મંગળવાર, 5 ઑક્ટોબર, 2021

 વિશ્વ શિક્ષક દિવસ










·         વિશ્વ શિક્ષક દિવસ દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.

·         આ દિવસનો મુખ્ય હેતુ શિક્ષકોના મહત્વ અને તેમના યોગદાનનું સન્માન કરવાનો છે.

·      સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ શિક્ષક દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવા માટે વર્ષ 1994માં 100 દેશોના સમરથન સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

·        ત્યારબાદ 5 ઓક્ટોબર, 1994થી વિશ્વ શિક્ષક દિવસ ઉજવવાની શરુઆત થઈ હતી.

·   1966માં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક યોજાઇ હતી.જેમાં શિક્ષકોના આધિકાર, જવાબદરીઓ, રોજ્ગાર અને વધુ શિક્ષણ સાથે માર્ગદર્શિકા બનાવવાનું કહેવામાં આવ્યુ હતું.

Ø  ભારતના પ્રસિધ્ધ પ્રોફેસર,શિક્ષણશાસ્ત્રી, તત્વચિંતક અને રાજપુરુષ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદીન 5 સપ્ટેમ્બર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

 

શનિવાર, 2 ઑક્ટોબર, 2021

 વન્યજીવ સપ્તાહ

 


વન્યજીવ સપ્તાહ તા.2 થી 8 ઓક્ટોબર, 2021 મનાવવામાં આવશે.

·         સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એક માત્ર રહેણાંક અટલે ગીર. ગુજરાતમાં સતત વધતી સિંહોની વસ્તી 2015 માં-523, 20202માં – 674 વસ્તીમાં 29% વધારો થયો.


·         સમગ્ર ગુજરાતમાં દેખાતા દીપડાની વસ્તી 2011માં -1160,

                                             2016માં – 1395 નોંધાઇ હતી.








·         સમગ્ર ભારતમાં ઘુડખર ફક્ત ધાંગધ્રા ધુડખર આભ્યારણ્ય છે, જેની વસ્તી

2014માં – 4451,

2020માં –6082 નોંધાઇ.







·         ગુજરાતમાં કાળિયારની વસ્તી વેળાવદર નેશનલ પાર્ક ખાતે 2020માં – 7097 નોંધાઇ.









·         ગુજરાતમાં ગીર નેશનલ પાર્કમાં સાંભરનીવસ્તી, 2011માં – 4497,

                                                   2015માં – 7176 નોંધાઇ.









·         જેસોર શુલપાણેશ્વર, બાલારામ અંબાજી અને રતનમહાલ આભ્યારણ્યમાં રીંછની સતત વધતી વસ્તી, 

      2011માં – 293,

2020માં – 343 નોંધાઇ.








·         દર વર્ષે લાખોની સંખ્યામાં વેટલેન્ડમાં આવતા ફ્લેમિંગો ગુજરાતનું વધારે છે ગૌરવ.


આપણું ગૌરવ,આપણા અમુલ્ય વારસો છે

     આવો...આપણા વન્યજીવોનું રક્ષણ કરીએ.

 

બુધવાર, 29 સપ્ટેમ્બર, 2021

World HEART Day

                           29th September - World Heart Day


વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા બનાવેલ, વર્લ્ડ હાર્ટ ડે વિશ્વભરના લોકોને જાણ કરે છે કે હૃદયરોગ અને સ્ટ્રોક(CVD -  Cardiovascular diseases ) ના કારણે દર વર્ષે 18.6 મિલિયન લોકોના જીવ લેવાય છે.તમાકુનો ઉપયોગ, બિનઆરોગ્યપ્રદ આહાર અને શારીરિક નિષ્ક્રિયતા જેવા જોખમી પરિબળોને નિયંત્રિત કરીને, હૃદયરોગ અને સ્ટ્રોકથી ઓછામાં ઓછા 80% અકાળે થતા મૃત્યુને ટાળી શકાય તે માટે લોકોમા જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસ ઉજવવામા આવે છે.

યુવાવર્ગ માં હૃદયરોગ નું પ્રમાણ વધવાનુ કારણ તમાકુ, ખરાબ જીવશૈલી, તણાવ જવાબદાર છે.

હૃદયરોગ ના કારણો:

·         ડાયાબિટીસ

·         પ્રેશર

·         જાડાપણું

·         લોહીમાં ચરબીનું પ્રમાણ વધારે હોવું

·         જંક્ફુડ

·         કસરતનો અભાવ

·         ઉમર

·          વારસાગત

 

 

 

 


બુધવાર, 12 ઑગસ્ટ, 2020

 વિશ્વ હાથી દિવસની ઉજવણી

World Elephant Day (12th August) | Days Of The Year

હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ

12મી ઓગસ્ટને વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ હાથી દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે હાથીની વિશેષતાઓ અંગેની માહિતી આપતું પોર્ટલ શરૂ કરાવ્યું અને હાથીઓના રક્ષણની પદ્ધતિઓ અંગે દસ્તાવેજ જાહેર પણ કર્યો હતો. વર્ષ 2012માં આજના દિવસે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આફ્રિકા અને એશિયાના હાથીઓ પર આચરાતી ક્રુરતા, તેમની સાથે થતો અયોગ્ય વ્યવહાર, હાથીઓના નિવાસ સ્થાનને પહોંચેલુ નુકસાન તથા હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ કેળવવી અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.

દેશમાં હાથીઓની સ્થિતિ વિશે વાત કરીએ તો, હાથીઓ માટે સૌથી પહેલા રિઝર્વ સિંહભૂમ હાથી રિઝર્વ ઝારખંડમાં જાહેર કરાયો હતો. દેશના 14 રાજ્યમાં અંદાજે 65000 વર્ગ કિલોમીટર હાથીઓ માટે રિઝર્વ છે.

જંગલમાં રહેતા હાથીઓના સંરક્ષણ માટે વન્યજીવ કોરિડૉર જરૂરી છે, આજે દેશભરમાં હાથીઓ માટે 101 કોરિડૉર છે. આ સાથે દેશમાં અંદાજે 2700 બંધક હાથીઓનો ડીએનએ પ્રોફાઈલિંગ અને ડેટાબેસ તૈયાર થાય છે. જેના પગલે ગેરકાયદેસર બંધક બનાવાયેલા હાથીઓમાં જંગલી હાથીઓ સામેલ નહીં થઈ શકે..

 

મંગળવાર, 11 ઑગસ્ટ, 2020

 મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી

કોરોના મહામારીને કારણે આ વર્ષે મૌન સભા અને રેલી રખાઈ મોકુફ, મોરબી નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડીને અપાય છે શ્રધ્ધાંજલિ

મોરબીની મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી છે. 11 ઓગસ્ટ 1979ના રોજ થયેલા જળ હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

પંરતુ પ્રવર્તમાન કોરોનાની મહામારીને કારણે આ વર્ષે મૌન સભા, રેલીને મોકૂફ રાખવામાં આવી છે. જો કે મચ્છુ જળ હોનારતના સમયે એટલે કે બપોરના સાડા ત્રણ કલાકે મોરબી નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

૧૧ ઓગસ્ટ ૧૯૭૯નો એ ગોઝારો દિવસ જ્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ- ૨ ડેમ અવિરત વરસી રહેલા વરસાદના પ્રવાહને ઝીલવી નહીં શકતા ડેમ તૂટ્યો હતો અને તારાજી સર્જાઈ હતી. આ તારાજીના ભયાનક દ્રશ્યોને યાદ કરીને મોરબીવાસીઓ આજે પણ થરથર કાપવા લાગે છે. હસતું ખેલતું અને આબાદ મોરબી માત્ર બે કલાકમાં સ્મશાનભૂમિમાં ફેરવાઈ ગયું હતું. ત્યારે દરવર્ષે હોનારતનો દિવસ આવે ત્યારે ગુમાવેલા સ્વજનોને યાદ કરી લોકોની આંખો છલકાઈ જાય છે.

 

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

 આંદામાન નિકોબાર દ્વીપ સમુહ માટે સબમરીન કેબલ કનેક્ટીવિટીનો શુભારંભ

Work on undersea cable to connect Andamans to begin in December ...

ચેન્નઇથી 2300 કિલોમીટર લાંબા કેબલ દ્વારા આંદામાન નિકોબારને મળશે હાઇસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટવિટી, હાઇસ્પીડ બ્રોડબેન્ડથી દ્વીપના વિકાસને મળશે નવી દિશા: PM

દેશના માળખાગત વિકાસને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઇથી પોર્ટબ્લેયરને કનેક્ટેડ 2300 કિલોમીટર લાંબી સબમરીન ઓપ્ટીકલ ફાયબરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઓપ્ટિકલ ફાયબરથી આંદામાન નિકોબારના 12 જેટલા ટાપુઓને 4જી કનેક્ટીવિટી મળશે જેને કારણે સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટાપુના સમૂહને માત્ર ઇન્ટરનેટ કનેક્ટવીટી જ નહીં પરંતુ આર્થિક વિકાસને પણ વેગ મળશે તેનો ફાયદો સમગ્ર દેશને થશે.

સબમરીન કેબલ પોર્ટબ્લેયર, લિટલ આંદામાન, કાર્નિકોબાર, કામોટા, ગ્રેટ-નિકોબાર, ગ્રેટ આયલેન્ડ, અને રંગટ સાથે જોડાશે.

આ યોજનાની આધારશીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીએ 30 ડિસેમ્બર 2018ના રોજ રાખી હતી.

 

શીતળા સાતમ