સ્માર્ટ સિટી તરફ
કૂચઃ સુરતમાં પહેલું એરકંડીશન્ડ રેસ્ટરૂમ કોમ્પ્લેક્ષ બન્યું
દેશની સ્માર્ટ
સીટી દોડમાં દોડી રહેલાં સુરતમાં હવે પબ્લીક ટોઈલેટ પણ સ્માર્ટ (એરકંડીશન્ડ)
બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના પ્રોજેકટ હેઠળ સુરતના અઠવાલાઈન્સ ચોપાટી ખાતે
અદ્યતન એરકન્ડીશન રેસ્ટરૂમ કોમ્પ્લેક્ષ (ટોઈલેટ સુવિધા સાથે) બનાવવામાં આવ્યું છે.
સુરતમાં આ પ્રકારનું પહેલું એ.સી. ટોઈલેટ ખુલ્લુ મુકાયું છે હવે પછી
સુરતના બીજા વિસ્તારમાં પણ આ પ્રકારની સુવિધા ઉભી કરાશે.
સુરત જેવા
મોટા શહેરમાં બહારથી આવતાં લોકો તથા ફરતા લોકોની ટોઈલેટની જરૂરિયાત મુજબનો સર્વે
કરીને અદ્યતન એ.સી. ટોઈલેટ બનાવવામાં આવ્યું છે. સુરતના અઠવા લાઈન્સ ચોપાટી ખાતે
ગુજરાત સ્ટેટ ઈન્વેસ્મેન્ટ લી.ના ફંડમાંથી અદ્યતન એરકન્ડીશન રેસ્ટરૂમ કોમ્પલેક્ષ
બનાવાવમાં આવ્યું છે. સંસ્થાના ચિરાગભાઈ કહે છે, પબ્લીક ટોઈલેટમાં સામાન્ય
લોકોને પડતી મુશ્કેલી તથા જરૂરિયાનો સર્વે કરીને
ટોઈલેટ ડિઝાઈન કરવામા આવ્યું
છે.
એ.સી. ટોઈલેટમાં
વેઈટીંગ રૂમ તેમાં ન્યુઝ પેપર અને મેગેઝીન પણ મુકાયા છે. આ ઉપરાંત શુઝ-પૉલીશ મશીન
અને સેનેટરી નેપ્કીન વેન્ડીંગ મશીન અને નેપ્કીન ડિસ્ટ્રોય મશીન
પણ મુકાયા છે. માર્કેટ તથા અન્ય વિસ્તારમાં ખરીદી માટે આવતી મહિલાઓ બાળકો સાથે આવે
છે તેમને બેબી ફીડીંગની મુશ્કેલી પડે છે તે જગ્યા પણ અહી બની છે. એરપોર્ટ પર કે
મોટી હોટલોમાં હોય તેવી સુવિધા ઉભી કરાઇ છે. આ ઉપરાંત બહારના ભાગમાં ચા -કોફીના
મશીન પણ મુકાયા છે. બહારથી આવતા લોકોને સ્નાન કરવા માટેની વ્યવસ્થા પણ છે.
ટોઈલેટના
ઉપયોગ માટે પાંચ રૂપિયા જ્યારે સ્નાન માટે પહેલી ૧૦ મીનીટના ૧૦
રૂપિયા તથા તેથી વધુ સમય થાય તો વધુ પૈસા વસુલવામા આવશે. સુરતમાં આ પહેલું એ.સી.
ટોઈલેટ અઠવાલાઈન્સ ચોપાટી ખાતે બન્યું છે અને ભવિષ્યમાં જરૂરિયાતને ધ્યાનમાં
રાખીને અન્ય જગ્યાએ પણ આવા ટોઈલેટ બનાવાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો