સોમવાર, 17 ડિસેમ્બર, 2018


રાજસ્થાન: ગેહલોતે CM અને પાયલોટે Dy CM તરીકે શપથગ્રહણ કર્યાં




રાજસ્થાનના મુખ્યમંત્રીપદે અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રીપદે સચિન પાયલટ શપથ ગ્રહણ કર્યા હતાં. જયપુરના આલ્બર્ટ હોલમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.. શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. તેમની સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના નેતાઓ પણ પહોંચ્યા હતાં. શપથ સમારોહમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ હાજર રહ્યાં હતાં. 
રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહે અશોક ગેહલોત અને સચિન પાયલટને શપથગ્રહણ કરાવ્યા હતાં. આજે માત્ર અશોક ગહેલોત અને સચિન પાયલટના શપથ યોજાયા હતાં. જ્યારે બાકીના મંત્રીમંડળના શપથ નામ નક્કી થયા બાદ યોજાશે. આ પહેલા અશોક ગેહલોત બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરી ચુક્યા છે. રાજસ્થાનમાં શપથગ્રહણ સમારોહમાં વિપક્ષી પાર્ટીના નેતાઓનો જમાવડો થયો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો