આજે સંસ્કૃત દિવસ, અનેક ભાષાઓની જનની છે સંસ્કૃત ભાષા
ભારત દેશના પ્રાચીન ગ્રંથ,વેદ વગેરેની રચના સંસ્કૃતમાં થઈ હતી..આ ભાષા અનેક ભાષાઓની
જન્મદાતા છે..
આજે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી
છે..સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષા હોવાને કારણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે
છે.આજના દિવસે લોકોને સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેની જરૂરિયાત વિશે સમજ આપતા
કાર્યક્રમો થાય છે.ભારત સરકારે દર વર્ષે સાવનની પૂર્ણિમા નિમિત્તે સંસ્કૃત દિવસની
ઉજવણી કરવામાં આવે છે.
રક્ષાબંધન પણ આ દિવસે ઉજવવામાં આવે
છે. સાવનની પૂર્ણિમાને ઋષિઓના સ્મરણ અને સમર્પણનો ઉત્સવ પણ માનવામાં આવે છે.
કહેવાય છે કે ગુરૂકુળમાં વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ દિવસે યજ્ઞોપવીત (જનોઈ)
પહેરાવવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો નવી જનોઈ પહેરે છે. આ સંસ્કારને ઉપનયન અથવા ઉપકર્મા સંસ્કાર પણ કહેવામાં આવે છે.
ઋષિઓ અને બ્રાહ્મણોએ આ દિવસે
યજમાનોને રક્ષાસૂત્ર બાંધી દીધું હતું. ઋષિને સંસ્કૃત સાહિત્યનો પિતા અને
તેના સમર્થક માનવામાં આવે છે, તેથી
આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.સંસ્કૃત સાથે સંકળાયેલી સંસ્થા સંસ્કૃત ભારતી વિશ્વ સંસ્કૃત
દિવસની ઉજવણીને પ્રોત્સાહિત કરી રહી છે.કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ
કરતા લખ્યુ છે કે તમામ દેશવાસીઓેન સંસ્કૃત દિવસની શુભેચ્છા..ભારત દેશના પ્રાચીન
ગ્રંથ,વેદ વગેરેની રચના સંસ્કૃતમાં થઈ
હતી..આ ભાષા અનેક ભાષાઓની જન્મદાતા છે..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો