ગુરુવાર, 30 ઑગસ્ટ, 2018

Asian Games 2018: ગોલ્ડન ગર્લ બની સ્વપ્ના બર્મન

Image result for swapna barman 

સ્વપ્ના બર્મને દાંતનો દુખાવો હોવા છતાં એશિયાઈ રમતોમાં હેપ્ટાથલનમાં સ્વર્ણ પદક જીતીને ઈતિહાસ રચ્યો. તે આ રમતોમાં સોનાનો મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. એકવીસ વર્ષીય બર્મને બે દિવસ સુધી ચાલેલી સાત સ્પર્ધાઓમાં 6026 અંક બનાવ્યા.
ઉત્તરી બંગાળના શહેર જલપાઈગુડી બુધવારે જશ્નમાં ડૂબી ગયો. રિક્ષા ચાલકની દિકરી સ્વપ્ના બર્મને એશિયાઈ રમતોમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. સ્વપ્નાએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં ચાલતી 18મી એશિયાઈ રમતોની હેપ્ટાથલન સ્પર્ધામાં સ્વર્ણ પદક જીત્યો. તે આ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતનારી ભારતની પહેલી મહિલા ખેલાડી છે.
સ્વપ્નાએ દાંતનો દુખાવો હોવા છતાં સાત સ્પર્ધાઓમાં કુલ 6026 અંક સાથે પહેલુ સ્થાન પ્રાપ્ત કર્યું. એવામાં જ સ્વપ્નાની જીત નક્કી થઈ. ઘોષપાડામાં સ્વપ્નાના ઘરની બહાર લોકોનો જમાવડો લાગી ગયો અને ચારે બાજુ મીઠાઈઓ વહેંચાવા લાગી છે.

PM મોદી નેપાળના પ્રવાસે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશ નેપાળના પ્રવાસે છે. ચાર વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદીનો નેપાળનો આ ચોથો પ્રવાસ છે. વડાપ્રધાન અહીં વે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશનના ચોથા સંમેલનમાં હાજરી આપશે. 

વડાપ્રધાન મોદીએ નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ તેમની સાથે રહ્યા. જે બાદ સંમેલનનુ પૂર્ણ ઉદ્ઘાટન સત્રનું આયોજન થશે. સંમેલનનું સમાપન
31 ઓગસ્ટે થશે. સંમેલન બાદ સંયુક્ત ઘોષણા પત્ર પણ જાહેર કરવામાં આવશે. બેન્કોકના ઘોષણા પત્રના માધ્યમથી 6 જૂન 1997એ બિમ્સટેક અસ્તિત્વમાં આવ્યુ.
આમાં બંગાળની ખાડી વિસ્તારમાં વસેલા સાત દેશ બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે. સમૂહમાં સામેલ સાત દેશોની આબાદી 1.5અરબ છે જોકે દુનિયાની આબાદી 21 ટકા છે અને આ સમૂહનું સકલ ઘરેલૂ ઉત્પાદન 2500 અરબ ડોલર છે.
બિમ્સટેકનો મુખ્ય ઉદેશ્ય બંગાળની ખાડી વિસ્તારમાં આવેલા દક્ષિણ એશિયાઈ અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની વચ્ચે તકનીકી અને આર્થિક સહયોગ સ્થાપિત કરવાનો છે. 
જોકે એક્ટ ઈસ્ટ પોલિસી અને નેબરહુડ ફર્સ્ટ પોલિસીને લઈને બિમ્સટેક ભારત માટે મહત્વપૂર્ણ છે. ગોવામાં બિમ્સટેક સંમેલનનું આયોજન થવામાં બે વર્ષ બાદ કાઠમાંડુમાં આયોજીત થનારા સંમેલનમાં સમૂહના સભ્ય દેશોના નેતા મળશે.

બુધવાર, 29 ઑગસ્ટ, 2018

પ્રથમ ભારતીય માનવયુક્ત અંતરિક્ષ યાન મિશનઃ 16 મિનિટમાં સ્પેસમાં પહોંચી જશે

Manned Spacecraft Mission: Will reach space in 16 minutes

અંતરિક્ષમાં મનુષ્યને મોકલવાના પ્રથમ ભારતીય મિશનની સમગ્ર યોજના બહાર આવી ચૂકી છે. આ મિશન ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ અગાઉ ઓગસ્ટ 2022માં લોન્ચ થશે. તેમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. મંગળવારે ઇસરોના વડા કે. સિવને સમગ્ર યોજના મીડિયાને જણાવી હતી. તેમના જણાવ્યા મુજબ ભારત માત્ર 16 મિનિટમાં 3 ભારતીયોને શ્રીહરિકોટા ખાતેથી અંતરિક્ષમાં પહોંચાડી દેશે. એટલે કે આપણા ઘરેથી નજીકના 4 રસ્તા સુધી જઈએ એટલા સમયમાં મનુષ્ય અંતરિક્ષમાં પહોંચી જશે. આ સમગ્ર મિશનમાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે. ત્રણ ભારતીય 6થી 7 દિવસ અંતરિક્ષમાં રહેશે. 15 ઓગસ્ટના પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિશન અંગે સૌપ્રથમ માહિતી આપી હતી.




શું છે યોજના

એક ક્રૂ મોડ્યુલ 3 ભારતીયોને લઈ જશે. તેને સર્વિસ મોડ્યુઅલ સાથે જોડવામાં આવશે. બંનેને રોકેટની મદદ વડે શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે. પછી માત્ર 16 મિનિટમાં બર્થ અૉર્બિટમાં પહોંચી જશે. મોડ્યુલમાં હાજર ક્રૂ ઓછામાં ઓછા 6થી 7 દિવસ અંતરિક્ષમાં રહેશે. તે સમયે તેમના ઉપર માઈક્રો ગ્રેવિટી અને અન્ય પ્રયોગ કરાશે.

પહેલા ટેસ્ટ થશે
લોકોને અંતરિક્ષમાં મોકલતા પહેલા માનવ રહિત ટેસ્ટ કરવામાં આવશે. માનવ રહિત ફ્લાઈટ ટેસ્ટ આજથી 30 મહીના પછી અને બીજો ટેસ્ટ 36 મહિના પછી કરવામાં આવશે. ત્યારપછી લગભગ 40 મહિના પછી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

સ્પેસ સૂટ તૈયાર, વિદેશમાં પણ ટ્રેનિંગ થશે
સ્પેસ સૂટ તૈયાર થઈ ચૂક્યો છે. તેમને બેગ્લુરુમાં તાલિમ અપાશે અને જરૂર પડશે તો વિદેશ પણ મોકલાશે. ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા સાથે પણ સમયાંતરે વાતચીત થઈ રહી છે.

આ છે પરત ફરવાની યોજના
ઇસરોના વડાએ કહ્યું કે ઑર્બિટ મોડ્યુલ પરત ફરતા સમયે પોતાની રીતે દિશા બદલશે. ડી-બુસ્ટ પ્રક્રિયામાં ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલ પણ અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલ ભારતીયોને લઈ પૃથ્વી પર આવી રહ્યું હશે ત્યારે તેની બ્રેકિંગ સિસ્ટમ પણ સક્રિય થઈ જશે. તેમના પેરાસૂટ પણ એ દરમિયાન ખુલશે. ક્રૂ મોડ્યુલને અરબી સમુદ્રમાં ગુજરાતના કાંઠે ઉતારવાની યોજના છે પરંતુ ટેકનીકલ ખામી આવશે તો બંગાળના અખાતમાં પણ તેમને ઉતારી શકાવાની શક્યતા છે. લેન્ડીંગના માત્ર 20 મિનિટમાં ત્રણે ભારતીયોને બહાર કાઢી લેવાશે.

34 વર્ષ અગાઉ રશિયન ઉપગ્રહમાં અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય રાકેશ શર્માએ કહ્યું- પોતાની તાકાત પર અંતરિક્ષમાં જવાની વાત જ અલગ છે. ઇસરો રાકેશની સલાહના આધારે ત્રણે ભારતીયોને તાલિમ આપશે. - રાકેશ શર્મા, પ્રથમ ભારતીય અવકાશયાત્રી

ગુજરાતના હરમીત દેસાઈ અને માનવ ઠક્કરને ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ



- ભારતીય મેન્સ ટીમે એશિયાડ ટેબલ ટેનિસમાં સૌપ્રથમ મેડલ જીત્યો

- સેમિ ફાઈનલમાં ભારત કોરિયા સામે હાર્યું


ગુજરાતની ટેનિસ ખેલાડી અંકિતા રૈના બાદ ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ અને માનવ ઠક્કરે ટીમ ઈવેન્ટમાં એશિયન ગેમ્સનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

બ્રોન્ઝ જીતનારી ભારતીય ટીમમાં જી. સાથિયાન, અંચત શરથ કમલ, એન્થોની અમલરાજ પણ સામેલ 
હતા.એશિયાડમાં ટેબલ ટેનિસને ૧૯૫૮થી દાખલ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતનો આ સૌપ્રથમ મેડલ છે. 


ભારતના મંજીત સિંહે દોડમાં ગોલ્ડ જીત્યો

Image result for manjeet singh won gold medal

ભારતનો મનજીત સિંહે શાનદાર પ્રદશન કરતા 18 એશિયન ગેમ્સમાં 10મા દિવસે પુરૂષની 800 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભારતના જિનસન જોનસન આ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે. 

મંજીતે 1:46.15 સેકનડનો સમય લીધો. મંજીત સિંહે ભારતને નવમો ગોલ્ડ અપાવ્યો છે. 

પુરુષોની 800 મીટર દોડમાં ભારતે ગોલ્ડ અને સિલ્વર બંને જીત્યા.
રાષ્ટ્રીય રમત દિવસ

ધ્યાનચંદ સિંહ(29 ઓગસ્ટ 1905- 03 ડિસેમ્બર 1979) ભૂતપૂર્વ ખેલાડી તેમજ ભારતીય હોકી ટીમના કેપ્ટન હતા. તેમની ગણના ભારત તેમજ વિશ્વ હોકીના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.તેમને  ત્રણ વખત ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો(1928માં એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક્સ, 1932 માં લૉસ એન્જેલસ ઓલિમ્પિક્સ અને 1936 બર્લિન ઓલિમ્પિક્સમાં ). 
ભારતમાં તેમનો જન્મદિવસ "નેશનલ સ્પોર્ટ્સ ડે" તરીકે ઉજવવામાં આવે છે. 
ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવે છે . તેમણે તેમની કારકિર્દીમાં 1,000 થી વધુ ગોલ કર્યા હતા. જ્યારે તેઓ ફિલ્ડમાં રમત રમવા માટે આવતા ત્યારે બોલ તેમની હોકી સ્ટીકને જાણે ચિપકી જતી હોય એવુ લાગતુ. 
1956 માં પદ્મભૂષણ એવોર્ડ્થી  એનાયત કરવામાં આવ્યો હતો. 

મંગળવાર, 28 ઑગસ્ટ, 2018

Asian Gamesમાં નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો, ભારતને 8મો ગોલ્ડ અપાવ્યો

http://dlfbv97u99p9c.cloudfront.net/static/content_image/content_image_64b27130-c5ff-4996-8529-4c043ba55db5.jpeg
 
જાકાર્તામાં આયોજિત 18મી એશિયન ગેમ્સના નવમાં દિવસે ભારતના સ્ટાર ભાલા ફેંક એથલેટિક્સ નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને દેશનુ ગૌરવ વધાર્યુ છે. 
 
નીરજે આ સાથે ભારતને 8મો ગોલ્ડ આપાવ્યો છે. ગેમ્સના નવમાં દિવસે નીરજે 88.06 મીટર ભાલો ફેંકી ઇતિહાસ રચી દિધો છે. આ પહેલા એશિયાડ ગેમ્સમાં ભારતનો કોઇ ખેલાડી ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યું નથી.
 
છેલ્લીવાર 1982માં દિલ્હીમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતના ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગોલ્ડ કોસ્ટમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પણ નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે તેણે 86.47 મીટર ભાલો ફેંક્યો હતો.

પાનીપતના નીરજે વર્ષ 2016માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં 86.48 મીટર વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો.