મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ
ગુજરાતની
કન્યાઓ અને મહિલાઓ માસિક સરળ હપ્તેથી સ્માર્ટફોન તથા ટેબ્લેટ ખરીદી શકે તે માટે
ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેન્ક દ્વારા નવી
સ્કીમ જાહેર થઈ રહી છે, જેનું ઉદ્ઘાટન બીજી મેએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની
અંજનાબહેન રૂપાણી દ્વારા થશે.
મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ અંતર્ગત કન્યાઓ તથા મહિલાઓને રૂ.૧,૦૦૦ના ડાઉન પેમેન્ટથી
સેમસંગ સ્માર્ટ ફોનના ૪ જુદા જુદા મોડેલ તથા ટેબ્લેટમના ત્રણ મોડેલ ઓફર કરાશે.
જેનું બાકી પેમેન્ટ સાત માસના હપ્તામાં ૧ ટકા વ્યાજ સાથે વસૂલવામાં આવશે. મોબાઈલ
સાથે ટફન ગ્લાસ, કવર તથા એક વર્ષનો વીમો વિનામૂલ્યે અપાશે. બીજી મેએ એસ.જી. હાઈવે નજીક દિનદયાળ ઓડિટોરિયમમાં આ નવી
સ્કીમ લોન્ચ થશે. તે વખતે કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ સહિત ભાજપના આગેવાનો
ઉપસ્થિત રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો