શુક્રવાર, 7 ડિસેમ્બર, 2018


તા.16 થી 27 જાન્યુઆરી સુધી ગુજરાત અમદાવાદ શોપીંગ ફેસ્ટિવલ યોજાશે


- દુબઇની તર્જ પર ભારતમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે શોપીંગ ફેસ્ટીલવનું આયોજન
- શોપીંગ, ટુરીઝમ, સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશના પર્યટકોને આકર્ષવામાં આવશે
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સહકારથી 'વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ 'નું અનોખું આયોજન કરાયું છે. જે અમદાવાદમાં તા.૧૬ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી સુધી યોજાશે.
દર વર્ષે દુબઇમાં યોજાતા શોપીંગ ફેસ્ટીવલની તર્જ પર આ આખું આયોજન કરાયું છે. શોપીંગ, ટુરિઝમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનો મુખ્ય ઉદ્દેશ છે. આશરે ૮૦ જેટલા વિવિધ એસોસીયેશનો તેમાં ભાગ લેશે.
આ અંગે માહિતી આપતા અમદાવાદના મેયરે જણાવ્યું હતું કે ડિસ્કાઉન્ટ, ઓફર્સ અને કરોડોના ઇનામોની ભરમાર વચ્ચે રાત્રે પણ દુકાનો ખૂલ્લી રખાશે. સમગ્ર ભારતમાં આ પહેલો વહેલો પ્રયોગ છે. હેરીટેજ વોક, ખાણીપીણી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, નાટકો, શેરી નાટકો, ફિલ્મોત્સવ, સેમીનાર, કલાકારોનું લાઇવ પરફોમન્સ સહિતના પણ આકર્ષણો હશે.
આ માટે વાઇબ્રન્ટ શોપીંગ ફેસ્ટીવલ ઓર્ગેનાઇઝેશન ફેડરેશનની રચના કરાઇ છે. આ માટે સ્પેશિયલ મોબાઇલ એપ પણ બનાવાઇ છે.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો