બુધવાર, 7 ઑગસ્ટ, 2019

12મી શતાબ્દિ સુધી જ્મ્મુ - કાશ્મીર એક પૂર્ણ હિંદુ રાજ્ય રહ્યુ હતુ

 

-૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું

-૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન ઇસ્લામનું આગમન થયું હતુ.

જમ્મુ કાશ્મીર છેલ્લા ૪૦ વર્ષથી જેહાદી આતંકવાદની પીડા ભોગવી  છે પરંતુ પ્રાચીન સમયમાં તે હિંદુ રાષ્ટ્ર હતું. જયાં હિંદુ અને બૌધ્ધધર્મીઓ મોટી સંખ્યામાં રહેતા હતા. ઇસ પૂર્વે ૩ જી શતાબ્દિમાં સમ્રાટ અશોકે કાશ્મીરમાં બૌધ્ધ ધર્મ ફેલાવ્યો હતો. ત્યાર બાદ કનિષ્ક રાજાએ પણ બૌધ્ધધર્મના મૂળિયા મજબૂત બનાવ્યા હતા. છઠી સદીમાં કાશ્મીરમાં હુણોનું આગમન થયું હતું.
ઇસ ૫૩૦માં કાશ્મીર ઘાટી સ્વતંત્ર બની પરંતુ ત્યાર પછી તે ઉજજૈન સમ્રાજયનો ભાગ બન્યું હતું. વિક્રમાદિત્ય રાજવંશના પતન પછી કાશ્મીરમાં સ્થાનીક શાસકો રાજ કરવા લાગ્યા હતા. હિંદુ અને બૌધ્ધ સંસ્કૃતિનો સમન્વય શરુ થયો હતો. કાશ્મીરના હિંદુ રાજાઓમાં લલિતાદિત્ય (૬૯૭ થી ૭૩૮) સુધી પ્રસિધ્ધ થયા હતા.જેમનું સમ્રાજય પૂર્વમાં બંગાળસ દક્ષિણમાં કોંકણ,ઉત્તર પશ્ચીમમાં તુર્કિસ્તાન અને ઉત્તર પૂર્વમાં તિબેટ સુધી ફેલાયેલું હતું. લલિતાદિત્યએ અનેક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું. 
કાશ્મીરમાં ઇસ્લામનું આગમન ૧૩ મી અને ૧૪ મી શતાબ્દિ દરમિયાન થયું હતું. મુસ્લિમ શાસકોમાં જૈન ઉલ આબદીન (ઇસ ૧૪૨૦-૭૦)માં સૌથી પ્રસિધ્ધ થયો હતો. તાતરોના હુમલા પછી હિંદુ રાજા સિંહદેવ કાશ્મીર છોડી ગયા હતા. ત્યાર પછી ચક શાસકોએ હૈદરશાહની સેનાને ખદેડીને ઇસ ૧૫૨૬ સુધી રાજ કર્યુ હતું. ઇસ ૧૫૮૬માં અકબરે કાશ્મીર જીત્યુ અને ૧૭૫૨માં મોગલ શાસન નબળુ પડતા અફઘાનિસ્તાનના અહમદ શાહ અબ્દાલીએ પડાવી લીધું. ૬૭ વર્ષ સુધી અફઘાનોના પઠાણોનું કાશ્મીરમાં રાજ રહયું હતું. કાશ્મીરના જમ્મુ સ્થળનો ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે.
અખુનર ક્ષેત્રમાંથી હડપ્પા કાલીન અવશેષો તથા મૌર્ય કુશાણ અને ગુપ્તકાળની કલાકૃતિઓ મળે છે. જમ્મુ ૨૨ જેટલા નાના મોટા રજવાડાઓમાં વહેચાયેલું હતું. ઇસ ૧૭૩૩ થી ૧૭૮૨ સુધી રાજા રંજીતદેવે જમ્મુ પર શાસન કર્યુ હતું પરંતુ તેમના ઉતરાધિકારીઓ નબળા પાકયા હતા. આથી મહારાજા રણજીતસિંહે જમ્મુને પંજાબ સાથે ભેળવી દીધું હતું. ત્યાર પછી ઇસ ૧૮૪૬માં ડોગરા શાહી ખાનદાનના વંશજ રાજા ગુલાબસિંહને જ્મ્મુ સોંપી દીધું હતું. ગુલાબસિંહના શાસનમાં સમગ્ર જમ્મુ કાશ્મીર આવી ગયું હતું. ૧૯૪૭ સુધી જમ્મુ પર ડોગરા શાસકોનું આધિપત્ય રહયું હતું. ૨૬ ઓકટોબર ૧૯૪૭ના રોજ ભારતીય સંઘમાં એક સમજૂતી હેઠળ તેનો વિલય થયો હતો.

પેલેસ્ટિનીયન શરણાર્થીઓ માટે ભારતે આપ્યા 50 લાખ ડૉલર્સ

 


- અન્ય દેશોને પણ સહાય કરવાની ભારતે અપીલ કરી

- 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનનો પ્રવાસ કર્યો હતો

પેલેસ્ટિનીયન શરણાર્થીઓ માટે ભારતે પચાસ લાખ ડૉલર્સની સહાય કરી હતી અને દુનિયાભરના દેશોને પણ આ શરણાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી.
2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનની મુલાકાત લીધી હતી. તેમણે હજ્જારો શરણાર્થીઓને સહાય માટે સબડતા જોયા હતા. એ સમયે તેમણે પેલેસ્ટિનીયન  શરણાર્થીઓને મદદ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. 
યુનોની યુએનરિલિફ એન્ડ વર્ક એજન્સીના વડા મથકે પેલેસ્ટાઇન ખાતેના ભારતીય પ્રતિનિધિ સુનીલ કુમારે ભારત તરફથી 50 લાખ ડૉલર્સ અર્પણ કર્યા હતા. ભારતે બીજા દેશોને પણ આ શરણાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી.

મંગળવાર, 6 ઑગસ્ટ, 2019


કલમ 370ની નાબુદીને લોકસભાની મહોર

 

- પીઓકે અને અક્સાઈ ચીન ભારતનો જ ભાગ, તેના માટે જીવ આપીશું : અમિત શાહ

- 370 નાબુદીના પ્રસ્તાવના સમર્થનમાં 351 અને વિરોધમાં 72 મત


કાશ્મીર પુનર્ગઠન બિલના સમર્થનમાં 370 અને વિરોધમાં 70 મત પડયા
ફારુક અબ્દુલ્લાને કોઇએ કેદ નથી કર્યા, લમણે બંદુક રાખીને તો તેમને બહાર ન લાવી શકાય : ગહ પ્રધાન 
મને આશા છે કે કલમ 370 નાબુદ કરવાના કેન્દ્રના નિર્ણયથી કાશ્મીરીઓને ફાયદો થશે : માયાવતી
કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને નાબુદ કરી દીધી છે. આ કલમની નાબુદી માટે કેન્દ્રીય ગહ પ્રાધાન અમિત શાહે રાજ્યસભા બાદ લોકસભામાં પણ પ્રસ્તાવ રજુ કર્યો હતો. લોકસભામાં બહુમત હોવાથી સરકારે આ પ્રસ્તાવને પસાર કરી દીધો છે.
આ ઉપરાંત કાશ્મીર પૂનર્ગઠન બિલને પણ પસાર કરી દેવામાં આવ્યું છે. દરમિયાન જ્યારે આ બિલ પર ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે કેન્દ્રીય ગહ પ્રાધાન અમિત શાહે આક્રામક ભાષણ આપતા કહ્યું હતું કે પીઓકે પણ ભારતના કાશ્મીરનો જ ભાગ છે, કાશ્મીર અને પીઓકે માટે હું મારા પ્રાણ આપવા માટે પણ તૈયાર છું. 
અમિત શાહે લોકસભામાં કાશ્મીર પુનર્ગઠન પર જમ્મૂ તેમજ કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવા, તેમજ 370ને નાબુદ કરવાના પ્રસ્તાવ સંબંધી સંકલ્પને રજુ કર્યો હતો. દરમિયાન પીઓકેનું શું થશે તે અંગે જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે હું જ્યારે પણ કાશ્મીર બોલુ ત્યારે તેમાં પીઓકે પણ આવી જ જાય, આ બન્ને માટે હું પ્રાણ આપવા પણ તૈયાર છું. અક્સાઇ ચીન પણ ભારતનો જ ભાગ છે. 
અમિત શાહે ફારુક અબ્દુલ્લાને નજર કેદ કરાયા હોવાના દાવાને ફગાવ્યા હતા. શાહે કહ્યું હતું કે ફારુક અબ્દુલ્લાને અમે બંદુકની અણીએ બહાર ન લાવી શકીએ, તેઓ જુઠ બોલી રહ્યા છે કે તેમની ધરપકડ કરાઇ છે. તેઓ જાતે જ બહાર નાથી આવતા તો અમે શું કરી શકીએ. બીજી તરફ અન્ય પક્ષોએ આર્ટિકલ 370 અંગે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો હતો.
તણમુલ કોંગ્રેસના નેતા અને પ. બંગાળના મુખ્ય પ્રાધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના ભાગલા પાડવાના સરકારના નિર્ણયનો ટીએમસી આક્રામક રીતે વિરોાધ કરશે. અમિત શાહે લોકસભામાં રજુ કરેલા કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન બિલનો મમતાએ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કરવાનો નિર્ણય યોગ્ય નાથી તેાથી અમે તેનો વિરોાધ કરીશું. રાજ્યસભામાં આર્ટિકલ 370 મુદ્દે સરકારને સમાર્થન આપનારા બસપાના વડા માયાવતીએ કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે આર્ટિકલ 370 રદ થવાાથી કાશ્મીરની જનતાને તેનો વધુ ફાયદો થશે. 
બીજી તરફ રાજ્યસભામાં પસાર થઇ ચુકેલા બિલોને લોકસભામાં રજુ કરવામા આવ્યા હતા. લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલને પસાર કરી દેવામાં આવ્યું છે જેને હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે.મંગળવારે લોકસભામાં કાશ્મીર પુનર્ગઠન બિલના સમાર્થનમાં 370 મત પડયા હતા જ્યારે વિરોાધમાં 70 વોટ પડયા હતા.
દરમિયાન સમાજવાદી પાર્ટીએ પોતાને વિટંગાથી જ દુર કરી લીાધી હતી અને લોકઆઉટ કર્યું હતું. વિપક્ષનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે જો નેહરુએ સૈન્યને પુરી છુટ આપી હોત તો પીઓકે પણ ભારતનો જ ભાગ હોત. દરમિયાન બીજેડીએ પણ લોકસભામાં સરકારના બિલને સમાર્થન આપ્યું હતું. જ્યારે આર્ટિકલ 370ને નાબુદ કરતા પ્રસ્તાવને પણ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવના સમાર્થનમાં 351 જ્યારે વિરોાધમાં 72 મત પડયા હતા. 
જમ્મુ કાશ્મીર અનામત બિલને લોકસભામાંથી પરત ખેંચાયું
કેન્દ્રીય ગહ પ્રધાન અમિત શાહે લોકસભામાં જે બિલ રજુ કર્યા હતા તેમાં જમ્મુ કાશ્મીર અનામત બિલનો પણ સમાવેશ થાય છે. જોકે બાદમાં શાહે આ બિલને પરત લઇ લીધુ હતું. અગાઉ આ જ બિલને રાજ્યસભામાં પણ રજુ કરાયું હતું,
અમિત શાહે કહ્યું હતું લોકસભાની જેમ જ રાજ્યસભામાંથી પણ આ બિલને પરત લઇ લેવામાં આવશે. બાદમા સ્પીકરે અમિત શાહની રજુઆતને માન્ય રાખી હતી. અમિત શાહે બિલ પરત લેવાનું કારણ જણાવતા સ્પષ્ટતા કરી હતી,
તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 370 નાબુદ થતા જ અનામત પણ આપોઆપ લાગુ થઇ જશે માટે બિલની જરુર નથી. રાજ્યસભામાંથી પણ આ બિલને પરત લેવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે. જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમિત શાહે કહ્યું હતું કે અમે ઐતિહાસિક ભૂલને સુધારવા જઇ રહ્યા છીએ, આર્ટિકલ 370 હટતા જ કાશ્મીરમાં વિકાસ થવાનું શરુ થઇ જશે.
 સાથે તેમણે કહ્યું કે આ કલમ હટતા જમ્મુ કાશ્મીર અનામત(બીજો સુધારો) 2019 બિલની જે જોગવાઇઓ છે તે 370 નાબુદ થતા લાગુ થઇ જશે. તેથી તેના માટે આ બિલને પસાર કરવું જરુરી છે.
જમ્મુ-કાશ્મીર ખરડો એક યાદગાર બાબત નવી સવાર રાહ જોઇ રહી છે: મોદી
મોદી-શાહે ઇતિહાસમાં સ્થાન મેળવ્યું : જેટલી
વડા પ્રધાન મોદીએ આજે કહ્યું હતું કે  સંસદમાં જમ્મુ-કાશ્મીરનો રજૂ કરાયેલો ખરડો એક ઐતિહાસિક સિધ્ધિ છે અને સંસદીય લોકશાહીમાં યાદગાર દિવસ છે.રાજ્યોના લોકો એક નવી સવારની રાહ જોઇ રહ્યા છે જે હવે સ્થાપિત હિતોની સાંકળોથી મૂક્ત છે. '
આપણે બધા સાથે છીએ. અને ભવિષ્યમાં પણ સાથે જ રહીશું. આપણે 130 કરોડ ભારતવાસીઓના સપનાને પુરો કરીશું. આપણી સંસદિય લોકશાહીમાં આ એક યાદગાર દિવસ છે જેમાં પ્રચંડ બહુમતીથી જમ્મુ અને કાશ્મીરનો ખરડો પસાર કરી દેવાયો હતો'એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન પૂર્વ નાણા મંત્રી અરણ જેટલીએ કહ્યું હતું કે મોદી એ ઇતિહાસમાં સ્થાન મેળવી લીધું છે. મોદીએ કહ્યું હતું કે 'વર્ષો સુધી સ્થાપિત હિતોએ ક્યારે પણ રાજ્યના લોકોની પરવા કરી ન હતી. જમ્મુ અને કાશ્મીર હવે તેમની સાંકળોથી મૂક્ત છે. કાશ્મીરીઓ માટે એક નવી સવાર તેમની રાહ જોઇ રહી છે. આવતી કાલ સૌની સારી હશે'એમ તેમણે કહ્યું હતું.
પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું અવસાન

 

- હું આજે બહુ જ ખુશ છું, આર્ટિકલ 370 નાબુદ થાય તે મારા જીવનનું સપનું હતું

- મોદીજીનો ખુબ આભાર: 7:30 વાગ્યે સુષમાનું છેલ્લું ટ્વિટ


પૂર્વ વિદેશ પ્રાધાન અને ભાજપના વરીષ્ઠ નેતા સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે, તેમને રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો જેને પગલે તેમને તાત્કાલીક દિલ્હીના એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.  
સુષમા સ્વરાજે મંગળવારે સાંજે આર્ટિકલ 370 નાબુદ થવા અંગે ટ્વિટ કર્યું હતું, જે બાદ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલીક તેમને એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. 
કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પણ રાત્રે જ હોસ્પિટલ પહોંચ્યા હતા. સુષમા સ્વરાજે છેલ્લુ ટ્વિટ મંગળવારે સાંજે 7.23 કલાકે કર્યું હતું, તેમણે લખ્યું હતું કે આર્ટિકલ 370 હટાવવા બદલ પ્રાધાન મંત્રીજીને શૂભકામના, હું મારા જીવનમાં આ દિવસની જ પ્રતિક્ષા કરી રહી હતી.  તેઓ સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ પણ રહી ચુક્યા છે.
14મી ફેબુ્રઆરી 1953ના રોજ સુષમા સ્વરાજનો જન્મ હરિયાણામાં થયો હતો. તેઓ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પણ સભ્ય રહી ચુક્યા છે. 1973માં સુષમા સ્વરાજે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શર કરી હતી. 1970માં જ તેમણે રાજકારણમાં પ્રવેશ કરી લીધો હતો. જેપીની ચળવળમાં સુષમા સ્વરાજે સક્રીય રીતે ભાગ લીધો હતો. દેશમાં કટોકટી લાદવામાં આવી તે બાદ સુષમા સ્વરાજ ભાજપ સાથે જોડાયા હતા. 1977ાથી 1982 સુધી તેઓ હરિયાણા વિાધાનસભામાં ધારાસભ્ય પણ રહ્યા.
1998માં કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા બાદ સુષમા સ્વરાજ દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમનું સ્વાસ્થ્ય અતી નબળુ હોવાથી તેમણે સામે ચાલીને લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. રાજકારણમાંથી નિવત્તી બાદ સુષમા સ્વરાજ પોતાના નિવાસ સથાને આરામ કરી રહ્યા હતા.
તેમણે અંતીમ ટ્વિટમાં લખ્યું હતું કે વડા પ્રાધાન મોદીજી તમારો ખુબ ખુબ આભાર માનુ છું, હું આજના આ દિવસનો જિવનભર રાહ જોઇ રહી હતી. હું આજે બહુ જ ખુશ છું. તેમના આ ટ્વિટના થોડા જ સમય બાદ સુષમા સ્વરાજને હાર્ટ એટેક આવ્યો હતો, તેમને તાત્કાલીક એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા સારવાર દરમિયાન તેમનું નિાધન થયું હતું.

મંગળવાર, 30 જુલાઈ, 2019


આનંદીબેન પટેલે યુપીના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

- પૂર્વ રાજ્યપાલ રામ નાઈકે કાર્યભારની સોંપણી કરી
- પ.બંગાળ, ત્રિપુરા, મ.પ્રદેશ, બિહાર અને નાગાલેન્ડમાં નવા રાજ્યપાલની નિયુક્તિ
 
મધ્ય પ્રદેશના પૂર્વ ગવર્નર આનંદીબેન પટેલે સોમવારથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. પૂર્વ રાજ્યપાલ રામ નાઈકની ઉપસિૃથતિમાં આનંદીબેન પટેલે સોમવારે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. 
લખનૌના રાજભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ગોવિંદ માથુરે નવનિયુક્ત રાજ્યપાલ આનંદીબેન પટેલને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ચુકેલા રાજ્યપાલ રામ નાઈકે આનંદીબેનને કાર્યભારની સોંપણી કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 20 જુલાઈના રોજ મહત્વનો ફેરફાર કરીને આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા.
તેમણે ઉત્તર પ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મધ્ય પ્રદેશ, બિહાર અને નાગાલેન્ડમાં પણ નવા રાજ્યપાલની નિયુક્તિ કરી હતી. મધ્ય પ્રદેશમાં આનંદીબેન પટેલના સૃથાને લાલજી ટંડનને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. લાલજી ટંડન અગાઉ બિહારના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળતા હતા. 

સોમવાર, 8 જુલાઈ, 2019


બ્રહ્મોસ સુપરસોનિકની વર્ટિકલ સ્ટીપ ડાયવર્ઝનનું થયું સફળતાપૂર્વક પરીક્ષણ


500 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈપણ લક્ષ્યને ભેદી શકવાની ક્ષમતા ધરાવે છે બ્રહ્મોસ સુપરસોનિક.

ભારતે બ્રહ્મોસ સુપરસોનિકની વર્ટિકલ સ્ટીપ ડાયવર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે દુનિયાની પરંપરાગત યુદ્ધ શૈલીને સંપૂર્ણપણે બદલી નાખશે. ડીડી ન્યુઝના પત્રકાર રૂદ્રનાથ સન્યાલ સાથે ખાસ વાતચીતમાં બ્રહ્મોસ એરોસ્પેસના સીઇઓ ડો સુધીર મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતમાં અને ભારત દ્વારા બનેલી આ બ્રહ્મોસ મિસાઈલ લાંબા અંતર લક્ષ્યને ભેદવામાં નિપુર્ણ છે. 500 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈપણ લક્ષ્યને ભેદી શકવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલને સુખોઈ -30 ફાઇટર જેટની મદદથી છોડી શકાય છે.
 


પોખરણમાં એન્ટી ટેન્ક મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ થયું

- પોખરણમાં ત્રણ વાર સફળ પ્રયોગ કરાયો

- નાગ ત્રીજી પેઢીના એન્ટી ટેન્ક મિસાઇલ છે

સંપૂર્ણપણે સ્વદેશી એવા એન્ટી ટેન્ક મિસાઇલ નાગનું રવિવારે સફળ પરીક્ષણ કરાયું હતું. આ મિસાઇલ ત્રીજી પેઢીના એન્ટી ટેન્ક મિસાઇલ છે.
રવિવારે પોખરણની ફાયરિંગ રેંજમા આ મિસાઇલનું દિવસે તેમજ રાત્રે સફળતાથી પરીક્ષણ થયું હતું. 
આ મિસાઇલથી આપણા સંરક્ષણ ખાતાને સુદ્રઢ થવા મળ્યું છે. આ મિસાઇલ પૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યાં છે એેવું સંરક્ષણ ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું.