 

જે અંતર્ગત પોતાનું આવાસ ન હોય તેવા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિવારને સરકારી યોજનાના આવાસ ફાળવણીમાં અગ્રતા અપાશે. એટલે કે, ડ્રો વિના તેમને આવાસ ફાળવાશે. સાથે જ માં અમૃતમ, માં વાત્સલ્યમ યોજના અન્વયે રૂ.3 લાખ સુધીની આરોગ્ય સારવાર મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના પરિવારજનોને અપાશે.

વિશ્વ આદિવાસી દિવસ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

રાજપીપળા ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ઉજવાયો આદિવાસી દિવસ

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી અને માસ્ક સાથે આદિવાસી દિવસ ઉજવાયો હતો. નર્મદા જિલ્લાના આદિવાસીઓને તેમની કુશળતા મુજબ અલગ અલગ પ્રશસ્તિપત્રો આપવામાં આવ્યા હતા. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આદિવાસી શબ્દ રદ કરવાની છોટુભાઈ વસાવાની વાતમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, તેમાં સમાજે માનસિકતા બનાવવી પડે. મારા આદિવાસી ભાઈ-બહેનો પણ પછાતમાંથી સામાન્યમાં જોડાય અને પછાત વિસ્તાર તરીકે વિકસિત વિસ્તાર તરીકે તેને ઓળખવામાં આવે આ સરકારની અને સમાજની પણ ફરજ છે.

 

શનિવાર, 8 ઑગસ્ટ, 2020

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ, ‘ગંદકી ભારત છોડોનો નારો આપ્યો

Swachh Bharat Mission - Major Initiatives Taken by Governtment of ...

- આ કેન્દ્રની અંદર લોકોને સ્વચ્છ ભારત અભિયાનની સફળતા અને સ્વચ્છતાના ફાયદા વિશે જણાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજધાની દિલ્હીમાં રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યુ છે. આ કેન્દ્ર દેશના સ્વચ્છ ભારત મિશન સાથે જોડાયેલું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સમર્પિત આ કેન્દ્રની અંદર લોકોને સ્વચ્છ ભારત અભિયાનની સફળતા અને સ્વચ્છતાના ફાયદા વિશે જણાવવામાં આવશે. રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાને બાળકો સાથે સંવાદ પણ કર્યો. તેમણે બાળકોના સવાલોના જવાબ પણ આપ્યા. આ સાથે જ નરેન્દ્ર મોદીએ ગંદકી ભારત છોડોનો નારો પણ આપ્યો. મહાત્મા ગાંધીએ આજના દિવસે આઝાદીની લડત દરમિયાન અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો. ત્યારે આ અવસર પર તેના અનુસંધાને વડાપ્રધાને ગંદકી ભારત છોડોનો નારો આપ્યો છે.

નરેન્દ્ર મોદીએ આ સ્વચ્છતા કેન્દ્રની ઘોષણા 10 એપ્રિલ 2017ના દિવસે કરી હતી. આ દિવસે મહાત્મા ગાંધીએ કરેલા ચંપારણ સત્યાગ્રહને 100 વર્ષ પુરા થયા હતા. 

આજનો દિવસ આપણા માટે ઐતિહાસિક છે. દેશની આઝાદીમાં આજની તારીખ એટલે કે 8 ઓગષ્ટનું મોટું યોગદાન છે. આજના દિવસે 1942માં ગાંધીજીની આગેવાનીમાં અંગ્રેજો ભારત છોડો અભિયાન શરુ થયું હતું, ત્યારે આપણે આજના દિવસે ગંદકી ભારત છોડો અભિયાન શરુ કરવાનું છે.

 

કેવો હોય છે ટેબલટોપરનવે? જેના પર થતું દરેક લેન્ડિંગ જોખમી હોય છે


- કેરળના કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના માટે આ ટેબલટોપરનવેને પણ જવાબદાર ગણવમાં આવી રહ્યો છે

શુક્રવાર સાંજે કેરળમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. જેમાં અનેક લોકોના મોત થાય છે તો કેટલલાય લોકો ઘાયલ થયા છે. કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પરથી ઉતરી ગયું અને તેના બે ટૂકડા થયા. વિમાન દુર્ઘટના કઇ રીતે થઇ તે તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ કોઝિકોડ એરપોર્ટ ભૌગોલિક રીતે ટેબલટોપ’. વા રનવે પર થતું દરેક લેન્ડિંગ જોખમી હોય છે. આ પ્રકારના રપોર્ટ અને રનવેને લેન્ડિંગ માટે ખતરનાક ગણવમાં આવે છે.

કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટના માટે આ ટેબલટોપરનવેને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. ટેબલટોપરનવે એટલે એવો રનવે જેની આસપાસ ઉંડાઇ હોય. ઉપરાંત રનવે પુરો થયા પછી પણ વધારે જગ્યા નથી હોતી. જેના કારણે જ કોઝિકોડ એરપોર્ટ પર વિમાન સીધું ઘાટીમાં ઉતરી ગયું, જ્યાં તેના બે ટૂકડા થઇ ગયા. 

રનવેની બંને બાજુ અથવા તો એક બાજુ ઘાટી હોવાના કારણે લેન્ડિંગમાં જોખમ રહેલું હોય છે. લેન્ડિંગ અને ટેક ઓફ વખતે સાવધાની રાખવી પડે છે. મોટાભાગે ટેબલટોપરનવે પહાડી વિસ્તારમાં બનેલા હોય છે. ભારતમાં કર્ણાટકના મેંગલોર, કેરળના કોઝિકોડ અને મિજોરમની અંદર આવા રનવે છે. ત્યારે આવા રનવે પર જો વિમાન પર નિયંત્રણ ના રહે તો તે સીધુ રનવે પરથી ઉતરી જાય છે. જેના કારણે મોટી દુર્ઘટનાનું જોખમ રહે છે. આવી જ ઘટના કેરળના કોઝિકોડ એરપોરેટ પર બની છે.

 

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2020

 આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસવર્ષ 2015માં ચૈન્નાઈમાં પ્રથમવાર રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું થયું હતું ઉદ્ધાટન

આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ છે.આ દિવસનો હેતુ હેન્ડલૂમનું મહત્વ અને દેશના સામાજિક-આર્થિક યોગદાન વિશે જાગૃતિ ફેલવવાનો છે.

વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૈન્નાઈમાં પ્રથમવાર રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસરે તેમણે કહ્યું હતું કેભારતીય હસ્તકળા કારીગરી ગરીબી સામે લડવાનું એક એવું અસ્ત્ર સાબિત થશે જેવી રીતે સ્વતંત્રતા સંઘર્ષમાં સ્વદેશી આંદોલન થયું હતું.

બુધવાર, 5 ઑગસ્ટ, 2020

 અયોધ્યામાં શ્રીરામમંદિરનું થયુ ભૂમિપૂજન

What Ayodhya Ram Temple will look like: In pics

આજનો દિવસ સત્ય, અહિંસા, આસ્થા અને બલિદાનને ન્યાયપ્રિય ભારતની અનુપમ ભેટ : PM

આજનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી

અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે અનેક લોકોએ વર્ષોથી જોયેલુ સપનું આજે રામમંદિરના ભૂમિ પૂજનની સાથે પૂર્ણ થયું છે... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્તવિધિ અને વૈદિક મંત્રોચ્ચારથી અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિરનો આજે શિલાન્યાસ કર્યો હતો..

ભૂમિ પૂજાના અનુષ્ઠાન સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ., રાજ્યપાલ આનંદીબેન પટેલ., રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહંત , નૃત્ય ગોપાલ દાસ , અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા , મોહન ભાગવત ખાસ વિધિમાં સહભાગી થયાં હતાં.. વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અષ્ટ ઉપશિલા પૈકી કૂર્મશીલાનુ પૂજન પણ કર્યું હતું.. રામ મંદિરના શિલાન્યાસ માટે પ્રધાનમંત્રી સવારે 9:30 કલાકે હેલિકોપ્ટર દ્વારા દિલ્હીથી લખનઉ પહોંચ્યા હતાં.. લખનઉથી અયોધ્યા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ હનુમાનગઢીમાં દર્શન કર્યા હતાં અને પૂજા-અર્ચના કરી હતી.. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામમંદિરના ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા હતાં જ્યાં , ભૂમિ પૂજન સ્થળે પ્રધાનમંત્રીએ રામ લલાના સાક્ષાત દંડવત થઈને દર્શન કર્યાં હતાં.. અને વિશેષ પૂજા આરતી કરી હતી.. આ તકે તેમનું મંદિરના સાધુ-સંતો અને મહંતો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું..

અહીં પ્રધાનમંત્રીએ પારિજાતના છોડનું વૃક્ષારોપણ પણ કર્યું હતું.. મહત્વપૂર્ણ છે કે, ભૂમિ પૂજન લઈને અયોધ્યા નગરીને , દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. રામમય થયેલી અયોધ્યામાં , છેલ્લાં ત્રણ દિવસથી સતત ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યાં છે.

 

સોમવાર, 3 ઑગસ્ટ, 2020

 આજે સંસ્કૃત દિવસ, અનેક ભાષાઓની જનની છે સંસ્કૃત ભાષા


ભારત દેશના પ્રાચીન ગ્રંથ,વેદ વગેરેની રચના સંસ્કૃતમાં થઈ હતી..આ ભાષા અનેક ભાષાઓની જન્મદાતા છે..

આજે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે..સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષા હોવાને કારણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.આજના દિવસે લોકોને સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે સમજ આપતા કાર્યક્રમો થાય છે.ભારત સરકારે દર વર્ષે સાવનની પૂર્ણિમા નિમિત્તે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રક્ષાબંધન પણ આ દિવસે ઉજવવામાં આવે છે. સાવનની પૂર્ણિમાને ઋષિઓના સ્મરણ અને સમર્પણનો ઉત્સવ પણ માનવામાં આવે છે. કહેવાય છે કે ગુરૂકુળમાં વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ દિવસે યજ્ઞોપવીત (જનોઈ) પહેરાવવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો નવી જનોઈ પહેરે છે. આ સંસ્કારને ઉપનયન અથવા ઉપકર્મા સંસ્કાર પણ કહેવામાં આવે છે.

ઋષિઓ અને બ્રાહ્મણોએ આ દિવસે યજમાનોને રક્ષાસૂત્ર બાંધી દીધું હતું. ઋષિને સંસ્કૃત સાહિત્યનો પિતા અને તેના સમર્થક માનવામાં આવે છે, તેથી આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.સંસ્કૃત સાથે સંકળાયેલી સંસ્થા સંસ્કૃત ભારતી વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીને પ્રોત્સાહિત કરી રહી છે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરતા લખ્યુ છે કે તમામ દેશવાસીઓેન સંસ્કૃત દિવસની શુભેચ્છા..ભારત દેશના પ્રાચીન ગ્રંથ,વેદ વગેરેની રચના સંસ્કૃતમાં થઈ હતી..આ ભાષા અનેક ભાષાઓની જન્મદાતા છે..