સોમવાર, 1 મે, 2017

યોગી સરકારની દીકરીઓના જન્મ પર ભાગ્ય બદલાવતી યોજના

યોગી સરકાર ગરીબ પરિવારો માટે ભાગ્યલક્ષ્મી યોજનાનો શુભારંભ કરવા જઇ રહી છે.
દીકરીઓના જન્મ પર પરિવારને 50 હજાર રૂપિયાનો બોન્ડ આપશે.
દીકરીની માતાને 5100 રૂપિયા આપવામાં આવશે.
દીકરી વય વધશે તેમ તેના અભ્યાસમાં પણ સરકાર આર્થિક સહયોગ કરશે.
છઠ્ઠા ધોરણમાં પહોંચવા પર દીકરીને 3 હજાર,
આઠમા ધોરણમાં પહોંચવા પર 5 હજાર રૂપિયા મળશે.
દીકરીઓને હાઇસ્કૂલમાં પહોંચવા પર સાત હજાર અને
ઇન્ટરમાં આવવા પર આઠ હજાર રૂપિયા આપવામાં આવશે.
એટલું જ નહી 21 વર્ષની હોવા પર દીકરીના માતાપિતાને લગ્ન અને
ઉચ્ચ શિક્ષણ માટે સરકાર બે લાખ રૂપિયાની આર્થિક સહાય કરશે.

બીપીએલ કાર્ડધારકોને ફાયદો

આ યોજનાનો લાભ બીપીએલ કાર્ડધારકોને મળશે. તે સિવાય જેની આવક વાર્ષિક બે લાખ રૂપિયા હોય 

તેને પણ આ યોજનાનો લાભ મળશે. આ સંબંધમાં સરકાર કેબિનેટમાં પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી 

રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો