માલદિવના
રાષ્ટપતિ ભારતના પ્રવાસે, બંન્ને દેશ
વચ્ચે થયા 4 MoU
માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોહિલ ત્રણ દિવસની ભારતની
રાજકિય યાત્રા પર છે. એક મહિના પહેલા સત્તા સંભાળ્યા બાદ આ તેમની પહેલી વિદેશ
યાત્રા છે. તેમની આ ભારત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ
ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ વચ્ચે વાતચીત થઇ. આ વાતચીતનો લક્ષ્ય બંન્ને દેશો વચ્ચે
સંબંધોનો નવો અધ્યાય શરૂ કરવાનો છે.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે, માલદિવના આર્થિક વિકાસ માટે 1.4 બિલિયન ડોલરની ભારત મદદ કરશે. આ સિવાય બંન્ને દેશો વચ્ચે 4 વિષયો પર સમજુતી થઇ જેમાં વિઝાને લઇને સરળતા આપવાનો મુદ્દો સામેલ
છે. તેમજ બંન્ને દેશો વચ્ચો કનેક્ટિવિટી બનાવવા ભારતે સહયોગ આપશે.
આ મુલાકાત દરમિયાન ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલે કહ્યું કે, ભારત અમારો નજીકનો દેશ છે અને બંન્ને દેશોના લોકો મિત્રતા
અને સાંસ્કૃતિક સમાનતાના સંબંધે જોડાયેલા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો