લીમડાનાં ઝાડ
નીચે ગુજરાતનાં પ્રથમ પ્રધાનમંડળે શપથ લીધા હતા
આજથી 57 વર્ષ પહેલાં ગુજરાતના પ્રથમ મંત્રીમંડળે શપથ લીધા ત્યારે એ સમારોહનું આયોજન સાબરમતી આશ્રમમાં લીમડાનાં એક ઝાડ નીચે થયું હતું.
30 એપ્રિલ, 1960ની મધરાતે રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે ગુજરાતનો જન્મ થયો.
જેમનાં નામ મંત્રી તરીકે જાહેર થયાં
હતાં. એ બધા મહાનુભાવો તા.28 એપ્રિલે ટ્રેન મારફતે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા. સચિવાલય એ સમયે અમદાવાદમાં હતું પાંચ પ્રધાનો અને આઠ નાયબ મંત્રીઓ સાથે આખું મંત્રીમંડળ કુલ 14 સભ્યોનું હતું.
ગુજરાતના ઇતિહાસનું આ નાનામાં નામું પ્રધાનમંડળ
હતું. પાંચ કેબિનેટ પ્રધાનોમાંથી ત્રણ સૌરાષ્ટ્રના
હતા અને 14માંથી બે મંત્રીઓ મહિલા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો