Asian Games 2018: ગોલ્ડન ગર્લ બની સ્વપ્ના બર્મન
સ્વપ્ના બર્મને દાંતનો દુખાવો હોવા
છતાં એશિયાઈ રમતોમાં હેપ્ટાથલનમાં સ્વર્ણ પદક જીતીને ઈતિહાસ રચ્યો. તે આ રમતોમાં
સોનાનો મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. એકવીસ વર્ષીય બર્મને બે દિવસ સુધી ચાલેલી સાત
સ્પર્ધાઓમાં 6026 અંક બનાવ્યા.
ઉત્તરી બંગાળના શહેર જલપાઈગુડી બુધવારે જશ્નમાં ડૂબી ગયો.
રિક્ષા ચાલકની દિકરી સ્વપ્ના બર્મને એશિયાઈ રમતોમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
સ્વપ્નાએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં ચાલતી 18મી એશિયાઈ રમતોની
હેપ્ટાથલન સ્પર્ધામાં સ્વર્ણ પદક જીત્યો. તે આ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતનારી
ભારતની પહેલી મહિલા ખેલાડી છે.
સ્વપ્નાએ દાંતનો દુખાવો હોવા છતાં સાત સ્પર્ધાઓમાં કુલ 6026 અંક સાથે પહેલુ સ્થાન પ્રાપ્ત કર્યું.
એવામાં જ સ્વપ્નાની જીત નક્કી થઈ. ઘોષપાડામાં સ્વપ્નાના ઘરની બહાર લોકોનો જમાવડો
લાગી ગયો અને ચારે બાજુ મીઠાઈઓ વહેંચાવા લાગી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો