દેશનો સૌથી ઊંચો ત્રિરંગો
અટારી સરહદે ભારતે સૌથી ઊંચો, મોટો, કદાવર ત્રિરંગો ફરકાવ્યો હતો.
દેશના સૌથી ઊંચા ધ્વજની એટલે કે
થાંભલાની ઊંચાઈ ૧૧૦ મિટર (૩૫૫ ફીટ) હતી. ધ્વજ પોતે ૧૨૦ ફીટ લાંબો અને ૮૦ ફીટ પહોળો
હતો.
થાંભલા સહિત સમગ્ર ધ્વજનું વજન ૫૫
ટન થતું હતું. ૨૦૧૭ની ૫મી માર્ચે સૌથી પહેલી વખત તેને ફરકાવાયો હતો.
સમગ્ર પ્રોજેક્ટ પાછળ ૩.૫ કરોડ
રૃપિયાનો ખર્ચ અમૃતસર ઈમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટે કર્યો હતો.
જોકે આ કદાવર ધ્વજ સતત ફરકતો રહી ન
શક્યો. તેનું વિશાળ કદ અને સરહદ પર ફૂંકાતા તેજ પવનને કારણે કાપડ ફાટી ગયું હતું.
માટે હવે ધ્વજ નાનો કરી તેનું કદ ૭૨ ફીટ બાય ૪૮ ફીટ રાખવામાં આવ્યુ છે. અહીં સરહદ
જોવા આવતા પ્રવાસીઓ માટે આ ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો