દાદાભાઇ નવરોજી
આઝાદીની લડાઇમાં “સ્વરાજ” શબ્દનો
પ્રથમ વાર ઉલ્લેખ દાદાભાઇ નવરોજીએ કર્યો હતો. તેમણે ૧૯૦૬માં કોગ્રેસના કલકતા
અધિવેશનમાં સ્વરાજની માંગણી કરતા કહયું હતું કે અમે કૃપા કે વિનંતી કરતા નથી.અમે
તો માત્ર સ્વરાજ ઝંખીએ છીએ.ત્યાર પછી સ્વરાજ શબ્દનું આઝાદીની લડતમાં મહત્વ ખૂબજ
વધી ગયું હતું.૧૯૦૯માં ગાંધીજીએ પણ હિંદ સ્વરાજ નામની પુસ્તિકા લખી હતી.
દાદાભાઇ નવરોજીએ દેશની આર્થિક
સ્થિતિનો અભ્યાસ કરીને તારણ કાઢયું હતું કે ભારતના લોકોની માથાદિઠ વાર્ષિક આવક
માત્ર ૨૦ રુપિયા જેટલી છે. અંગ્રેજ સરકાર ભારતનું શોષણ કરીને નફાના કરોડો રુપિયા ઢસેડી
જાય છે.આજ રુપિયા ફરી લોન સ્વરુપે દેશને આપે છે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.
દાદાભાઇએ પોવર્ટી એન્ડ
અન બ્રિટીશ રુલ ઇન્ડિયા નામનું પુસ્તક લખીને પણ પોતાના
વિચારો રજૂ કર્યા હતા.
ઇસ ૧૮૯૨માં લિબરલ પાર્ટીના
ઉમેદવાર બની ફિન્સબરી સેન્ટ્રલ મત વિસ્તારમાંથી ભારતીય મૂળના પ્રથમ બ્રિટીશ સાંસદ
પણ હતા.
દાદાભાઇ લંડનની કોલેજમાં ભણાવતા
હતા ત્યારે ભારતીય વિધાર્થીઓ મળવા આવતા જેમાં ગાંધીજી પણ હતા.
આઝાદીની લડતના પાયાના પથ્થર
ગણાતા આ સ્વાતંત્રસેનાનીનો જન્મ નવસારીમાં થયો
હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો