ગુજરાત ગૌરવ દિવસ
ગુજરાત
રાજ્યનો ૫૭મો સ્થાપના દિવસ નિમિતે 'ગુજરાત ગૌરવ દિવસ'ના બે દિવસીય કાર્યક્રમની ઉજવણીનો રવિવારથી પ્રારંભ થઇ ગયો હતો.
આજે સવારે મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે :
ઇન્દુચાચાની પ્રતિમા તેમજ શહીદ સ્મારક ખાતે
પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
હોમગાર્ડ ભવનનું લોકાર્પણ કરવામાં
આવશે અને
સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને
પુષ્પાંજલિ અર્પણ કરાશે.
અમદાવાદના
પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શ્રવણ તીર્થ યાત્રાનું પ્રસ્થાન
કરાવવામાં આવશે.
આ ઉપરાંત સોલા સિવીલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. બિલ્ડિંગનું
લોકાર્પણ, નેશનલ બૂક
ફેરનું ઉદ્ઘાટન, નવરંગપુરા ખાતે મલ્ટિલેવલ
પાર્કિંગનું ઉદ્ઘાટન, ચાંદખેડા ખાતે એલ.આઇ.જી.
આવાસોનું લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમો પણ
યોજાશે.
વોટર
સ્પોર્ટ્સ એકેડમી શરૃ કરાશે
અમદાવાદ,પાલડીના
એન.આઇ.ડી. નજીક આવેલા રીવરફ્રન્ટ ખાતે સૌપ્રથમ વાર નૌકા સ્પર્ધા યોજાઇ હતી.
30 એપ્રિલ
રવિવારની રજા હોવાથી નૌકાસ્પર્ધા જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા
હતા. વિજય રૃપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે 'વોટર સ્પોર્ટ્સને
પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં વોટર સ્પોર્ટ્સ એકેડમીની રચના
કરશે. આ ઉપરાંત રીવરફ્રન્ટને દેશના સૌથી વધુ આકર્ષિત વોટર સ્પોર્ટ્સ તરીકે વિકસાવાશે. '
આ નૌકા સ્પર્ધામાં કાયાક, કેનો, ડ્રેગનબોટ,
વોટર સ્કિઇંગ, વિન્ડ સર્ફિંગ જેવી સ્પર્ધા
તેમજ રેસ્ક્યુ નિદર્શન યોજાયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો