સોમવાર, 17 ડિસેમ્બર, 2018


છત્તીસગઢ: ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા

Image result for bhupesh-baghel-new-chief-minister-of-chhattisgarh

છત્તીસગઠમાં પહેલી વખત વિધાનસભા ચૂંટણી જીતીને કોંગ્રેસે અહીં સરકાર બનાવી છે. કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા ભૂપેશ બઘેલ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા છે. 

સોમવારે સાંજે તેમણે રાયપુરમાં આયોજીત સમારોહમાં પદ અને ગૃપ્તતાના શપથ લીધાં. રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને પદ અને ગૃપ્તતાના શપથ લેવડાવ્યા. ભૂપેશ બઘેલ સિવાય કોંગ્રેસના સિનિયર નેતા ટી.એસ. સિંહદેવ અને તામ્રધ્વજ સહૂએ પણ શપથ લીધાં.



માલદિવના રાષ્ટપતિ ભારતના પ્રવાસે, બંન્ને દેશ વચ્ચે થયા 4 MoU

 Image result for india-maldeves-signs-4-mous-pm-narednra-modi-maldeves-president-ibrahim-mohamed-solih

માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોહિલ ત્રણ દિવસની ભારતની રાજકિય યાત્રા પર છે. એક મહિના પહેલા સત્તા સંભાળ્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. તેમની આ ભારત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ વચ્ચે વાતચીત થઇ. આ વાતચીતનો લક્ષ્ય બંન્ને દેશો વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ કરવાનો છે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, માલદિવના આર્થિક વિકાસ માટે 1.4 બિલિયન ડોલરની ભારત મદદ કરશે. આ સિવાય બંન્ને દેશો વચ્ચે 4 વિષયો પર સમજુતી થઇ જેમાં વિઝાને લઇને સરળતા આપવાનો મુદ્દો સામેલ છે. તેમજ બંન્ને દેશો વચ્ચો કનેક્ટિવિટી બનાવવા ભારતે સહયોગ આપશે.

આ મુલાકાત દરમિયાન ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલે કહ્યું કે, ભારત અમારો નજીકનો દેશ છે અને બંન્ને દેશોના લોકો મિત્રતા અને સાંસ્કૃતિક સમાનતાના સંબંધે જોડાયેલા છે.


મંગળવાર, 11 ડિસેમ્બર, 2018


શશીકાંતદાસ બન્યા રિઝર્વ બેંકના 25માં ગવર્નર

 

 



ઉર્જીત પટેલે રિઝર્વ બેંકના ગવર્નર પદ પરથી ગઇકાલે રાજીનામું આપ્યા બાદ આજે RBIના ગવર્નર તરીકે શશીકાંતદાસને નિયુક્ત કરવામાં આવ્યા છે. શશીકાંતદાસ 15માં ફાઇનાન્સ કમિશનના સભ્ય છે અને આર્થિક બાબતોના સચિવ પણ રહી ચૂક્યા છે.

 

ઉર્જીત પટેલે RBIના ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની જગ્યાએ રિઝર્વ બેંન્કના 25માં ગવર્નર તરીકે શશીકાંત દાસને નિયુક્ત કરવામાં આવ્યા છે. શશીકાંતદાસ 1980ની બેચના IAS ઓફિસર છે.

 

સોમવાર, 10 ડિસેમ્બર, 2018

ઉર્જિત પટેલનું આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામું



 

કેન્દ્રની મોદી સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી. આ સ્થિતિ વચ્ચે ઉર્જિત પટેલે આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપી દીધુ છે અને અંગત કારણસર આ પગલુ ભર્યં હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે આ અંગત કારણ શું છે તેની તેઓએ સ્પષ્ટતા નથી કરી પણ એવી ચર્ચા છે કે સરકાર સાથે નોટબંધીજીએસટીએનપીએ જેવા અનેક મુદ્દાઓને લઇને તકરાર ચાલી રહી હતી અને સરકારના દબાણને વશ થઇને પણ આ રાજીનામુ આપ્યું હોઇ શકે છે. ગત મહિને નાણા પ્રધાન અરુણ જેટલીએ વધી રહેલી એનપીએનું ઠીકરુ આરબીઆઇ પર ફોડયું હતું. જે બાદ જ ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચે તકરાર બહાર આવી હતી. જોકે જ્યારથી નોટબંધી લાગુ કરી ત્યારથી જ આ તકરાર શરૃ થઇ ગઇ હતી.


ઉર્જિત પટેલ પહેલા આરબીઆઇના ગવર્નર પદે રઘુરામ રાજન હતાજોકે રાજને રાજીનામુ આપ્યું તે બાદ કેન્દ્રની મોદી સરકારે ઉર્જિત પટેલને ૫ સપ્ટેમ્બર૨૦૧૬ના રોજ આરબીઆઇના ગવર્નરનું પદ સોપ્યું હતું. જોકે માત્ર બે વર્ષના સમયગાળામાં જ ઉર્જિત પટેલે આ પદ છોડી દીધુ છે૧૯૯૨ બાદ એટલે કે ૨૬ વર્ષમાં પહેલી વખત આટલા ટુંકા ગાળામાં આરબીઆઇના ગવર્નરનું પદ છોડનારા ઉર્જિત પટેલ પહેલા વ્યક્તિ છે. પોતાના રાજીનામામાં ઉર્જિત પટેલે જણાવ્યું હતું કે અંગત કારણોસર હું આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપુ છું.

શુક્રવાર, 7 ડિસેમ્બર, 2018


તા.16 થી 27 જાન્યુઆરી સુધી ગુજરાત અમદાવાદ શોપીંગ ફેસ્ટિવલ યોજાશે


- દુબઇની તર્જ પર ભારતમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે શોપીંગ ફેસ્ટીલવનું આયોજન
- શોપીંગ, ટુરીઝમ, સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશના પર્યટકોને આકર્ષવામાં આવશે
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સહકારથી 'વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ 'નું અનોખું આયોજન કરાયું છે. જે અમદાવાદમાં તા.૧૬ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી સુધી યોજાશે.
દર વર્ષે દુબઇમાં યોજાતા શોપીંગ ફેસ્ટીવલની તર્જ પર આ આખું આયોજન કરાયું છે. શોપીંગ, ટુરિઝમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનો મુખ્ય ઉદ્દેશ છે. આશરે ૮૦ જેટલા વિવિધ એસોસીયેશનો તેમાં ભાગ લેશે.
આ અંગે માહિતી આપતા અમદાવાદના મેયરે જણાવ્યું હતું કે ડિસ્કાઉન્ટ, ઓફર્સ અને કરોડોના ઇનામોની ભરમાર વચ્ચે રાત્રે પણ દુકાનો ખૂલ્લી રખાશે. સમગ્ર ભારતમાં આ પહેલો વહેલો પ્રયોગ છે. હેરીટેજ વોક, ખાણીપીણી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, નાટકો, શેરી નાટકો, ફિલ્મોત્સવ, સેમીનાર, કલાકારોનું લાઇવ પરફોમન્સ સહિતના પણ આકર્ષણો હશે.
આ માટે વાઇબ્રન્ટ શોપીંગ ફેસ્ટીવલ ઓર્ગેનાઇઝેશન ફેડરેશનની રચના કરાઇ છે. આ માટે સ્પેશિયલ મોબાઇલ એપ પણ બનાવાઇ છે.
 

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

જીસેટ – 11 : ગ્રામ્ય વિસ્તારમાં 16 GB ની સ્પીડે ઇન્ટનેટ આપવાનું સ્વપ્ન

Image result for gset - 11 image

-30 સેટેલાઇટની ક્ષમતા ધરાવતો ભારતનો સૌથી ભારે ઉપગ્રહ જીસેટ – 11 લોન્ચ

-‘ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ આ કોમ્યુનિકેશન ઉપગ્રહ ગામેગામ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મજબૂત કરવાનું કામ કરશે

-જીસેટ-11 નું વજન 5854 કિલોગ્રામ

ભારતે આજે(5-12-18) તેનો સૌથી ભારે ઉપગ્રહ જીસેટ-11 ફ્રેંચ ગુયાના ખાતેના રોકેટ મથકેથી લોંચ કર્યો હતો. 

ઇસરોનો અડધી સદીના ઇતિહાસમાં બનાવેલો આ સૌથી મોટો ઉપગ્રહ છે. 

આ ઉપગ્રહનો ઉપયોગ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારેમજબૂત કરવા માટે કરવાનો છે.

બુધવાર, 5 ડિસેમ્બર, 2018

સ્માર્ટ સિટી તરફ કૂચઃ સુરતમાં પહેલું એરકંડીશન્ડ રેસ્ટરૂમ કોમ્પ્લેક્ષ બન્યું



દેશની સ્માર્ટ સીટી દોડમાં દોડી રહેલાં સુરતમાં હવે પબ્લીક ટોઈલેટ પણ સ્માર્ટ (એરકંડીશન્ડ) બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના પ્રોજેકટ હેઠળ સુરતના અઠવાલાઈન્સ ચોપાટી ખાતે અદ્યતન એરકન્ડીશન રેસ્ટરૂમ કોમ્પ્લેક્ષ (ટોઈલેટ સુવિધા સાથે) બનાવવામાં આવ્યું છે. સુરતમાં આ પ્રકારનું પહેલું એ.સી. ટોઈલેટ ખુલ્લુ મુકાયું છે  હવે પછી સુરતના બીજા વિસ્તારમાં પણ આ પ્રકારની સુવિધા ઉભી કરાશે.
સુરત જેવા મોટા શહેરમાં બહારથી આવતાં લોકો તથા ફરતા લોકોની ટોઈલેટની જરૂરિયાત મુજબનો સર્વે કરીને અદ્યતન એ.સી. ટોઈલેટ બનાવવામાં આવ્યું છે. સુરતના અઠવા લાઈન્સ ચોપાટી ખાતે ગુજરાત સ્ટેટ ઈન્વેસ્મેન્ટ લી.ના ફંડમાંથી અદ્યતન એરકન્ડીશન રેસ્ટરૂમ કોમ્પલેક્ષ બનાવાવમાં આવ્યું છે. સંસ્થાના ચિરાગભાઈ કહે છે, પબ્લીક ટોઈલેટમાં  સામાન્ય લોકોને પડતી મુશ્કેલી તથા જરૂરિયાનો સર્વે કરીને  ટોઈલેટ ડિઝાઈન કરવામા આવ્યું છે.
એ.સી. ટોઈલેટમાં વેઈટીંગ રૂમ તેમાં ન્યુઝ પેપર અને મેગેઝીન પણ મુકાયા છે. આ ઉપરાંત શુઝ-પૉલીશ મશીન અને  સેનેટરી નેપ્કીન વેન્ડીંગ મશીન અને નેપ્કીન ડિસ્ટ્રોય મશીન પણ મુકાયા છે. માર્કેટ તથા અન્ય વિસ્તારમાં ખરીદી માટે આવતી મહિલાઓ બાળકો સાથે આવે છે તેમને બેબી ફીડીંગની મુશ્કેલી પડે છે તે જગ્યા પણ અહી બની છે. એરપોર્ટ પર કે મોટી હોટલોમાં હોય તેવી સુવિધા ઉભી કરાઇ છે. આ ઉપરાંત બહારના ભાગમાં ચા -કોફીના મશીન પણ મુકાયા છે. બહારથી આવતા લોકોને સ્નાન કરવા માટેની વ્યવસ્થા પણ છે. 
ટોઈલેટના ઉપયોગ માટે  પાંચ રૂપિયા જ્યારે  સ્નાન માટે પહેલી ૧૦ મીનીટના ૧૦ રૂપિયા તથા તેથી વધુ સમય થાય તો વધુ પૈસા વસુલવામા આવશે. સુરતમાં આ પહેલું એ.સી. ટોઈલેટ અઠવાલાઈન્સ ચોપાટી ખાતે બન્યું છે અને ભવિષ્યમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અન્ય જગ્યાએ પણ આવા ટોઈલેટ બનાવાશે.